Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ દેલવાડાનાં દેરાં બંધાવેલું. ગુજરાતની સ્વાધીનતા અને સંસ્કૃતિના સંરક્ષક, એની અસ્મિતાના અઠંગ આરાધક, દુર્જેય રણવીર છતાંયે ધર્મવીર, સ્વધર્મનિષ્ઠ છતાંયે સર્વધર્મસમદર્શી, કલિકાલકુબેર ને કુર્ચાલસરસ્વતી સચિવેશ્વર વસ્તુપાલ અને ધર્મધુરંધર તેજપાલે રચાવેલી ધર્મલક્ષી અને જનોપયોગી સ્થાપત્યકૃતિઓની સવિસ્તાર નોંધ તો કલ્પના થંભાવી દે તેવી વિસ્તૃત છે. દેલવાડાનું આ બીજું મંદિર એમના સમયનું બચી જવા પામેલું એક વિરલ અને પ્રમુખ સ્થાપત્ય-સર્જન છે. ૨૧ ૪ સ્વર્ગીય બંધુ માલદેવ(મહૃદેવ)ના શ્રેયાર્થે વિમલવસહીના ગૂઢમંડપમાં વસ્તુપાલે ઈ સ ૧૨૨૨માં એક ગોખલો કરાવેલો. ત્યારપછી આઠેક વર્ષ બાદ તેજપાલે આ બીજું મંદિર——ભ્રૂણસિંહ વસહિકા—બંધાવવાનો પ્રારંભ કર્યો. લોકવાયકા આ મંદિરને વસ્તુપાલ-તેજપાલનું મંદિર કહે છે, પરંતુ શિલાલેખો અને તમામ ગ્રંથાધારો એ મંદિર તેજપાલે જ નિર્માણ કરાવ્યું હોવાનું સ્પષ્ટ રીતે કહે છે. પ્રબંધચિંતામણિ જેવા ગ્રંથો આ મંદિર વસ્તુપાલ તેજપાલના મોટાભાઈ લૂણિગના કલ્યાણ અર્થે બંધાયું હોવાની વાત કરે છે; પણ સમકાલીન પ્રશસ્તિલેખ તો તે તેજપાલની પહેલી પત્ની અનુપમાદેવીના પુત્ર લૂણસિંહ કે લાવણ્યસિંહના શ્રેયાર્થે બાંધવામાં આવ્યાનું કહે છે. (નામ સામ્યથી આ ગોટાળો પ્રબંધકારે કર્યો લાગે છે.) મંદિરના બાંધકામનાં નિયોજન અને નિર્દેશન સૂત્રધાર શોભદેવને સોંપાયેલાં. સામાન્ય દેખરેખ અનુપમાદેવી અને તેના ભાઈ ઉદલ રાખતા. દિવસ અને રાત શિલ્પીઓનાં ટાંકણાં ચાલતાં જ રહેલાં. માનવતાનો દીવો જલતો રાખનારી એ ધર્મનિષ્ઠ અને વ્યવહારદક્ષ સ્રીએ તત્ક્ષણકારો વિના ત્રાસે, છૂટે હાથે, કંડાર કરી શકે એ માટે એમને કેટલીયે સુવિધાઓ આપેલી. પ્રશસ્તિકાર કવિ સોમેશ્વરના શબ્દોમાં કહીએ તો ‘“છંદુ અને કુંદ સમાન શંખોજ્જ્વલ શિલાઓ’’ના ભગવાન નેમિનાથના આ મંદિરનો મોટો ભાગ પૂર્ણ થતાં ઈ સ૰ ૧૨૩૨માં, પિતૃપક્ષના ગુરુ, નાગેન્દ્રગચ્છના હરિભદ્રસૂરિના શિષ્ય વિજયસેન સૂરિએ, પ્રતિષ્ઠા કરી. પ્રતિમાલેખોના આધારે બાકીનું બાંધકામ તો છેક ૧૨૪૦-૪૨ સુધી ચાલતું રહ્યું જણાય છે. પ્રતિષ્ઠા પછી ચંદ્રાવતીના પરમારરાજ સોમસિંહદેવે દેવાલયના નિભાવ અર્થે ‘“આચંદ્રાર્કયાવત્’” ડબાણી ગામ અર્પણ કર્યું, અને વિમલવસહી તેમ જ આ મંદિરને કરમુકત જાહેર કર્યાં. નેમિનાથની પૂજા-અર્ચના, કલ્યાણક ઉત્સવો, અષ્ટાહ્નિકા મહોત્સવ ઇત્યાદિ પ્રસંગોની વ્યવસ્થા આજુબાજુનાં ગામોના જૈન શ્રાવકો તરફ્થી કરવાની અને તમામ લોકો, એ ધર્માજ્ઞાનું પાલન કરે તેવી પ્રતિજ્ઞા ઉપસ્થિત બહુજનસમાજની સાક્ષીએ આ દેવાલયના રંગમંડપમાં લેવાયેલી એ હકીકત કહેતો એક બીજો મોટો પ્રશસ્તિલેખ પણ અહીં જળવાયો છે. તલ-આયોજનની દૃષ્ટિએ આ મંદિર અને વિમલવસહીમાં થોડો ફરક છે. પશ્ચિમ બાજુએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130