Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ ૨૬ સોહી ઊંડે છે (ચિત્ર ૫૮). તો ડાબી બાજુના ખત્તક પર તેમ જ દ્વાર ઉપરના ભાગની, છીપલીમાંથી સર્જી દીધી હોય તેવી, ઉત્ક્ષિપ્ત લૂમાઓના સંયોજનથી સર્જાતી બે છતો ચંદરવા સમી શોભાયમાન લાગે છે (ચિત્ર ૫૯, ૬૦). દેલવાડાનાં દેરાં પણ આયોજનની દૃષ્ટિએ તો અપૂર્વ જ કહેવી પડે તેવી તો છે, છચોકીની વચ્ચેની સોપાનમાલા પર ચડતાં તેની બરોબર ઉપર જ આવી રહેલી કમલોદ્ભવ પ્રકારની લંબચોરસ છત. એક નીચે બીજા એમ કુલ ત્રણ લકબંધો પર લૂમાઓની પંક્તિબંધ વ્યવસ્થાથી નિયોજિત આ વિતાનના ઉદરમાંથી નાભિકમલ શી મૃદુલ ચતુરમ્ર પદ્મશિલા ઊગમ પામી રહી છે (ચિત્ર ૫૫). પ્રભાસપાટણમાં મંત્રી તેજપાલે જ બંધાવેલ આદિનાથના મંદિરની છત (હાલ ત્યાં જુમામસ્જિદની વચલી મહેરાબ ઉપર) અને ત્યાર બાદ ૧૫મા સૈકાના રાણકપુરના ધરણવિહારમાં દેખાતા એક દૃષ્ટાન્તને બાદ કરીએ તો આવા વિરલ સંઘાટની છત આજે તો કયાંયે જોવા મળતી નથી. (ચોરસાસ્કૃતિ લમ્બન કિંવા પદ્મશિલા ભાગ્યે જ જોવા મળે છે.) છચોકીની બાકી રહેતી ત્રણ છતો વિષે હવે જોઈએ. નરદમ હિમશિલામાંથી કોરી કાઢી હોય તેવી નાભિમંદારક જાતિની છત(ચિત્ર ૫૬)ના કોલના થરોનું પ્રાકટ્ય અને સંઘટનનું કેન્દ્રપ્રસારીપણું વિસ્મત કરી મૂકે તેવું છે. તો ચિત્ર પ૭માં અર્ધપારદર્શક વલિકાઓ સમી પત્તીઓનાં બે ચકકરો વચ્ચે વર્તુલ-વિન્યાસમાં ચકરાવો દેતા પોયણાઓ અને વચ્ચે બરફીલી કંડારક્રિયામાંથી નીપજી હોય તેવી સૂક્ષ્મતમ કંડારવાળી પદ્મશિલા સ્વિંગ કરી મૂકે છે. અને છેલ્લે ચિત્ર પ૮ની છતમાં લકપટ્ટીઓ પર કમલોની હારો, પછી વિકર્ણીમાં કીર્ત્તિમુખો અને વચ્ચે નાભિમંડલમાં બે કમલપત્તીઓના થરો વચ્ચે કમલપુષ્પોનું વર્તુળ, અને પછી કેન્દ્રમાં અર્કપુષ્પ(આકડાનાં ફૂલો)નાં છાંટણાંઓયુકત, કમલની ધારદાર પાંખડીઓના ગુનથી, કોઈ વિરાટ ઘટિકાયંત્રના બાલચક્ર જેવું જાળીદાર, ઊંડું ઊતરતું જતું કામ કેટલા ધૈર્ય અને કૌશલથી કર્યું હશે તે તો ત્યાં જ જોવાથી કલ્પી શકાય. છચોકીમાંથી ગૂઢમંડપમાં જતાં ત્યાં વાસ્તુકલાની દષ્ટિએ કશું ધ્યાન ખેંચે તેવું નથી. ગર્ભગૃહમાં મૂળનાયક જિન અરિષ્ટનેમિની પ્રતિમા તો છે, પણ મંત્રી તેજપાળે ખંભાતના શિલ્પીઓ પાસે કસોટીના પથ્થરની ઘડાવેલી મૂળ પ્રતિમા હતી તે આ નથી. ગૂઢમંડપને કોરણીયુકત સ્તમ્ભો અને વેદીબંધ-રાજસેન-કક્ષાસનાદિ સોહતાં ઉત્તર-દક્ષિણ ચોકીઆળાં કર્યાં છે (ચિત્ર ૬૫). (વિમલવસહીની જેમ અહીં પણ મૂલપ્રાસાદ અને ગૂઢમંડપ સાદા, ફ્રાંસનાયુકત, અને અસુંદર છે.) ફરીને રંગમંડપમાં આવીને તેના અને દક્ષિણ પટ્ટશાલાના સંધાન ભાગને અવલોકીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130