Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ દેલવાડાનાં દેરાં રચાયેલા નાગદાન વિષ્ણુમંદિર જેવા એકદમ ઊંચી કોટિનાં ન કહી શકાય, તો પણ તેમની શોભનક્ષમતા તો અવશ્ય ઊંચા પ્રકારની છે (ચિત્ર ૭, ૮); એને દૂર કરો તો મંડપને ભારે ક્ષતિ પહોંચી જાય. આ તોરણયુકત સ્તબ્બો પર અઢાંશમાં લગભગ ૨૨/ફીટના વ્યાસનો સભા-પદ્મ-મંદારક જાતિનો મહાવિતાનકવાયેલો છે (ચિત્ર ૯). આવડા મોટા વિતાનને ટેકવનાર સ્તબ્બોની ઊંચાઈ, જે ૧૨/૩ જેટલી છે તેને બદલે ૧૪ ફીટ જેટલી હોવી ઘટે : એમ થયું હોત તો પ્રમાણની સમતુલા જળવાઈ રહે અને વિતાનની ભવ્યતા પૂરેપૂરી પ્રકાશી ઊઠત. વિતાનને ઉપાડનારા ભારોટોના મોવાડ પર નીચેની પટ્ટિકામાં ગૂંચળાઓ ફેંકતી એકવિધ મૃણાલવલ્લી અને ઉપર તંત્રકમાં દેવમૂર્તિઓ કોરેલી છે. ભારોટોના સંધાનભાગે તિલકોમાં દેવદેવીઓની મૂર્તિઓ બેસાડેલી છે. વિતાનનો પ્રારંભ ગજપટ્ટિકાથી થાય છે, જે પ્રથા અન્યત્ર જોવા મળતી નથી. તે પછી કર્ણદદરિકા, તેના પર રૂપકંઠમાં ગોખલીઓમાં યક્ષ-યક્ષિીઓ આદિની મૂર્તિઓ, અને તેના વચ્ચેના ગાળામાં ૧૬ વિદ્યાધરો ક્રમશ: ૧૬ વિદ્યાદેવીઓની મૂર્તિઓને ટેકવી રહ્યા છે. રૂપકંઠ ઉપર ગજતાલુ, તે પછી રૂપધારામાં નૃત્ય કરતા ગન્ધર્વો-અપ્સરાદિની કુડિબંધ ખીચોખીચ ભરેલી પૂતળીઓ, ફરીને ગજતાલુ, તે પછી અશ્વારૂઢ પુરુષોની હારમાળા બતાવતો થર, ત્યારબાદ પ્રત્યેક ખંડમાં વચ્ચે પધકેસર ધરાવતા કોલના બે થર, ફરીને નૃત્યભાવાદિમાં સ્થિર સ્ત્રી-પુરુષોની હારમાળા, ત્યારબાદ હંસપદ્રિકા, તે પછી ફરતી નૃત્યમૂર્તિઓ ધરાવતા પદ્મકેસરવાળી લૂમાઓ, તત્પશ્ચાત્ આરાધકોની મૂર્તિઓવાળો થર, અને છેવટે આવે છે માત્ર બે જ કોલથી બનતી નાની લમ્બનરૂપી પદ્મશિલા (ચિત્ર ૧૦). વિતાન જો કે ભવ્ય છે, પણ તેમાં કેટલીક અન્યત્ર જેવા નહીં મળતાં, વસ્તુતયા અવાંચ્છનીય, લક્ષણોને કારણે તે છીછરો અને અમુકાશે બલહીન જણાય છે. કારણમાં જોઈએ તો ગજતાલુના થરોમાં વચ્ચે વચ્ચે સપાટ રૂપપટ્ટીઓ દાખલ કરી છે તે; એ સિવાય કોલના થરો અહીં ઓછામાં ઓછા ત્રણ તો હોવા જોઈતા હતા, પણ ત્રીજા થરનો સપાટ રૂપપટ્ટીએ ભોગ લઈ લીધો છે. લૂમાઓનાં ઘાટ અને વ્યવસ્થા નિ:શંક સુંદરતમ છે, પણ સાટે વચ્ચેના લમ્બનનું કદ આવડા મોટા વિતાન માટે ઘણું નાનું કહેવાય. આ બધાં તત્ત્વોની ઉપસ્થિતિથી આ મહાન્ વિતાનની પ્રભાવકતા અને ઊર્જસ્વિતા અમુકાંશે ઘટ્યાં છે. અન્યથા લૂમાઓ તેમ જ લમ્બનના આકારોમાં ૧૧મી સદીની પરંપરાનાં લક્ષણો હજુ જળવાઈ રહ્યાં છે. રંગમંડપમાંથી પશ્ચિમ તરફ વળતાં મંદિરનું સર્વોત્તમ અંગ, એની છચોકીનું ખરક સમેતનું મનોરમ દશ્ય નજરે પડે છે (ચિત્ર ૧૧). જુદા જુદા પ્રહરમાં પ્રકાશ છાયા અને પ્રતિછાયાની છંદલીલા એની પળેપળ બદલાતી શોભાનો સમાહાર બતાવતી રહે છે. પરંતુ તેમાં પ્રવેશતાં પહેલાં રંગમંડપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130