________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ કક્કાવલિ સુધ ગ્રંથમાં એમજ લાગે છે કે જાણે ગુરૂદેવ એક, એક શબ્દને વેસ્ટર ડીસનેરી યા “વૃહત્ શબ્દકેષ’ની માફક જીણી નાંખવા માંગતા હોય તેમ અક્ષરના શબ્દોને વાક્યો છેડતાજ જાય છે. મગજમાં, હદયમાં અને કલમમાં કેવી દિવ્ય શક્તિ હશે કે આમ પંકિતઓની પંકિતઓ તાબેદાર દાસની માફક સ્મરતાંજ દોડી આવતી હશે?
કક્કાવલિમાં ગુરૂદેવની આળેખેલી પંક્તિઓ એટલી બધી ઉત્તમ છે કે અત્રે કઈ ટાંકવી ને કઈ રાખવી તે સમજાતું નથી. સ્થળ સંકોચનો ડર પણ રહે છે. છતાંયે ટુંકાણમાંજ હવે આપણે કને લઈશું.
કર્મને જીતતાં કક્કો ભણીએ, સમજે એવું ચિત મેગાર. કક્કા કર્મ વિપાકે ભગવ, સમભાવે મુક્તિ નિર્ધાર,
શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે સાચે કક્કો વિદ્યાગુરૂ ભણાવે છે તે નહિ, પણ ધર્મગુરુ ભણાવે છે તેજ હોઈ શકે. જે કક્કો ભણતાં જન્મ મરણ ટળે, આત્માનું ભાન થાય અને તે ભણ્યા પછી કાંઈ ભણવાનું જ ન રહે તેનું જ નામ કક્કો ! આ કક્કો ભણનારને ખાત્રીથી કહી શકાય કે બીજું ભણવાનું નજ રહે.
કર્મને જીતવા એ મહા મુશ્કેલ છે. કર્મને જીતવાની કળા આવડે પછી તેને શું બાકી રહે ? ગુરૂશ્રી કહે છે કે “ કર્મને જીતતાં કક્કો ભણીઓ" કર્મને છતાય ત્યારેજ કક્કો ભણી ગણાય. આ કક્કો ગુરૂ સિવાય કેણુ ભણાવે? રાગ દ્વેષનો ત્યાગ–આત્મજ્ઞાનની પ્રાપ્તિ, હેય ય ઉપાદેયની વિવેક બુદ્ધિ પુગલ અને આત્માની ઓળખ ને વહેચણ, ન નિક્ષેપાપક્ષ પ્રમાણ, સપ્તભંગી આદિનું સ્વાનુભવ પૂર્વક પિછાન થયા સિવાય કર્મને જીતતાં ન આવડે. એ આવડેથી કક્કો ભણ્યા ગણાય. આ કક્કો એટલે મુકિત પ્રાપ્તિનું સાધન.! આ કક્કો ભણવા ગુરૂશ્રીએ કક્કાવલી લખી! તેઓશ્રીનો કેટલો ઉપકાર ! આવી કક્કાવલી હમને સ્મરણ નથી કે કોઈએ લખી છે. સંસારીયાને માટે સાંસારિક વ્યવહારિક જ્ઞાન આત્મજ્ઞાનીઓ માટે ઉચ્ચ પ્રકારનું આધ્યાત્મિક-જ્ઞાન, સાધુઓ માટે તેમના આચાર તથા કર્તવ્યનું જ્ઞાન, યોગિઓ માટે યોગસાધનાનાં સુવર્ણ સૂત્રો, રાજા પ્રજાના ધર્મ, પાશ્ચાત્ય દેશની પણ સ્થિતિનાં દિગદર્શન તથા આ પ્રજા સાથે તૂલના, ઈતિહાસનાં આલેખન, અધિકારીઓ, માતાપિતા, પતિ પત્નિ, પુત્ર પુત્રિઓ, રાજાઓ, ધર્મગુરૂઓ આદિતમામના ધર્મનું સવિસ્તર જ્ઞાન આટલી સાદી છતાં ગંભીર ભાવવાહી ભાષામાં–કાવ્યમાં–આપી દઈ જાણે ગુરૂશ્રા વાંચકને ઉપદેશામૃતને છલોછલ ભરેલે પાલે પાઈ દે છે-વિશ્વને અમલી ભેટ આપે છે. ઓહ ઉપકારી પુરૂષોની દયાદષ્ટિ –નમન ! વંદન !
For Private And Personal Use Only