Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 112
________________ રાહુ-ચંદ્ર યુતી માનસિક વિકાર પેદા કરે છે. રાહુ- મંગળ યુતી જાતક માક્રોધી બને છે. ખુની બને છે. ૬, ૧૦, ૧૧ સ્થાને રાહુ મંગળ યુતી ખૂબ ઉચ્ચે ચઢાવી નીચે પટકે છે. રાહુ-બુધ યુતી ખ્યાલમાં ન આવે એવા રોગ ગ્રસ્ત બને છે. ચાંડાળા યોગથી જાતક પાખંડી, ધર્મદ્વેષી નૈતિકતાનો હ્રાસ કરે છે. રાહુ-શુક્ર યુતી, વિપરીત વિષયી બને છે. રાહુ-શનિ, કેતુ-શનિ યુતી પ્રવ્રજ્યા યોગ કરે છે કે દરિદ્રી બને છે. કાળસર્પ યોગ : રાહુ કેતુની વચમાં બધા ગ્રહ આવે ત્યારે... ફળ : કંજુસ, અતિઅસ્થિર, એમાં નિર્બળ કે નીચ ગ્રહ હોય તો તે ગ્રહોનું ફળ અત્યંત ખરાબ હોય. સંદૈવ ચિંતાગ્રસ્ત અનેક અડચણો પેદા થાય. કુંડલીનુ મૂલ્ય અલ્પ બને છે. ૫માં રહેલો રાહુ અને કેન્દ્રમાં ગુરૂ હોય તો અષ્ટલક્ષ્મી યોગ બને છે; અષ્ટમાં રાહુ અને ત્રિકોણમાં ગુરૂ હોય તો હલકા કક્ષાનો અષ્ટલક્ષ્મી યોગ કરે છે. પટ્ટમાં ગુરૂ હોય અને કેંદ્ર કે ત્રિકોણમાં રાહુ હોય તો શુભ ફળ મળે છે. ૫૪માં મંગળ અને સમમાં રાહુ અને અષ્ટમમાં શનિ હોય તો ટ્ઠિભાર્યા યોગ કરે છે. સ્ત્રી જાતકને સપ્તમનો રાહુ લગ્નમાં વિઘ્ન આવે. રાહુ સ્વભાવ : સભાસંમેલન, લોકોને ભ્રમ પેદા કરવો, કટાક્ષે બોલવુ, પાખંડી, જુગારી, ગુપ્ત કાર્ય કરનાર, જેલવાસ આપનાર, નીચકામ માટે સ્થલાંતર કે પરદેશ જનાર, અપવિત્ર, અશુદ્ધ પેટ વિકાર, બીજાને મુંઝવનાર, સંશયી, અરણ્યવાસી, ખરાબ ઘેર રહેનાર અને વાત, કફકારક, મેલી વિદ્યા જાકાર, ભૂત પિશાચને દેવ માનનાર, વાત વિકારી, ડરપોક, દુ:ખી, આંખમાં કુલુ પડે, ગાંડો, અનાપત્ય, ભાઠેના મકાનમાં રહેનાર, બીજાના પૈસાથી મજા કરનાર. કેતુ સ્વભાવ : અધ્યાત્મિક, આસ્તિક, સાત્ત્વિક મંત્ર જપનાર, અ૫ભાષી, તોચ્છડાઇથી વર્તનાર. અશુભ કેતુ : ફોડકીયો થાય, ખરાબલોકોની દોસ્તી, ભૂતબાધા થવાની શક્યતા. રાહુ શિક્ષણ : ચતુર્થ વ્યય કે અષ્ટમમાં રાહુ હોય તો શિક્ષણમાં બાધા આવે, જો રાહુ દુષિત હોય તો શિક્ષણ ન થાય. પંચમમાં શહુ : મંગળ કે શનિથી યુક્ત કે દષ્ટ હોય તો અનાપત્ય યોગ કરે છે. સ્ત્રી જાતકને એકલો રાહુ પણ અનાપત્ય યોગ કરે છે. સંસાર સુખ ન મળે. પંચમ ભાવ એ અન્નપાચનનો કારક છે તેથી ત્યાનો રાહુ અલ્સર પેદા કરે છે. હ અને લગ્ન જીવન સપ્તમભાવ કે લગ્ન રાહુ હોય તો લગ્ન વિલંબે થાય. લગ્ન સુખ અલ્પ. જોડીદાર સંદૈવ બીમાર હોય છે. રાહુ-કેતુ એ મંગળ શિન કે ગુથ્વી યુક્ત હોય તો લગ્નજીવન કષ્ટકારી બને છે. રાહુ શુક્ર, મંગળ-શુક્ર સપ્તમ હોય તો મારીર સુખની ઇચ્છા પણ પ્રેમ ન હોય. આ યોગ જલરાશિમાં અત્યંત ખરાબ જાણવો: ચંદ્ર-રાહુ યુતિ માનસિક વિકૃતિ કરે છે. વર્તણુંક વિલક્ષણ યોગ છે. વિકૃતિની સમજ છતાં મુક્ત બની શકતો નથી. ગત જન્મના સંસ્કાર પ્રભાવે. કુળરીતિનો નાશ કરે, ખાનદાની ભૂલી જાય. બૌદ્ધિક અલ્પતા વારંવાર એજ ક્ષતી કરે. બોલવામાં તિરસ્કાર, નિરાશા અને સૂડગ્નિ. આ યુતીથી રક્ત વિકાર પ્રાપ્ત થાય છે. આ યુતિ ૬, ૪, ૫, ૭ માં; ૬, ૮, ૧૨ નો સ્વામી તે ચંદ્ર હોય તો ચોક્કસ જોવા મળે, શનિ-રાહુ અને શનિ-કેતુ યુતિ ઉપર્યુક્ત જ ફળ આપે છે, જાતક વિશ્વાસઘાતી હોય છે. સત્ય બોલે નહિ, ચોરી વ્યવહાર, બીજાને ફસાવનાર હોય છે. ચંદ્ર-રાહુ યુતીવાળા જીવનમાં પ્રગતિ કરી શકતા નથી. રાહુના પાછળનો ગ્રહ પ અંશે ફરકે હોય તો તેને રાહુમુખી કહેવાય અને ૫ અધિક હોય તો રાહુ પીડિત કહેવાય. રાહુ-ચંદ્ર યુતીવાન જાતક – અવિશ્વાસી, બોલવામાં, કરવામાં ભિન્નતા હોય છે. રાહુ-ચંદ્ર યુતિ શનિ-મંગળના યુતીમાં હોય તો જાતક ધાતકી બને છે અને મંગળથી દષ્ટ હોય તો સામેથી ઘા કરે છે. શનિથી દષ્ટ હોય તો ગુપ્તપણે કાંટો કાઢે છે. રાહુ અને કેતુ બુદ્ધિદાયક નથી. એ જો શુભ બુધ-ગુરૂ સાથે સંબંધ હોય તો બુદ્ધિ સારી હોય છે. પંચમનો કેતુ જાતકને અંતર્રાન આપે છે. ચંદ્રના પંચમનો કેતુ આ ગુણ કરે જ છે. રાહુ-કેતુ, શનિ-મંગળના યુતિ સાથે હોય તો અસાધ્યરોગ થાય છે. રાહુ ઐહિક સૌખ્યનો કારક છે. સંસાર સુખનો આસક્ત બને છે. કેતુ મોક્ષ સૌખ્યનો કારક છે. સંસાર સુખનો નાશ કરે છે. રાહુ કે કેતુના મહાદશામાં આયુષ્ય યોગ તે કાળ સુધી હોય તો મરણ થાય અને ૩, ૫, ૭ હોય તો મૃત્યુયોગ થવાની શક્યતા હોય છે. ગ્રહણ યોગ : જો ચર રાશિમાં આવે તો એનુ પરિણામ અલ્પકાર્લીન હોય છે. જો સ્થિર રાશિમાં આવે તો એનુ પરિણામ દીર્ઘકાલીન હોય છે. જો દ્વિસ્વભાવમાં આવે તો એનુ પરિણામ મુખ્યમકાલીન આવે છે. મેપ કે વૃશ્ચિક રાશિમાં લગ્ન હોય તો અને મંગળ અષ્ટમાં હોય તો મૃત્યુનું પ્રમાણ અને પદમાં હોય રોગોનું, તૃતીયમાં હોય તો અપધાતનું પ્રમાણ વધે છે. પાપગ્રહ જતાં જતાં ખરાબ ફળ આપે છે. સ્વકુંડળીમાં જો ગ્રહણ પાપગ્રહી ઉપર હોય તો ગુંડાંતર યોગ થાય છે. (૧૦૭)

Loading...

Page Navigation
1 ... 110 111 112 113