________________
૨. પૂર્વદ્ધારના નક્ષત્રોમાં અગ્નિ ખૂણો ગમન કરવા માટે યોગ્ય છે. દક્ષિણ દ્વાર માટે નૈઋત્ય ખુણો અને પશ્ચિમ દ્વાર માટે - વાયવ્ય ખુણો તથા ઉત્તર દ્વાર માટે ઈશાન ખુણો ગમન કરવા માટે યોગ્ય છે.
પ્રવેશ માટે ૧, નક્ષત્રો: હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાધા, ઉત્તરકાશૂન, ઉત્તરાષાઢા, ઉત્તરભાદ્રપદ, રેવતી, મૃગશિર આટલા
નક્ષત્રો શુભ છે... પ્રયાણના દિવસથી નવમો દિવસ (તિથિ) નવમો વાર, નવમું નક્ષત્ર અને નવમું વર્ષ પ્રવેશમાં વર્ષ છે તેમજ મંગળ, અશ્વિનીથી થતો અમૃતસિદ્ધિ યોગ પણ પ્રવેશમાં વર્ષ છે. આસિવાય જે જે બાબતો પ્રવેશમાં જોવાની છે તે તે બાબતો પ્રમાણમાં પણ જોવાની છે.
પ્રસ્થાન માટે ૧. તિથિ : નક્ષત્ર, ક્ષણ, લગ્ન અને ચંદ્રબલ ગ્રહણ કરીને પોતાના ઘરથી ૪૦ હાથ ઉપર અને ૫૦૦ હાથથી અંદર (અન્ય
૨૦૦ હાથ) પ્રસ્તાન સ્થાપવું.
રાજા અને આચાર્યને ૧૦ દિવસ, માંડલિકને ૭ દિવસ અને અન્ય સામાન્ય લોકને ૫ દિવસ પ્રસ્થાન રહે છે... ૨. શ્રવણમાં પ્રસ્થાન કર્યું હોય તો તે જ દિવસે પ્રયાણ કરવું. ધનિષ્ઠા-પુષ્ય કે રેવતીમાં કર્યું હોય તો બીજે દિવસે પ્રયાણ
કરવું. અનુરાધા કે મૃગશિરમાં ત્રીજે દિવસે અને હસ્તમાં ચૌથે દિવસે પ્રયાણ કરવું તેમ જ અશ્વિનીમાં કર્યું હોય તો
૫ મે દિવસે પ્રયાણ કરવું જોઈએ, ૩. યાત્રામાં જે તિથી, વાર, નક્ષત્ર કહ્યાં છે તે જ પ્રસ્થાનમાં જાણવા. પ્રસ્થાનમાં પુસ્તક, શ્વેત વસ્ત્ર તથા અક્ષયમાલા મૂકાય છે અને પ્રયાણ કરનારે જ તે જગ્યાએ જઈને પ્રસ્થાન કરવું જોઈએ.
પ્રયાણ - પ્રવેશમાં સૂર્યનાડી-ચંદ્રનાડી અને શુકન સંબંધી નાડી : ૧. ડાબી નાડીને ચન્દ્રનાડી અને જમણી નાખીને સૂર્યનાડી તથા બન્ને સમાન ચાલતી હોય તો સુમણાનાડી કહેવાય છે.. ૨. ડાબી નાડી ચાલતી હોય તો ડાબું પગલું અને જમણી નાડી ચાલતી હોય તો જમણું પગલું આગળ કરીને ચાલવું... ૩. પ્રાણવાયુ નાસિકામાં પ્રવેશ કરતો હોય ત્યારે પ્રયાણ કરવું પરંતુ નીકળતો હોય ત્યારે પ્રયાણ કરવું નહિ. ૪. દૂર દેશમાં ગમન કરવું હોય તો ચન્દ્રનાડી અને સમીપ દેશમાં ગમન કરવું હોય તો સૂર્યનાડીને આગળ કરીને ચાલવું... ૫. જમણી નાડીમાં વાયુ પ્રવેશ કરતો હોય ત્યારે વિષમ પગલે (૧, ૩, ૫, ૭, ૯) ચાલવું અને ડાબી નાડી પ્રાણવાયુવડે
પૂર્ણ થઈ હોય ત્યારે સમ ૫ગલે (૨, ૪, ૬, ૮, ૧૦) ચાલવું અને તે વખતે પૂર્વ તથા ઉત્તર તરફ જવું નહીં... ૬. આ પ્રમાણે પ્રાણવાયુ વિ. ની શુદ્ધિ હોય ત્યારે શ્રી જિનેશ્વર દેવની પ્રદક્ષિણા કરીને જવાથી વિશેષ કરીને સર્વ કાર્યની
સિદ્ધિ થાય છે... ૭. પ્રયાણમાં કહેવાથી પ્રવેશમાં પણ આ વિધિ જાણવો. ૮. જીતવાની ઈચ્છાવાળાએ શત્રુ આદિને રિત નાડી તરફ રાખવો અને કાર્યસિદ્ધિની ઇચ્છાવાળાએ પોતાના ઇષ્ટ
આપનારાઓને પોતાની પૂર્ણનાડી તરફ રાખવા... ૯. ગમન આદિ સઘળાં કાર્યોમાં સૂર્યને જમણી બાજુ અથવા તો પછવાડે રાખવો જોઈએ... ૧૦. પ્રશ્નકાર આદિ પોતાની જે નાડી તરફ હોય તે નાડી રિક્ત કે પૂર્ણ હોય તે મુજબ ફલાદેશ સમજવો...
શકુળ સંબંધી ૧. માંગલિક કાર્યની તૈયારી વખતે જન્મ મરણના સૂતક પૂર્ણ થયા વિના, તુવંતી ભાર્યા હોય ત્યારે, પૂજ્ય પુરૂષોની
અવગણના કરીને સ્ત્રીની તર્જના કરીને, કોઈને પણ તાડન કરીને તથા બાલકને રોવડાવીને ગમન કરવું નહિ તેમજ
માંગલિક કાર્ય કરવા નહિ... ૨. ઉન્મત્ત થયેલા, વ્યાધિગ્રસ્ત, ભય પામેલા, થાકી ગયેલા, ક્રોધ પામેલાં, ભૂખ્યા થયેલાં નપુંસક વેષને ધારણ કરેલા
પુરૂષે પ્રયાણ કરવું નહિ... ૩. રાત્રે મૈથુન સેવીને પ્રયાણ કરવું નહિ. પ્રયાણના અવસરે મિથુન સેવે છે તથા પ્રસ્થાન કરેલા ઘેર જઈને પાછો આવે
છે તેને કાર્યસિદ્ધિ થતી નથી...
(૪૩)