Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 100
________________ ૭ માં સ્થાનમાં વૃષભ અને કર્ક આ રાશિનો ચંદ્ર ન હોય અને શનિથી દોષિત હોય તો સ્ત્રીસુખનો અભાવ, પુનર્વિવાહી સ્ત્રીથી લગ્ન કરાવે. વ્યયમાં અશુભ શનિ અને અષ્ટમમાં બલહીન ચંદ્ર હોય તો અત્યંત બુદ્ધિહીન. શનિ અને ચંદ્ર બંન્ને દુર્બળ હોય તો બુદ્ધિહીન જાતક બને છે. ચંદ્રથી થતા રોગઃ ફીટ, ગંડમાળ, પાગલપણું, ઉન્માદ, ખાંસી, કરમીયા થવા, આમ, ફેફસા બગડવા, અગ્નિમાંદ્ય, દમ, ગળાના, રોગો, શારીપર ગાંઠો થવી, આંખ દુ:ખવી, માસિક પાળીના વિકાર, પક્ષઘાત, મધુમેહ, જલોદર, વીટામીન બી નો અભાવ. ચંદ્રથી થતાં રાજયોગ અને અનિષ્ઠ યોગ સુનફા: ચંદ્રથી બીજામાં રવિ શિવાયના ગ્રહ હોય તો આ યોગ બને છે. ફલીત : સ્વકઝાર્જિત ધન, બુદ્ધિમાન, શ્રીમંત, ઉત્તમ કિર્તિ, પાપગ્રહ હોય તો ફળ ઓછું મળે. અનાફા યોગ : ચંદ્રથી ૧૨ માં સ્થાને રવિ શિવાયના ગ્રહ હોય ત્યારે, ફલિત ? ઉત્તમ શરીયષ્ટી, સુંદર, કીર્તિમાન, વસ્ત્રાદિકનો શોખીન અને વય ૬૦ પછી પ્રવ્રજ્યા લે. પાપ ગ્રહ હોય તો ફલિત ઓછું જાણવો. દુર્ધરાયોગ : ચંદ્રના આગળ પાછળ ગ્રહો હોય ત્યારે. તેમાં જે ૧ પાપ ગ્રહ હોય તો ફલિત મધ્યમ અને બન્ને પાપગ્રહ હોય તો અશુભ યોગ બને છે. ફલિત : સુખી, સંપત્તિમાન, ઐહિક સુખી બને છે ચંદ્ર બળી હોય કે શુભગ્રહથી દષ્ટ હોય તો. કેમદ્રુમ યોગ : ચંદ્રના આગવા પાછળ કોઈ પણ ગ્રહ ન હોય તો. ઐહિક સુખ ઓછું, પરાવલંબી જીવન, કેમદ્રુમ ભંગ : ચંદ્રના કેંદ્રમાં કોઇ પણ રવિ શિવાયનો ગ્રહ હોય તો કેમદ્રુમ ભંગ થાય છે. પણ આ યોગ સસા મોટા માણસની કુંડલીમાં હોય છે. આવી કુંડલી રાજ ઘરાનામાં પ્રાયઃ જોવા મળે છે. - ૩ , . રા, ૧૨ રવિ આ કુંડલીમાં ચંદ્રના કેંદ્રમાં ૨, મું, શું છે તેથી કેમદ્રુમ ભંગ થયો. ૧૧ શુ, શ, બુ. શકટ યોગ : ચંદ્ર ગુરૂથી ૬, ૮, ૧૨ માં હોય તો શકટ યોગ થાય છે. પ્રારંભનું ૩૦ વર્ષ સુધીનું આયુ દુઃખદાયી હોય છે. સગા સાથ ન આપે, પણ ૩૦ વર્ષ પછી બધા અનુકૂળ થાય છે. “શકટયોગે જાતસ્ય યોગભગૅ પદે પદે' આ યોગ જવાહર નેહરૂના કુંડલીમાં હતો, એમના કુંડલીમાં શકટ યોગ છે પણ ચંદ્ર લગ્ન અને જન્મલગ્ન બન્નેમાં કર્કનો ચંદ્ર હોવાથી શકટયોગ ભંગ થયેલ છે. અમલાયોગ : ચંદ્ર કે લગ્નના દશમમાં શુભગ્રહ હોય તો આ યોગ થાય. ફલિત : કીર્તિમાન, નિતીમાન, પ્રગતિકારક પણ આગ્રહ બળવાન જોઈએ, સહુ દશમમાં હોય તો બળહીન હોય તો ફા ન મળે. ચંદ્ર કે લગ્નના દશમમાં જે ગ્રહ હેય તે ચMા કારકત્વ પ્રમાણે આજીવિકા પ્રાપ્ત થાય છે. રાજલક્ષણ યોગ : ગુરૂ, શુક્ર, બુધ અને શુભ ચન્દ્ર લગ્ન કે કેંદ્રમાં હોય તે. ફલીત : સુંદર વ્યક્તિમત્વ, ગુણવાન. ગજકેસરી યોગ : ચંદ્ર થી ૭ મે કે યુતિમાં શુભ ગુરૂ હોય તો. ફલિત : જાતક, નય, ઉદાર, કીર્તિમાન અને દીર્ધાયુષી હોય છે. પણ આ યોગમાં બધુ હોવા છતાં ઘરમાં સુખ ન હોય. જે ભાવથી ગજ કેશરી યોગ થાય તે ભાવનું ફળ ઉત્તમ મળે. લગ્નાયી / ચંદ્રાધિ યોગ : લગ્ન કે ચંદ્રથી બ., ગુ., શુ. ૬, ૭, કે ૮ મે હોય તો આ યોગ થાય છે. આ યોગ દુર્લભ હોય છે. આ યોગ માન, પુરૂષોમાં હોય છે તે રાજા સમાન હોય છે. આ યોગ છત્રપતિ શિવાજીને હતો.

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113