Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ દેલવાડાનાં દેરાં એકમાં જંઘામાં આઠ લતાંકુર બતાવ્યાં છે, તો તેની આગળના સ્તમ્ભોમાં ઊભી સળીઓવાળાં આડાં વલયો કર્યાં છે, મોરાના ભાગમાં, રંગમંડપની સંધાન-ચોકીઓ તરફ, સ્તમ્ભશીર્ષો (શરાં) પર ટેકવેલા મદલો (ઘોડા) કાઢ્યા છે, અને ત્યાં છાજલીઓ ઉપરના મહાપટ્ટોમાં બન્ને બાજુ સંગીતકારિણી મંડળીઓ વચ્ચે દેવી અંબિકાની મૂર્તિઓ કોરેલી છે. આમ મોરાનો ભાગ મોભાદાર બન્યો છે. રંગમંડપની આગલી હરોળના સંધાન ભાગની છતોમાં મુખ્યત્વે હારબંધ વર્તુળોમાં પોયણાઓની એકવિધ સમૂહમાલા જોવા મળે છે (ચિત્ર ૩૯). ત્યાં એક તરફ પદ્મક જાતિનો સુરમ્ય વિતાન પણ જોવા મળે છે (ચિત્ર ૪૧). એટલા ક્ષેત્રમાં પૂર્વ તરફ રંગમંડપને અડીને આવેલો એક વિતાન (ચિત્ર ૪૦) એની અનોખી રૂપરંજનાને કારણે વિખ્યાત થઈ ચૂકયો છે. એમાં પૂર્ણ વિકસિત પણ સપાટ ફેલાવના પુંડરીકની પત્તીઓનો બેવડો વ્યૂહ રચી, તેની પાંખડીઓ પર સુરસુંદરીઓની અભિનવ નર્તનલીલા પ્રગટ કરી છે. તે પછી એક કર્ણદરિકાની મેખલા રચી, તેના આશ્રયે લગભગ પૂર્ણભાસ્કર્યમાં ૩૨ અપ્સરાઓનાં નૃત્યાન્વિત સ્વરૂપો સરસ રીતે છૂટાં છૂટાં ગોઠવ્યાં છે. સમતલ વિતાનોમાં માંત્રિક-તાંત્રિક કમલયન્ત્રની પાંખડીઓ પર દેવમૂર્તિઓ આયોજવાની પ્રથા તો ૧૦મી-૧૧મી સદીથી જ, નાગદા આદિ સ્થાનોનાં મંદિરોમાં, પ્રચારમાં આવી ગયેલી : પરંતુ અહીં ૩૨ દેવાંગનાઓના નર્તન-આવર્તનને જે ખૂબીથી બહિર-વલયમાં ચેતનમય વાચા આપી છે તે જ આ વિતાનને વિશિષ્ટતા અર્પી રહે છે. ૨૩ વિમલવસહીની જેમ આ દેવાલયનો પણ અગ્રિમ મહત્ત્વનો ભાગ તો તેનો રંગમંડપ જ છે. એ પૂર્ણરૂપેણ સપ્રમાણ અને સંતુલિત છે. એનાં તોરણોની વૈવિધ્યપૂર્ણ આકૃતિઓ, અને પ્રમાણસરતાથી એ વિશેષ સંમોહક પણ દેખાય છે. અહીંના ૧૨ સ્તમ્ભોમાં મુખ્ય ત્રણ પ્રકારોનો પ્રયોગ કરેલો છે. પહેલો પ્રકાર ચતુર્દિશાના વચલા ભદ્રના સ્તમ્ભોની જોડી દ્વારા વ્યકત થાય છે : અને આ ચારે દિશાઓની જોડીઓમાં વિગતની દૃષ્ટિએ થોડો થોડો તફાવત પણ છે. માલવાની અસર તળે આવા વજ્રક જાતિના સ્તમ્ભોનો ઉપયોગ સૌ પહેલાં સિદ્ધપુરના રૂદ્રમહાલય(ઈ. સ૰ ૧૧૪૨)માં થયેલો. ત્યારબાદ પ્રભાસપાટણમાં સોમનાથના ઈ સ ૧૧૬૯માં કુમારપાલે બંધાવેલા મંદિરના પ્રદક્ષિણા માર્ગના ભિત્તિસ્તમ્ભમાં એ પ્રકાર થોડા ફરક સાથે જોવા મળે છે. આ સિવાય અજારાના હાલ નષ્ટ થયેલા કોઈ પુરાણા મંદિરમાં પણ આવા સ્તમ્ભો હતા અને ત્યારબાદ અહીં મંત્રી તેજપાલના આ મંદિરમાં એ ફરીને દૃષ્ટિગોચર થાય છે. અહીં રંગમંડપના દક્ષિણ ભદ્રમાં કરેલા આ સ્તમ્ભો પૂર્વ, પશ્ચિમ, કે ઉત્તર બાજુ કરેલા સ્તમ્ભો કરતાં સવિશેષ અલંકારી છે, સંપૂર્ણ વિગતો ધરાવે છે એમ કહીએ તો ચાલે. સારાયે રંગમંડપના થાંભલાઓમાં આ એક જ પ્રકારનો ઉપયોગ કર્યો હોત તો રંગમંડપની શોભા અપ્રતિમ બની જાત. મંડપના ઈશાન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130