Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ દેલવાડાનાં દેરાં અને છચોકીના સંધાન ભાગે આવતા ત્રણ વિતાનોની કલાનું દર્શન પણ કરી લઈએ. તેમાં વચ્ચેની મોટી છત સભામંદારક જાતિની છે (ચિત્ર ૧૨). દેવી મૂર્તિઓનો ગોળ પટ્ટ, તેના ઉપર વર્તુળાકારે હંસપટ્ટી, પછી પ્રત્યેક કોલ ખંડમાં નાભિએ નાભિએ ઊગમ પામતા પદ્મકેસર ધરાવતા કોલના બે થરો, અને તે પછી પ્રલમ્બ પદ્મકેસરયુક્ત લમ્બન : આ છતની બાજુની બંને એકસરખી છતો મંદારક પ્રકારની છે. તેમાં ચક્રાકાર ગજપટ્ટી, કર્ણદદરિકા, અશ્વપટ્ટી, નરપટ્ટી, અને વચ્ચે લમ્બન કરેલું છે (ચિત્ર ૧૩). આ ત્રણે છતોના શિલ્પની પરિપાટી રંગમંડપના મહાવિતાન કરનારની જ છે. આ બધાનો આયોજક એક જ શિલ્પી જણાય છે. છચોકીમાં પ્રવેશતાં જ તેના સ્તબ્બો રંગમંડપના સ્તબ્બો કરતાં વિશેષ ઘાટીલાં અને વિશેષ સપ્રમાણ હોવાનું જણાઈ આવે છે (ચિત્ર ૧૧). એની સુડોળતા, પ્રમાણસરતા, અને કંડારવલયોનું ઔચિત્ય એને એક ઝાટકે પશ્ચિમ ભારતના મધ્યકાલીન શ્રેષ્ઠ સ્તન્મ-સર્જનોમાં મૂકી દે છે. જે કે તેના ભારોટોના મોરા પર તો સાધારણ પ્રકારની ગૂંચળાવેલ અને ઉપર સાદી મોયલાપટ્ટી કરી છે; પણ ભારોટોના તળિયે વચ્ચે વર્તુળોમાં હલ્લીશક નૃત્યમાં મગ્ન સ્ત્રી-પુરુષો દર્શાવ્યાં છે. એવો હિતવ (motif) નાડલાઈના ૧૧મી સદીના આરંભે બંધાયેલા તપેશ્વર મહાદેવ મંદિર સિવાય અન્યત્ર જોવા મળતો નથી. આ ચોકીના છએ વિતાનો સારા છે, જેમાંથી ત્રણને વિગતે જોઈશું. વચલા પગથિયાં ચડતાં પદ્મમુકુર શો ભાસતો પદ્મનાભ જાતિનો વિતાન સૌ પહેલાં નજર સામે આવે છે (ચિત્ર ૧૪). કુંભારિયાના મહાવીર જિનાલયની ચોકી(ઈ. સ. ૧૦૬ર)માં આ જ સ્થાને આવો જ પણ આનાથી નાનો વિતાન જોવા મળે છે, જો કે ત્યાં ઊંડાણ અને સૌષ્ઠવ વિશેષ પ્રમાણમાં છે, તો પણ વિમલવસહીનો આ વિતાન તેના પડખાના ભારોટોમાં પણ કરેલી પદ્મનાભક્રિયાના કંડારથી ઓછો શોભાયમાન નથી લાગતો. આની ડાબી બાજુ સમતલ ફલક પર ભાસ્કમાં ઉપસાવેલી કલ્પલતા (ચિત્ર ૧૫) આવી રહી છે. કલામય ગૂંચળાંઓ ફેંકતા કોઈ વિરલ દરિયાઈ વેલાની શોભાસહ ખીલતી આ ઊર્મિવેલ એક અપૂર્વ દર્શનની દ્યોતક બની રહે છે. મગૂર્જર ધરાના આવા પ્રકારના અન્ય ચાર વિતાનો–પાટણના શેખ ફરીદના મકબરાના ચોકીઆળાની (હાલ વડોદરા સંગ્રહાલયમાં પ્રાય: ૧૩મી શતાબ્દી), શત્રુંજયની ખરતરવસહી (પ્રાય: ઈસ્વી ૧૩૨૦), રાણકપુરના ધરણવિહાર (પ્રાય: ઈસ્વી ૧૪૪૯), અને ચાંપાનેરની જુમા મસ્જિદ (ઈ. સ. ૧૫૦૫) અંતર્ગત જોવા મળે છે. પરંતુ એ સૌમાં દેલવાડાનું આ દષ્ટાન્ત પ્રાચીનતમ છે (પ્રાય: ઈ. સ. ૧૧૪૪). જો કે આ શોભનનો પ્રારંભ કર્ણાટકમાં થયો લાગે છે. ત્યાં પટ્ટદકલના આઠમા શતકના પ્રથમ ચરણમાં બંધાયેલા પાપનાથ શિવાલયના મંડપના એક ભારોટને તળિયે એનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130