Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ દેલવાડાનાં દેરાં છત છે, તદન્તર્ગત ગજતાલુ પછી રૂપધારા, હંસપટ્ટી પછી કોલનો થર, અને તત્પશ્ચાત્ હિમકણની અતિ વિશાળ આકૃતિ સમું લમ્બન કોરેલું છે (ચિત્ર ર૧). તો બીજી એક અવનવા પ્રકારની નાભિચ્છન્દ છતના પડખાના ભારોટોના તળિયે કમલયન્ત્રો, હધ્રુિસકનું દશ્ય વગેરે કોરેલાં છે (ચિત્ર ૨૨). તો ત્રીજી વળી એનાથી પણ નવતર પ્રકાર દર્શાવી રહે છે (ચિત્ર ૨૩). અહીં પડખલાઓમાં ઊર્મિવેલનો શોભનકંડાર ઉપસાવ્યો છે. આ દક્ષિણ પટ્ટશાલાની કેટલીક છતોમાં પંચકલ્યાણક, મેઘરથ રાજાનું કથાનક, નેમિનાથ ચરિત્ર આદિ રૂપકો કોરેલાં છે. (આવી છતોનું કલાદષ્ટિએ મૂલ્ય ભૌમિતિક છતોને મુકાબલે ઓછું રહે છે.) ૧૯ પશ્ચિમ તરફની ભમતીની છતોની વિગતો જોતાં પહેલાં છેડાની દેવકુલિકાની પૂર્વકથિત બે પ્રાચીન અંબિકા મૂર્તિઓનું ધ્યાનપૂર્વક આકલન કરી લેવું જરૂરી છે, કેમ કે, તે બન્ને વિમલયુગની સુંદર કલાકૃતિઓ છે. પ્રથમ પ્રતિમા(ચિત્ર ૨૪)માં દેવી પાછળ રહેલી ચન્દ્રપ્રભાને ફરતી કિરણાવલી સમી ભાસતી પદ્મપટ્ટી દર્શાવી છે. દેવીએ ૧૦મી-૧૧મી શતકમાં દેખા દેતો ધમ્મિલ મુકુટ ધારણ કર્યો છે. એમના દક્ષિણ પાણિમાં ઊર્ધ્વગામી આમ્રલુમ્બિ છે, અને ડાબા અંકમાં પુત્ર શુભંકરને બેસાડ્યો છે. નીચે આસન પાસે બીજો પુત્ર દીપંકર ઊભો છે અને ડાબી બાજુ વાહનરૂપે સિંહ બેઠેલો છે. બીજી પ્રતિમા(ચિત્ર ૨૫)ની વિગતોમાં ફરક છે. અહીં પદ્મપ્રભાવલીમાં દેવીના શિર ઉપર જિન અરિષ્ટનેમિની ધ્યાનસ્થ પ્રતિમા બતાવી છે. ધમ્મિલ મુકુટની આંતરિક વ્યવસ્થા અને પટ્ટબન્ધાદિ પહેલી પ્રતિમામાં છે તેથી જુદી જાતનાં છે. જમણા હાથમાં આમ્રફળોનોનિમ્નગામી ગુચ્છ છે. અહીં શુભંકર-દીપંકરનાં સ્થાનકો તેમ જ મુદ્રાઓમાં થોડો ફરક છે. સિંહ પર દેવીનો વામ પાદ ટેકવેલો છે. આ પશ્ચિમની પટ્ટશાલા બબ્બે ચોકીઓને બદલે એક એક ચોકીના સંયોજનથી બનેલી હોઈ તેમાં સ્તમ્ભોની તથા છતોની સંખ્યા અર્ધી છે; અને તેમાં પણ નાવીન્ય ઓછું છે. પરંતુ ઉત્તર તરફ્ની ભમતી(ચિત્ર ૨૬)માં તો અનેક ભાતીગળ છતો કોરવામાં આવી છે. અહીં પશ્ચિમ ભમતીના સંધાનભાગે નાગદમન અને આગળ નૃસિંહાવતાર, કૃષ્ણની ગોપજનો સાથેની રંગલીલા, આદિ વૈષ્ણવી દશ્યો બતાવતી છતો છે, તો બીજી બાજુ કેટલીક છતો જૈન દેવતાઓ—શ્રુતદેવી, વૈરોટ્યા, અને મહાવિદ્યા વજ્રશૃંખલા (ચિત્ર ૩૦) સરખી મૂર્તિઓ ધરાવે છે. તો વળી એક છતમાં ચક્રેશ્વરી, રોહિણી, વજ્રશૃંખલા, અને પ્રજ્ઞપ્તિની ચાર પ્રતિમાઓને કર્ણસૂત્રે ગોઠવી, વચ્ચે નીલોત્પલનો આશ્રય કરી, સરસ રૂપવિન્યાસ ઉઠાવ્યો છે (ચિત્ર ર૯). અહીં પણ ભૌમિતિક પ્રકારની અનેક કલ્પનાશીલ છતો જોવા મળે છે. ચિત્ર ૨૭માં નવની સંખ્યામાં ઉત્ક્ષિપ્ત લૂમાઓ કરી પદ્મક જાતિનો વિતાન સર્જી દીધો છે; તો ચિત્ર ર૮ની છત છે તો છીછરી પણ અષ્ટ ભૂમાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130