Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ ૩૪ શકી છે. પશ્ચિમ તરફ્ની ભમતીની તમામ કુલિકાઓ અલબત્ત મોજૂદ છે. આ મંદિરમાં પુરાણી પ્રતિમાઓમાં ઈ. સ. ૧૩૩૮નો લેખ ધરાવતી અનુક્રમે આદિનાથ અને પુંડરીક સ્વામીની પ્રતિમાઓનો નિર્દેશ કરવો જોઈએ. કલાની દષ્ટિએ મંદિરમાં નવચોકીના સ્તમ્ભો (ચિત્ર ૮૫) અને ખત્તકો સિવાય કંઈ ખાસ જેવા જેવું નથી. ખત્તકો વિમલવસહીની નવચોકીના ખત્તકોની નકલ જેવા છે, જ્યારે નવચોકીના પડખલાં લૂણવસહીનું સ્મરણ કરાવે (ચિત્ર ૮૪). સ્તંભોનો પ્રકાર પણ લૂણવસહીની ભમતીના સ્તમ્ભોના પ્રકારને મળતું અલંકરણ બતાવે છે. આ નવચોકીના મોરામાં રહેલા વચલા બે સ્તમ્ભો પર ઉચ્ચાલકો સાથે મદલો અને લુમ્બિકાઓના સંયોજનથી ભારે ઉઠાવદાર લાગે છે (ચિત્ર ૮૩). (વિમલવસહીની ઉત્તરે આવેલા નાના સાદા દિગમ્બર મન્દિરનું વાસ્તુકલાની દષ્ટિએ મૂલ્ય કે મહત્ત્વ નથી.) હા ( ૪ ) ખરતરવસહી આ ભીમચૈત્યની દક્ષિણે જરા નીચાણમાં સલાટોનું કહેવાતું મંદિર, પણ વાસ્તવમાં કેશવંશના સંઘપતિ મંડલિકે કરાવેલ, ભગવાન પાર્શ્વનાથનો ભવ્ય ચતુર્મુખ પ્રાસાદ આવેલો છે (ચિત્ર ૮૭). ખરતરગચ્છીય જિનચન્દ્રસૂરિએ ઈ સ ૧૪૫૯માં એમાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરેલી. ગર્ભગૃહ બે મજલાયુકત છે અને સૌથી ઉપર સંવરણાનું છાદન છે. ભોંયતળિયે ગર્ભગૃહના મંડોવરને વાસ્તુશાસ્ત્રો અનુસાર પૂર્ણ અલંકારી બનાવ્યો છે. જંધામાં સપત્નીક દિક્પાલો અને સુરસુંદરીઓની મૂર્તિઓ આવી રહી છે. ઊર્ધ્વજંઘા પણ કોરેલી છે (ચિત્ર ૮૮). ગર્ભગૃહના પૂર્વ તથા પશ્ચિમ દ્વારો વિશેષ અલંકૃત કરેલાં છે, જે પૈકીનાં અંતરાલના સ્તમ્ભોમાં મદલોથી વેટન કરી શોભાયમાન કરેલા પૂર્વદ્વારનું દશ્ય ચિત્ર ૯૨માં રજૂ કર્યું છે. પશ્ચિમ તરફના અંતરાલના ભારોટ (ચિત્ર ૯૧) પર વિશેષ કોરણી કરી છે. પ્રત્યેક અંતરાલને મત્તવારણથી સંયોજિત કર્યું છે. મંદિરને ચારે દિશાઓમાં એક એક, પણ મજલાવિહીન મંડપ છે. મંદિરનો મુખ્ય પ્રવેશ પશ્ચિમ તરફ્નો ગણાતો હોઈ એ તરફનો મંડપ સ્તમ્ભોનાં પદો વધારી વિસ્તીર્ણ બનાવ્યો છે. આ મંડપના એક સ્તમ્ભના અપવાદ સિવાય આ મંદિરના તમામ સ્તમ્ભો સાદા છે. વલ્લીઓની ઊર્ધ્વપટ્ટિકાઓથી શોભાયમાન કરેલા આ સ્તમ્ભ(ચિત્ર ૯૦)ની અલંકારપ્રથા રાણકપુરનો ધરણવિહાર, વરકાણાનું પાર્શ્વનાથ ચૈત્ય અને મીરપુરના જિનાલયના મંડપના તેમ જ જેસલમેરના એ યુગનાં જિનમંદિરોના સ્તમ્ભોનાં સમાન્તર દષ્ટાંતોનું સ્મરણ કરાવે છે. ૧૫મી શતાબ્દીમાં રાજસ્થાનમાં આ પ્રકારના અલંકરણનો પ્રચાર થયો. ગુજરાતમાં શત્રુંજય પરના સવાસોમાના ૧૭મી સદીના ચતુર્મુખ પ્રાસાદના સ્તમ્ભો પર પણ આ પ્રથાનો પ્રભાવ દેખાઈ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130