Book Title: Kaladham Delwada Author(s): Shrutnidhi Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 7
________________ ૨ પ્રારંભકાળે વિવિધતીર્થકલ્પકાર જિનપ્રભસૂરિએ એની આખ્યાયિકાઓનો ‘અર્બુદગિરિકલ્પ’’ અંતર્ગત સંગ્રહ કર્યો છે. તે પછી તપાગચ્છીય યુગપ્રધાન આચાર્ય સોમસુંદરસૂરિએ ૧૫મા શતકના પ્રથમ ચરણમાં અર્બુદગિરિકલ્પની પદ્યબન્ધમાં રચના કરેલી છે. આબૂતીર્થના અધિનાયકોનો મહિમા ગાતા પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં ભુવનસુન્દરસૂરિ આદિનાં કેટલાંક સ્તોત્રો અને યાત્રિક મુનિઓ દ્વારા થોડીક ચૈત્યપરિવાટીઓની પણ રચના ૧૪-૧૫મા સૈકામાં થયેલી છે. અર્બુદની એ પુણ્યભૂમિની પરિક્રમા તો સંતોએ ને ભકતોએ કરી છે. આચાર્યો અને મુનિઓ, મહાન્ નૃપતિઓ, મંત્રીઓ, દંડનાયકો, અને ધર્મનિષ્ઠ શ્રેષ્ઠીઓ, તેમ જ અગણિત શ્રદ્ધાળુઓએ એને વંદના દીધી છે. અહીં જ નગરાજ અર્બુદ, ભગવતી અર્બુદા, અચલેશ્વર વિભુ, કુમારીમાતા શ્રીમાતા, અને જિનેશ્વર દેવોનાં આસનો મંડાયાં છે. એની ભૂગોળના અવિચલ ઘાટ પર ઇતિહાસનાં પરિબળો અફળાયાં છે ને વિરમી ગયાં છે. પ્રતીહાર અને પરમાર, ચાહમાન અને ચૌલુકયોની એ સમરભૂમિ, કર્મક્ષેત્ર : પુરાણકાર એ ચારેય રાજવંશોનો ઉદ્ભવ પણ અહીં જ, મહામુનિ વશિષ્ઠના યજ્ઞકુંડમાંથી બતાવે છે. પશ્ચિમ ભારતના મેરુદંડ સમા આ નગશ્રેષ્ઠ આબૂની પરિધિમાં ગુપ્તોત્તરકાલ અને મધ્યયુગમાં મહારાજ્યો સ્થપાયાં અને વિલોપાયાં : મહાન્ નગરીઓ સર્જાઈ અને ધરાશાયી બની : આરસની શિલાઓમાંથી અનેક દેવાલયો પ્રગટ થયાં અને ખંડેર બન્યાં. દેલવાડાનાં દેરાં એ શૈલરાજની વાયવ્યે અને નૈઋત્યે કુત્સપુર (કુસમા), બ્રહ્માણપુર (વરમાણ) અને થારાપદ્ર (થરાદ), પશ્ચિમે સત્યપુર (સાંચોર) અને ભિલ્લમાલ (ભિનમાલ), અને થોડા વિશેષ અંતરે વાયવ્યે જાબાલિપુર(જાલોર)નાં પુરાતન નગરો વસેલાં. વરમાણમાં બ્રહ્માણસ્વામી સૂર્ય અને જિન મહાવીરનાં અલંકૃત મંદિરો નવમા શતકના ઉત્તરાર્ધમાં બંધાયેલાં. જૈનોના એક પ્રસિદ્ધ ગચ્છ—બ્રહ્માણગચ્છનું ઉદ્ભવસ્થાન પણ આ વરમાણ. ચંદ્રકુળના વટેશ્વરસૂરિએ આઠમા શતકના પ્રારંભે થરાદમાં ચૈત્યવાસી થારાપદ્રીયગચ્છનું પ્રવર્તન કર્યું. લગભગ એ સમયમાં ભગવાન ઋષભદેવનું ત્યાં મંદિર બંધાયેલું. ગૂર્જરેશ્વર કુમારપાલે ત્યાં કુમારવિહાર બંધાવેલો. વસ્તુપાલના લઘુબંધુ તેજપાલે પણ ત્યાં એક જિનચૈત્ય કરાવેલું. પ્રાચીન સાંચોર—સત્યપુર—પણ જૈનોનું એક મહાન્ તીર્થ હતું. પ્રતીહાર યુગના પ્રારંભે સ્થપાયેલા સત્યપુરમંડન મહાવીરનો મહિમા મધ્યયુગમાં બહુ મોટો હતો. અવંતિપતિ ભોજના કવિ ધનપાલે એ ‘સચ્ચઉરી વીર’ની પ્રતિમાના પ્રશાંત સૌંદર્યની ખૂબ પ્રશંસા કરી છે. સત્યપુરાવતાર-વીરનાં મહિમાસ્વરૂપ મંદિરો મંત્રીશ્વર વસ્તુપાલે સ્તંભતીર્થ, શત્રુંજય, અને ગિરનાર પર બંધાવેલાં. તો ભિન્નમાલ—શ્રીમાલ—તો હતું ગૂર્જરત્રાનું સંસ્કારકેન્દ્ર. સાતમા સૈકામાં અહીં ચાપવંશી રાજાઓનું શાસન હતું. મહાકવિ માઘ અને ખગોળવેત્તા બ્રહ્મગુપ્તની એ જન્મભૂમિ. ગૂર્જરપ્રતીહારોની આરંભકાળની કારકિર્દીનું એ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 130