Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ દેલવાડાનાં દેરાં મહત્ત્વનું મધ્યબિંદુ. મહાકવિ વાચક હરિગુપ્તના પ્રશિષ્ય શિવચન્દ્ર મહત્તરે અહીં સાતમી શતીમાં સ્થિરવાસ કરેલો. નિવૃતિકુલના મહાન વિદ્વાન સિદ્ધર્ષિની એ સારસ્વત ભૂમિ. ગુજરાતને સમૃદ્ધ બનાવનાર, એને મહત્તાની ટોચ પર મૂકનાર, મહાપુરુષાથ શ્રીમાળી વણિકોની એ ગંગોત્રી. શ્રીમાલી બ્રાહ્મણો પણ અહીંના જ. શ્રીદેવતા અને જગસ્વામીનાં અહીં મહિમ્ન મંદિરો હતાં. તો ભગવાન મહાવીર અને અહંતુ પાર્શ્વનાથનાં પણ અહીં પ્રાચીન, પ્રસિદ્ધ જિનમંદિરો પણ હતાં. મધ્યયુગમાં રચાયેલ શ્રીમાલપુરાણ એ સંસ્કારનગરની ભાતીગળ કથાઓ કહી જાય છે. પ્રતીહારો પછી પરમાર, અને ત્યારબાદ ચાહમાનોના હાથમાં જનાર એ નગર મુસ્લિમ સહિત અનેક આક્રમણોને ભોગ બનેલું ને જાલોરનું તો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસમાં આગવું સ્થાન રહ્યું છે. એ જાબાલિપુરના કાંચનગિરિગઢ પર પ્રતીહાર રાજા નાગભટ્ટ પ્રથમના સમયમાં ‘યક્ષવસતી' નામથી પરિચિત મહાવીરનું દેવાલય ઈસ્વી ૭૫૦ના અરસામાં બંધાયેલું. ઉદ્યોતનસૂરિએ પોતાના ગુરુ વીરાચાર્ય અહીં નિર્માણ કરાવેલ આદીશ્વરના અષ્ટાપદ પ્રાસાદમાં પ્રસિદ્ધ પ્રાકૃત ગ્રંથ “કુવલયમાલા'ની સં. ૮૩૫ | ઈ. સ. ૭૭૯માં સમાપ્તિ કરેલી. પરમાર રાજા ચંદનરાજે અહીં દશમા શતકના અંતે ચંદનવિહાર' નામક જિનાલયનું નિર્માણ કરાવેલું. ચૌલુકયાધિપ કુમારપાલે ઈસ. ૧૧૬૫માં અહીં કાંચનગિરિ પર પાર્શ્વનાથચૈત્ય–કુમાર વિહાર–ની માંગણી કરાવેલી. અહીં પણ ભિલ્લમાલ જેવી જ સત્તા-બદલીઓની ઐતિહાસિક ઘટનાઓ બની છે. આ સારોયે પ્રદેશ મરુમંડલ (મારવાડ) સાથે સંકળાયેલો છે. (એનો અંતર્ભાવ કેટલીક વાર મારવાડમાં કરી લેવામાં આવે છે.) શુદ્ધ ભરૂમંડલની પ્રાચીન નગરીઓ–ઉકેશ (ઓસિઆં), માંડવ્યપુર (મંડોર), મેદાન્તક (મેડતા), નાગપુર (નાગોર), કિર્કિંધ (કેન્કિંદ), ખેટક (ખેડ), કિરાતકૂપ (કિરાડુ) ને ચોટણ સાથે અબ્દનો પ્રગાઢ સાંસ્કૃતિક સંબંધ. અબ્દની ઉત્તરે દિયવર (દિયાણા), નંદિગ્રામ (નાદિયા), અને ઈશાનમાં નાણક (નાણા)માં ભગવાન જીવંતસ્વામી મહાવીરનાં પુરાતન મંદિરો આજ પણ થોડાં થોડાં પરિવર્તનો સાથે ઊભાં છે. નંદીયક ચૈત્યની સાતમા શતકના અંત ભાગની મૂલનાયકની પ્રતિમા તો મહાગૂર્જર કલાના શ્રેષ્ઠ નમૂનાઓમાંની એક ગણાય છે ને નાણા તો હતુંનાણકીય કે નાણાવાલ ગચ્છનું પ્રભવસ્થાન. નાણાથીયે દૂર ઈશાનમાં શાકંભરીના ચાહમાનોની એક શાખાએ દશમી સદીના મધ્ય ભાગે નવીન રાજ્ય સ્થાપી, નડડૂલ (નાડોલ) અને નડડૂલગિકા(નાડલાઈ)ની દેવાલયમંડિત તેમ જ વાપીઓથી વિભૂષિત ભવ્યનગરીઓનાં સર્જન કરેલાં. સપાદલક્ષ પ્રદેશનો ત્રિભેટો પણ અહીંથી જ શરૂ થાય છે. આબૂની પૂર્વ દિશામાં પણ એક અગત્યનું નગર વસ્યું હતું. ભિલ્લમાલ જ્યારે ચાપયુગમાં ઉન્નતિને શિખરે હતું ત્યારે અહીં તેના સહોદર સમું વટપુર કે વટસ્થાનકર (વસંતગઢ) પણ સમૃદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 130