________________
ધંધા સૈનિક, ખલાસી, સર્જન, ડેન્ટીસ, અપઘાત શોધ, વકિલ, કૅમિસ્ટ, શઆગારાધિકારી, લુહાર, સુથાર, હજામ, ખાટીક આદિ હોય છે.
શુભ મંગળ ઉત્તમ મિત્ર બને છે. અશુભ મંગળ ખરાબ શત્રુ બને છે. મિથુન કે કન્યાનો મંગળ ઉત્તમ વકૃતત્વ આપે છે. વાદવિવાદમાં કયારેય હારે નહિ પણ જો શનિથી યુક્ત કે દષ્ટ હોય તો વિતંડાવાદી બને છે. આવો જાતક અતિશયોક્તિ બહુ કરે છે.
મંગળનો બુધથી શુભ યોગ હોય તો બૌદ્ધિક મહેનત કરે, ઉત્સાહી હોય છે. સ્મરણશક્તિ સુંદર હોય છે. વ્યવહારિક દષ્ટિકોન સારો હોય છે. વિજ્ઞાન કુશળ બને છે. પત્ની ઉપર ખૂબ પ્રેમ કરે પણ પત્નીનું રમકડું ન બને. કુંડલીમાં દુર્બળ મંગળ હોય તો જાતક ડરપોક બને છે છતાં ગુન્હાવૃત્તિ હોય છે. મંગળ નીચે પ્રમાણે શુભ હોય છે.
મકર, મેષ, વૃશ્ચિક, સિંહ, ધનું મીન, વૃષભ, તુલા, કુંભ, મિથુન, કન્યા અને કર્ક ક્રમશ: શુભ ઓછું બને છે. ભાવ પ્રતિ શુભતા : ૧૦, ૧૧, ૬, ૩, ૯, ૫, ૧, ૪, ૨, ૧૨, ૮, ૭ ક્રમશઃ ઘટે છે. પરમનીચ અંશનો અર્થાત કર્કનો ૨૮° અંશનો મંગળ કેમદ્રુમુના ફળ આપે છે.
મંગળ અને શનિની યુતી કે પરસ્પર દષ્ટિ હાનીકારક છે. જે આ યોગ લગ્ન કે ૭ મે હોય તો તેને ક્ષારશેરિકર્ષણ યોગ કહેવાય છે. જાતકને દુ:ખ અસત્ય અને માનહાની આપે છે.
લગ્નમાં શનિ, મંગળ, રાહુ સાથે હોય તો હાર્નિયા થાય છે અને દ્વિભા કે ટ્રિપતિ યોગ કરે છે. ઉપાય તરીકે લગ્ન પહેલા ઘટલગ્ન કરાવવું પડે છે. દુર્બળમંગળ દશમમાં હોય તો સ્વાર્થ માટે કોઈપણ કૃત્ય કરાવે છે. મંગળ ૧, ૪, ૭, ૮, ૧૨ આ સ્થાનમાં દાંપત્ય દોષ પેદા કરે છે. મંગળ, શનિ કે રાહુના નક્ષત્રનો અશુભ બને છે.
મંગળની મહાદશામાં શનિ, રાહુની અંતર્દશા અતિત્રાસદાયક હોય છે. તેમજ શનિ-રાહુની મહાદશામાં મંગળની અંતર્દશા અતિત્રાસદાયક હોય છે. કર્ક અને સિંહ લગ્નમાં મંગળ યોગ કારક બનવાથી અશુભ ફળ ન આપે. મંગળ પસક્રમ કર્તુત્વ, કૌશલ્ય, ભૂમિ, શસ્ત્ર, કામક્ષમતા, ચોરી, લડાઈ, શત્રુ, ઉદારતા, ક્રોધ, નિશ્ચય, સાથીદાર, અગ્નિ, પિત્ત, ઉષણતા, જવર રોગ, સૂવર્ણ, જીનેન્દ્રિયની આગ, બળેલી જગ્યા, તિરંદાજી, રક્ત, ઘર, સૈનિક, ભાઈ-બેન, ન્યાયાધીશ, રીંગ માસ્ટર, સ્વાતંત્ર અને ચિકાસપણાનો કારક છે.
