Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ દેલવાડાનાં દેરાં અબ્દની દક્ષિણે હતું ચાપોત્કટો–ચાવડાઓ—એ ઈ. સ. ૮૮૦ના અરસામાં સ્થાપેલ સારસ્વત મંડલ અને તેની ગરવી રાજધાની અણહિલ્લપાટક કે શ્રીપત્તન જ્યાં દશમા શતકના મધ્ય ભાગથી ચૌલુક્યો-સોલંકીઓની આણ વતી. પુરાતન આનર્ત દેશનો એ હતો એક ભૌગોલિક ખંડ. આનંદપુર (વડનગર) એનું પુરાણું વિદ્યાકેન્દ્ર. ચંદ્રાવતીનો આમ એક બાજુ ગુજરાત, ને કાટખૂણે મેદપાટ તેમ જ એથીયે દૂર માલવપ્રદેશ સાથે પણ ગાઢ સંપર્ક. મેવાડ ત્યારે અવંતિના આધિપત્ય નીચે હતું. | દશમા શતકમાં ચંદ્રાવતીમાં પરમાર અરણ્યરાજે અહીં પરમાર શાસનની સ્થાપના કરી. ૧૧મી શતાબ્દીના પ્રથમ ચરણના અંતે ગઝનીના સુલતાન મહમૂદ રાજસ્થાન અને ગુજરાતની ધરતી પર ઝંઝાનિલ સમો ઝપાટો મારી પાછો ફર્યો. એ સમયે અબ્દભંડલના પરમાર ધારા પતિને વશવર્તી રહે કે અણહિલપાટકના સામંતો બની રહે એ વાતની તીવ્ર સાઠમારી ચાલી રહી. અરણ્યરાજથી પાંચમા રાજવી ધંધુકરાજને પાટણનું વર્ચસ્વ ખપતું નહોતું. એનું બંડ શમાવવા ગૂર્જરપતિ મહારાજ ભીમદેવે વિમલ મંત્રીને સૈન્ય સાથે ચંદ્રાવતી મોકલ્યા. ધંધુકરાજ ભોજદેવનો આશ્રય લેવા ચિત્રકૂટ નાસ્યા. મહામના મંત્રીશ વિમલે રાજા ભીમદેવ અને ધંધુકરાજનું સમાધાન કરાવ્યું. ધંધુકરાજ ચંદ્રાવતી પાછા આવ્યા ને વિમલ ત્યાં દંડનાયક બની રહ્યા. લગભગ આ જ વર્ષોમાં, આ ઐતિહાસિક ઘટનાઓ અને સાંસ્કૃતિક પરિમંડલના પશ્ચાદ્ભૂમાં, દેલવાડાનાં મંદિરોના ઇતિહાસનો આરંભ થાય છે. (૨) જિનાલયો (૧) વિમલવસહી ઈસ્વીસનના નવમા સૈકાના અંતિમ પ્રહરમાં, શ્રીમાલકુલ અને પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના મંત્રીશ્વર વિમલના પૂર્વજ નિન્નય (નિન્નક) ભિલ્લમાલથી ગુજરાત આવી વસેલા. રાજા વનરાજ ચાવડાના એ સન્માન્ય પુરુષ. એમનો પુત્ર લહર દંડાધિપ પદે રહ્યો હતો. લહરના પુત્ર વીર મહત્તમ ચૌલુક્યરાજ મૂલરાજના મંત્રીમંડળમાં હતા. એમને હતા નેઢ, વિમલ, અને સંભવત: ચાહિબ્ર નામના ત્રણ પુત્રો. ૧૫મા-૧૬મા શતકમાં રચાયેલા જૈન પ્રબંધો કહે છે કે, રણશૂર વિમલને પૂર્વે કરેલાં યુદ્ધો નિમિત્તે સંચિત થયેલા પાપભારનું નિવારણ કરવા અભીપ્સા જાગી. યુદ્ધવીર વિમલ યુદ્ધખોર નહોતા. અમારિના જન્મજાત સંસ્કાર અંતે વિજયી બન્યા. વિદ્યાધરકુળના અને જાલિહરગચ્છના પ્રસિદ્ધ આચાર્ય સર્વદેવસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિએ પ્રાયશ્ચિત્ત રૂપે, અને વિશેષે. તો મનની સાંત્વના અર્થે વિમલને અબુદગિરિ પર જિનમંદિર નિર્માણ કરવાનો ઉપદેશ દીધો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 130