Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ દેલવાડાનાં દેરાં વિશાળ પટાંગણ અને એને પેલે પાર, ધાર પર સ્થિર થયેલા, દેલવાડા–મધ્યકાલીન દેઉલવાડાગ્રામ–નાં જિનમંદિરોના ઝૂમખાનું દર્શન થાય છે. દેલવાડા આમ તો સામાન્ય ગામડું છે; પણ અહીંનાં જૈન મંદિરોની કલાએ એને જગન્ના નકશા પર સ્થાન અપાવ્યું છે. ઢાળ ચઢી એ મંદિરની રક્ષપાલિકા, સિરોહીસંઘ સંચાલિત શેઠ કલ્યાણજી પરમાણંદજીની પેઢીને વટાવી સહેજ પશ્ચિમ તરફ જતાં જ દેવભૂમિમાં પ્રવેશી જવાય છે. અહીંથી સૌથી પહેલું આવતું જિન મહાવીરનું સાદું, નાનું, ઉત્તરાભિમુખ મંદિર તો પ્રમાણમાં આધુનિક છે; ઈ. સ. ૧૫૮૩ અને ૧૭૬૫ વચ્ચેના ગાળામાં કયારેક તે બંધાયું હોવાનાં પ્રમાણ છે. એની સામે રહેલા, લગભગ એ જ સમયમાં બંધાયેલા, વલાનક(પ્રવેશમંડપ)માં ઊભી નજર કરીએ તો પશ્ચિમ બાજુએ દેખાય છે વિમલવસહી અને પૂર્વ તરફ છે એની હસ્તિશાળા. (અર્ધખુલ્લો પ્રવેશમંડપ એ બન્ને રચનાઓને સંધાન રૂપે, વર્ષાદિ ઋતુઓમાં યાત્રીઓની રક્ષારૂપે, બંધાયેલો હશે.) બહારથી તો ન્યાતના વંડા જેવી નીરસતા ધરાવનાર આ વિમલવસહીના એના પ્રવેશદ્વારમાંથી એકાએક થતા ભીતરદર્શનની અદ્ભુતતા માટે તો કોઈ જ તૈયાર નથી હોતું. આ ચાક્ષુષ દર્શનના પ્રાય: અપાર્થિવ સૌંદર્ય પાસે વાંચેલી અને સાંભળેલી સૌ વાતો લઘુતા અનુભવી રહે છે. આરસનાં રૂપ અને નકશી ત્યાં સ્તભો, તોરણો, અને મહાવિતાનયુક્ત એના જાજવલ્યમાન રંગમંડપમાં મીઠો, શીતળ વાયુ સદેવ સંચરે છે : કેસર અને ચંદનનો પૂનિત પરિમલ હવામાં પરગમે છે : શિરને વીંટતું મુખવશ્વબંધન અને પીળાં ચીનાંશુકના ઉત્તરીયથી શોભતા પૂજાથીઓ ગમન-પ્રતિગમન કરતાં નજરે પડે છે : ગૂઢમંડપમાં સ્તવનોના મંજુઘોષ થઈ રહ્યા છે : વચ્ચે વચ્ચે મધુર ઘંટારવ રણકી જાય છે : ને ગર્ભગૃહમાં ઘીની સુવાસયુકત મંગલ દીપિકાઓ નિષ્કપ જલી રહી છે. વાતાવરણની એ દિવ્ય સ્પંદના ખરે જ સૌ કોઈને સ્પર્શી જાય છે. વિમલવસહી વાસ્તુશાસ્ત્રકારોએ પ્રબોધેલ જૈનમંદિરની રચનાનાં લગભગ તમામ અંગો ધરાવે છે : ગર્ભગૃહયુકત મૂલપ્રાસાદ, તેને જોડેલો ગૂઢમંડપ, તે પછી મુખમંડપ કે ત્રિક (નવચોકી), ત્યારબાદ રંગમંડપ, એ સૌ ફરતી પટ્ટશાલા ઉપરની ભ્રમન્તિકા(ભમતી)યુકત દેવકુલિકાઓ, અને છેલ્લે ઉપર કહ્યાં તે વલાનક તેમ જ હસ્તિશાલા. પુરાણા પૂર્ણાગ જૈનમંદિરની વિશિષ્ટ તલરચનાની ઉત્ક્રાન્તિ સમજવા જેવી છે. મૂલપ્રાસાદ સાથે વેદિકા અને કક્ષાસનવાળો અધખુલ્ફો રંગમંડપ જૈનમંદિરોને જોડવામાં આવતો નથી. એ લક્ષણ વિશેષ કરીને બ્રાહ્મણીય મંદિરોનું છે. જિનાલયોમાં એને બદલે ગૂઢમંડપ પ્રયોજવામાં આવે છે. ગૂઢમંડપ બ્રાહ્મણીય મંદિરોમાં ન થતા તેમ સમજવાનું નથી, પણ જૈનોએ ગૂઢમંડપને વિશેષ પસંદગી આપી છે. પરંતુ એ ગૂઢમંડપને જોડીને કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 130