Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ ૧૦ લઈ જવાનું હજી એ કાળે સુલભ નહીં બન્યું હોય; એથી જ તો કદાચ સ્થાનિક કાળા પથ્થરથી ચલાવી લેવું પડ્યું હોય; જ્યારે આરસી રૂપકામના કરેલા નાના ટુકડાઓ ચંદ્રાવતીથી ઉપર લાવી લગાવ્યા હોય, કે પછી આરાસણની ખાણમાંથી નાના આરસના ખંડો ઉપર લઈ જઈ એના ઉપર ચંદ્રાવતીના શિલ્પીઓએ ત્યાં બેસીને રૂપ ઘડ્યાં હોય. દેલવાડાનાં દેરાં આજના સમયે વિમલે કરાવેલો કેટલો ભાગ હજુ કાયમ રહ્યો છે તે જોવા જઈએ તો કાળા પથ્થરનો મૂલપ્રાસાદ નિશ્ચયતયા એ કાળનો જ છે તેમ એની શૈલી પરથી જણાઈ આવે છે. એનું તળ તેમ જ ઘાટડાં સાદાં છે; ઉપરના ભાગે શિખર કરવાને બદલે ભૂમિકાયુકત, ઘંટાવિભૂષિત સાદી ફ્રાંસના (તરસટ) કરી છે. નાગર શિખર અહીં ન હોવાના કારણમાં એક અનુમાન એવું રજૂ કરવામાં આવ્યું છે કે, ધરતીકંપથી બચાવવા આમ કર્યું હશે. આ તર્કને અલબત્ત સમર્થન સાંપડી શકતું નથી. આબૂમાં એવા ભૂકંપના આંચકાઓ લાગતા હોય તો અત્યારે આ મંદિરો ઊભાં રહ્યાં ન હોત કે ઘણું નુકસાન પહોંચી ગયું હોત. બીજી બાજુ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ૧૧મી શતાબ્દીના ખેડબ્રહ્માના અંબિકા અને બ્રહ્માનાં દેવાલયો તેમ જ સિદ્ધપુર પાસેના કામળી ગામના બ્રહ્માણીમાતાના મંદિર અને વાલમના એક મંદિર પર પણ શિખરને બદલે લગભગ આવી જ ફ્રાંસના કરી છે. આ પ્રમાણો લક્ષમાં લેતાં લાગે છે કે, શિખરને બદલે ફ્રાંસના કરવાનો હેતુ કદાચ કરકસરનો હોઈ શકે. બીજી ભ્રમમૂલક માન્યતા એ છે કે, વિમલવસહીનો મૂલપ્રાસાદ પ્રમાણમાં નિરલંકૃત હોઈ એને ૧૪મી શતાબ્દીના જીર્ણોદ્ધાર સમયનો ગણી કાઢવામાં આવ્યો છે. એને માટે એવી દલીલ કરવામાં આવી છે કે, બાકીનો બધો જ આરસનો સુશોભિત ભાગ કરાવનાર વિમલમંત્રી મૂલપ્રાસાદને જ શા માટે સાદું રાખી દે ! પણ આગળ જોઈશું તેમ આરસના તમામ ભાગો પ્રમાણમાં પાછળના યુગના છે; અને મૂલપ્રાસાદ નિરાભરણ હોવા છતાં એની શૈલી ૧૪મી શતાબ્દીની નહીં પણ સ્પષ્ટતયા ૧૧મા સૈકાની જ છે. મુંગથલા, ઝાડોલી, અને નાડલાઈ(પાર્શ્વનાથ)ના સમકાલીન મંદિરોના મૂલગભારા પણ આવા જ, સાદા પ્રકારના કરેલા છે. એટલું જ નહીં પણ અહીં તો ત્રણે ભદ્રના ગોખલાઓની આરસની, વિમલના સમયની અસલી, સુંદર, અને સપરિકર જિનપ્રતિમાઓ હજુ પણ એના મૂલસ્થાને પ્રતિષ્ઠિત છે. એ પરિકરના અત્યંત ઘાટીલાં, લલિતભંગી વાહિકો અને અન્ય વિગતો ૧૧મા શતકના પૂર્વાર્ધનાં તમામ લક્ષણો બતાવતાં હોઈ નિ:શંક એ ઈ સ ૧૦૩૨, એટલે કે મંદિરની પ્રતિષ્ઠાના સમયના જ ગણવા જોઈએ. એટલે મૂલપ્રાસાદ વિમલમંત્રીના સમયનો જ છે એમાં શંકાને સ્થાન નથી. પ્રાસાદની અંદર ગર્ભગૃહની દ્વારશાખા અલબત્ત પ્રાચીન નથી તેમ જ શ્વેત આરસની મૂલનાયકની પ્રતિમા પણ ઈ સ ૧૩૨૨ના જીર્ણોદ્વાર સમયની છે. સદ્ભાગ્યે વિમલમંત્રીએ પ્રતિષ્ઠા કરાવેલી અસલી પ્રતિમા ભમતીના નૈઋત્ય ખૂણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130