મેષ, વૃશ્ચિક, મકરનો મંગળ કેંદ્રમાં હોતા, રુચક નામે પંચમહાપુરુષ યોગ થાય છે. ફલિત : મજબુત બાંધો, સુપ્રસિદ્ધ પ્રાચિન વિદ્યામાં નિષ્ણાત બનાવે છે. વર્ષ લાલાસ, રૂબાબદાર, આકર્ષક, દીઘાયું, અને લાયક વૃત્તિ બનાવે છે. આ યોગ મંગળના સામર્થ્યનુસાર જાણવું. શનિથી કે રાહુથી મંગળ દોષિત હોય તો આ યોગનું મહત્વ સામાન્ય હોય. હિટલરના કુંડળીમાં આ યોગ હતો પણ શનિથી દોષિત હોવાથી લદાયક રાજકત હતો. ગરીબીમાં જન્મ હોવા છતાં આ કક્ષાએ પોહચેલ હતો. પણ રાહુની મહાદશામાં તેનો નાશ થયો. મંગળહોરા : મંગળવાર, મેષ, વૃશ્ચિક આ રાશિ કે મૃગ ચિત્રા ધનિષ્ઠા આ નક્ષત્રમાં ચંદ્ર હોય તો મંગળનો હોરા બળી બને છે. તેમાં યુદ્ધ તૈયારી, કોર્ટમાં દાવો માંડવો, જમીન ખરેદી, સૈન્યમા ભર્તિ થવું, છાપખાનો શરૂ કરવો, યંત્રસામગ્રી બેસાડવી, શસ તૈયાર કરવા સારો છે.
જે રાશિમાં મંગળ બળવાન હોય છે તે રાશિએ બતાવેલ ભાગ મજબુત હોય છે. દુર્બળ હોય તો ગુરનું ફળ ક્ષીણ બને. જે સ્થાનમાં આ યુતિ હોય કે પરસ્પર દષ્ટ હોય તો સારા નરસા બંન્ને ફળ મળે છે. ધનસ્થાનમાં આ યુતિ હોય તો ગુરૂ ભરપુર ધન આપે પણ મંગળ એ ધન ખર્ચાવી નાંખે છે. ચતુર્થમાં મંગળ ગુરૂ યુતિ ઐહિક ઉપભોગ ફળ આપે છે પણ ઉપભોગ માટે જાતકને અપાત્ર બનાવે છે. પંચમમાં મંગળ ગુરૂ યુતિ પુત્ર આપે છે પણ પુત્ર સુખ ન મળે. ૫૪માં મંગળ ગુરૂ યુતિ શત્રુ પરાજય કરે પણ એથી કોઈ લાભ ન થાય. સપ્તમ સ્થાને મંગળ ગુરૂ યુતિ લગ્નનું સુખ ન મળે પણ પત્ની સારી મળે. અષ્ટમ સ્થાને મંગળ ગુરુ યુતિ દીર્ધ આયુ આપે પણ જીવન ત્રાસમય બને. નવમ સ્થાને મંગળ ગુર યુતિ ધર્મમાં આગેવાન પણ આચરણ શૂન્ય બને. દશમ સ્થાને મંગળ ગુરુ યુતિ સુંદર ફળ આપે. ૧૧ માં સ્થાને મંગળ ગર યુતિ સારા નરસા બન્ને મિત્રો આપે છે. ૧૨ માં સ્થાને મંગળ ગુરુ યુતિ ગુન્હાઓ કરી પૈસા મેળવાની વૃત્તી આપે. લગ્નના સ્થાને મંગળ ગુરુ યુતિ સ્વભાવ તાપટ પણ નુકસાન ન થાય...
શનિ મંગળ યુતિ કે દષ્ટિયોગ ઘણાવૃત્તિ પણ મંગળ વિષયક જ્યોતિષ જોવાની ઈચ્છા અત્યંત સાવધગિરી આપે છે.
(૯૭)