Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ ૨૦ વચ્ચે સરસ અણિયાળાં કોલની પદ્મશિલાથી શોભી ઊંડે છે. ચિત્ર ૩૧માં બતાવેલા વિતાનની વચ્ચેની પટ્ટિકાઓ, લૂમાઓ, અને પદ્મક સાથેનો ભાગ જેટલો ધ્યાન ખેંચે તેવો છે તેટલા જ પડખલાના ભારોટને તળિયે કંડારેલ કુડચલ વેલા, ચિત્ર ૩રમાં છતને ટેકવતા ભારોટની નીચેનું દર્શન ચોરસાઓમાં બેસાડેલાં કમળોથી ઉપાવ્યું છે : જ્યારે અંદર મોટી પણ પ્રમાણમાં છીછરી ત્રણ કોલયુક્ત પદ્મશિલા કરી છે; એના વિકર્ણીમાં કિન્નર યુગલો કંડાર્યા છે. ચિત્ર ૩૩ની છતમાં પણ ભારોટોના તળિયે પતંગાકાર ચોરસામાં કમલો કોર્યાં છે, અને વચલા મુખ્ય ભાગના વિકર્ણોમાં ગવાક્ષાકારોમાં ગન્ધર્વ યુગલો છે : જ્યારે અંદર ગજપીઠ, દાદરી, અશ્વથર, નૃત્યાન્વિત સ્ત્રી-પુરુષોની પટ્ટી, અને વચ્ચે ચંપકપુષ્પયુકત અણિયાળાં ત્રણ કોલવાળી કમનીય પદ્મશિલા બતાવી છે. ચિત્ર ૩૪માં પણ વિકર્ણના ખૂણાઓમાં કિન્નરયુગ્મો વચ્ચે એક કોલ, પછી ચંપકયુકત પાંચ લૂમાઓનું વર્તુલ, અને વચ્ચે નાનકડું લમ્બન કરી આ છતને નાભિ-પદ્મક-મંદારક જાતિની બનાવી છે. તો ચિત્ર ૩૫માં વળી ૧૧મી સદીમાં જોવા મળતી ઉત્ક્ષિપ્ત લૂમાઓના જોડાણથી સર્જાતી છત છે, જેમાં પ્રત્યેક લૂમાઓમાં કેન્દ્રભાગે પુષ્પકનો ઉદય થયો છે. (તીર્થંકરોના જન્મકલ્યાણક સરખા રૂપકો આલેખતી છતોમાંની આયોજનની દષ્ટિએ વિરલ અને શ્રેષ્ઠ કહી શકાય તેવી એક છત પણ આ ભમતીમાં છે. અહીં રૂપમૂર્તિઓને કેન્દ્રાભિસારી ચક્રાકાર વ્યૂહોમાં ગોઠવી, સ્થિતિ અને ગતિની સુરેખ અને સંતુલિત વ્યંજના પ્રગટાવી છે.) દેલવાડાનાં દેરાં ઉત્તરની પટ્ટશાલાના રંગમંડપ સાથેના જોડાણ ભાગમાં પણ કેટલીક સરસ છતો છે, જેમાંની એક ચિત્ર ૩૬માં પેશ કરીશું. અહીં પણ ગજથર, પર્ણસ્તર, નરપટ્ટી વગેરેનાં વર્તુળો દોરી વચ્ચે કાગળકટાઈ સરખું પદ્મકેસરયુકત લમ્બન કર્યું છે. પૂર્વ તરફ્ની પટ્ટશાલાની જમણી તરફ્ની પાંખ તરફ વળતાં તેમાં એક વચ્ચે કોલના ત્રણ થરો અને વચ્ચે કમલવાળી એક ઠસ્સાદાર છત (ચિત્ર ૩૯) તથા ગજતાલુઓમાં પુષ્પકો, નાગપાશ, નરપટ્ટી, અને છેલ્લે વચ્ચે અષ્ટલ્મા અને મંદારકવાળી નાભિ-પદ્મ-મંદારક જાતિની છત (ચિત્ર ૩૭) પણ દર્શનીય છે. ( ૨ ) લૂણવસહી વિમલવસહીની કલાયાત્રા અહીં પૂરી થાય છે અને હવે હસ્તિશાલાની ઉત્તરે થોડે અંતરે ધાર પર બીજું આરસનું મંદિર આવી રહેલું છે તે તરફ વળીએ. કાલક્રમમાં અહીંનાં મંદિરોમાં વિમલવસહી પછી આવતું આ પશ્ચિમાભિમુખ આરસી મંદિર અહીંના પ્રશસ્તિલેખ અનુસાર તેમ જ સમકાલીન અને પાછલા યુગના લેખકોના કથન મુજબ મહામાત્ય વસ્તુપાલના લઘુબંધુ તેજપાલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130