Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ દેલવાડાનાં દેરાં ચામરને લલિતરીત્યા ગ્રહણ કરતી, જંઘા પર મૃદુતાથી સ્પર્શતી કટિસૂત્રની મુક્તાદામો, અને રત્નખચિત કેયૂર, હાર, અને હીણમાલાથી શોભતી, શાંત રૂપમાધુરી રેલાવતાં માર્દવભર્યા વિશાળ મુખને એક બાજુ વક્રભંગ કરી ઊભેલી એ ચામરધારિણી મંત્રીશ્વર વિમલના સમયનું (કે તેમના પછી થોડાં વર્ષો બાદનું) અવશિષ્ટ રહેલું એક ઉત્તમ કલારત્ન છે. (આ સુંદર પ્રતિમાને સુરક્ષા અર્થે અન્યત્ર ખસેડવામાં આવી છે.) તોરણ પાછળના એ જ સમયના દ્વારપાલો (ચિત્ર ૧) પણ સુધાસિંચિત ન હોત તો પોતાની અંગભંગિમાને વધારે સ્પષ્ટ રીતે બતાવી શકયા હોત. હસ્તિશાળાની અંદર જતાં સામે જ વિમલમંત્રીની લેખ વિનાની અશ્વારૂઢ છત્રધારી મૂર્તિ છે. એ પ્રતિમા વિમલના સમયની નથી જ પણ બહુ મોડેની છે. આ ઉપરાંત અહીં આરસના દશ હાથીઓ ગોઠવેલા છે. એમાંના સાત તો મંત્રી પૃથ્વીપાલે સં૧૨૦૪ | ઈ. સ. ૧૧૪૮માં પોતાના અને છ પૂર્વજો (નીના, લહર, વીર, નેત્ર, ધવલ, અને આણંદ) માટે કરાવેલા છે. બે હાથીઓ એમના પુત્ર ધનપાલે સં૧૨૩૭ / ઈ. સ. ૧૧૮૧માં ઉમેરેલા છે. છેલ્લા નવમા હાથીનો લેખ નષ્ટ થઈ ચૂકયો છે. ગુજારૂઢ મૂર્તિઓમાંની ઘણીખરીનો નાશ થયો છે. હસ્તિશાળાની વચ્ચે મંત્રી ધાધુ, સં. ૧૨૨૨ | ઈસ. ૧૧૬૬માં કરાવેલ આરસનું આદિનાથનું સમવસરણ ગોઠવેલું છે. અહીંની એક નાભિચ્છન્દ પ્રકારની કાળા પથ્થરની છત ચિત્ર રમાં રજૂ કરી છે. આ હસ્તિશાળાના રચનાકાળનો પણ એક જબરો કોયડો ઉપસ્થિત થયો છે. આચાર્ય હરિભદ્રસૂરિની અગાઉ નિર્દેશિતબકૃતિઓ ઉપરાંત ચંદપ્યહચરિય (ચંદ્રપ્રભચરિત્ર)ની પ્રાકૃતભાષાની પ્રશસ્તિમાં પૃથ્વીપાલે કરાવેલી પૂર્વજ પુરુષો સહિત સાત ગજારૂઢ મૂર્તિઓના ઉલ્લેખ તરફ દા. ઉમાકાંત શાહે ધ્યાન દોરેલું; પણ પ્રસ્તુત પ્રશસ્તિમાં તેના સ્થાન નિર્દેશ હોવા છતાં હસ્તિશાળા કરાવી હોવાનું તદ્દન સ્પષ્ટ કહ્યું નથી. એટલે આ ઈમારત પૃથ્વીપાલે કરાવી નથી જ; પણ સમવસરણના ઈ. સ. ૧૧૬૬ જેટલા જૂના લેખમાં તો એને હસ્તિશાળા કહી જ છે એટલે પૃથ્વીપાલે એના સમયના સાત હાથીઓ અત્યારે છે ત્યાં જ મુકાવ્યા હોવાનો સંભવ છે અને એ કાળથી આ રચના હસ્તિશાળા તરીકે પ્રસિદ્ધિમાં આવી હશે : પરંતુ મૂળે આ સંરચના વિમલવસતિકાના સામેના ભાગમાં યાત્રિકોને વિશ્રામ કરવા માટે “આસ્થાનમંડપ” રૂપે કાં તો વિમલે, કે પછી તેના અનુગામી ચાહિબ્રે, કરાવી હોય. વલાનકમાં હસ્તિશાળાની પશ્ચિમ ભીંતને અડીને કેટલીક રસપ્રદ પ્રતિમાઓ ગોઠવી છે. તેમાં એક છે ઈ. સ. ૧૧૭૦માં મહામાત્ય કપર્દિએ કરાવેલી પોતાના માતાપિતાની આરાધકમૂર્તિ : કપર્દિ કુમારપાલના મંત્રી હતા : કુમારપાલના અનુગામી રાજા અજયપાલે એમનો ક્રૂરતાપૂર્વક ઘાત કરાવેલો. સલેખ, પણ મિતિ વગરની બીજી પ્રતિમા પહેલીની બાજુમાં સ્તંભને ટેકણ કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130