Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ પ્રસ્તાવના શેઠ આણંદજી કલ્યાણજી તરફથી પ્રકાશિત શ્રી જૈન શ્વેતામ્બર તીર્થમંદિરોની પરિચય પુસ્તિકામાળાની પૂર્તિરૂપે કલાધામ દેલવાડા નામક પુસ્તિકા પ્રકાશિત થાય છે. સન ૧૯૬૩માં પ્રા. મધુસૂદન ઢાંકીએ દેલવાડાનાં દેરા' નામક એક સચિત્ર પુસ્તિકા કુમાર કાર્યાલય, અમદાવાદ તરફથી પ્રકાશિત કરવા કુમારના સંપાદક અને તંત્રી (સ્વ) શ્રી બચુભાઈ રાવતના અનુરોધથી તૈયારી કરેલી; પણ તે કેટલાંક અનિવાર્ય કારણોસર પ્રકટ થઈ શકેલી નહીં. અમારી ઉપરકથિત પરિચય પુસ્તકમાળામાં આબૂ-દેલવાડાનાં જિનાલયો વિષેની પણ સચિત્ર પુસ્તિકા એક પળે પ્રકાશિત કરવાની યોજના હતી જ; એટલે પછી તૈયાર જ પડેલી ઉપર્યુકત પુસ્તિકાના મુખ્ય મુસદ્દાને આવરી લઈ, વિશેષ ચિત્રો સાથે, તે અહીં પ્રકટ કરી રહ્યા છીએ. લેખકે એમના અગાઉના લખાણના મૂળ મુસદ્દાને ફરી એક વાર તપાસી, તેમાં થોડાક સુધારા-વધારા કર્યા છે; પરંતુ મૂળ વસ્તુ, વાકયો, અને એથી લેખન-શૈલી પ્રાય: યથાતથ રહેવા દીધાં છે. આબૂ-દેલવાડાનાં જગવિખ્યાત મંદિરો પર આમ તો કેટલુંક સાહિત્ય અંગ્રેજી એવં ગુજરાતી અને થોડુંક હિન્દીમાં પણ આ પૂર્વે પ્રકટ થઈ ચૂક્યું છે. પરંતુ આ પુસ્તિકાની વિશેષતા એ છે કે, તેમાં દંતકથાઓ અને મહિમાપરક અતિશયોક્તિથી પર રહી, મંદિરો અને તેમના નિર્માતાઓ તથા નિર્માણ સંબંધમાં વિશ્વસ્ત સાહિત્યિક સાધનો, અભિલેખો, તથા શિલ્પ-સ્થાપત્યનાં પ્રમાણોથી પ્રાપ્ત થતા યથાર્થવાદી ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં, તથા તે યુગોની ભૌગોલિક – ઐતિહાસિક - સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિકાને લક્ષમાં લઈને આ લેખન થયું છે. વિશેષમાં ૯૨ જેટલાં ચિત્રોના સંપુટથી સમૃદ્ધ સંદર્ભમાં મંદિરોની કલાનું આકલન તથા તેનાં સમાલોચનપૂર્વક અને સવિસ્તર વિવેચન અને રસદર્શન સમાવી લેવામાં આવ્યાં છે, તેમાં લેખકના પોતાના અગાઉ પ્રકાશિત થઈ ગયેલા લેખો અતિરિકત સ્વ. મુનિ જયન્તવિજયજી, સ્વ. મુનિ કલ્યાણવિજયજી, સ્વ. દા. ઉમાકાન્ત શાહ, આદિ લેખકોની શોધ-ફલશ્રુતિનો પણ ઉપયોગ કર્યો છે અહીં પ્રકટ કરેલાં મોટા ભાગનાં ચિત્રો વારાણસી સ્થિત American Institute of Indian | Studies ની ચિત્રકાશામાંથી પ્રાપ્ત થયાં છે, જે તેમના સહકાર અને સૌજન્યથી અહીં પ્રકટ થઈ રહ્યાં છે : જ્યારે કુલ ૧૭ ચિત્રો-ક્રમાંક ૧૧, ૧૭, ૩૬, ૪૦, ૪૯, પર, ૬૩, ૬૪, ૬૮, ૭૪, ૭૫, ૭, ૮૦, ૮૩, ૮૭, ૮૯, અને ૦–પ્રા. ઢાંકીના નિજી સંગ્રહમાંથી લેવાયેલાં છે. આમાંનાં કેટલાંક વિષયની દષ્ટિએ અદ્યાવધિ અપ્રકાશિત રહ્યાં હતાં. મૃતનિધિ અમદાવાદ ઈ. સ. ૧૯૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 130