Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 107
________________ ૨, ૩, ૭, ૧૧, ૧૨ આ રાશિમાં શુભ છે. ૧, ૬, ૮, ૧૦ એ અશુભ છે. કર્ક અને વૃશ્ચિકમાં જો શુક્ર હોય અને તે મંગળકે શનિથી દષ્ટ હોય તો જાતક વ્યભિચારી બને છે. ૭, ૮, ૧૧ આ ભાવમાં કર્ક, વૃશ્ચિક મકર કે કન્યારાશિનો શુક્ર મંગળથી યુક્ત હોય તો સમાજ બાહ્ય વિવાહ કરે છે. મંગળ-શુક્ર યુતિના જાતક કપડામાં શુભ વાળચન સારી પણ બીજા ભિન્ન લીંગને આકર્ષણ કરવાની વૃત્તિ હોય છે. લગ્નમાં એકલો શુક્ર હો તો વ્યકિતત્વ સુંદર, સ્વભાવ સજ્જન ધનનો શુક્ર: વાણી મધું, તૃતીયનો શુક્ર સગાસંબંધી બંધુઓ સાથે સારો વર્તાવ કરે; ચતુર્થનો શુક્ર માતા સુખ, વાહન સુખ સારૂ આપે ઐહિક સુખ મેળવે. પંચમનો શુક્ર વિદ્યા યોગ હોવા છતાં તે માટે આળસુ બને છે. ષષ્ટનો શુક્ર મોશાળનું સુખ સારૂ મળે. સસમનો શુક્ર : લગ્ન પહેલા થાય, પત્ની સુંદર મળે. અષ્ટમનો શુક્ર પૂર્ણ આયુષી બને ભાગ્યમાં શુક્ર ભાગ્યવાન બને. પ્રવાસ ઘણો તેથી કમાવનાર; દશમમાં શુક્ર લગ્નપછી ભાગ્યોદય. લાભ (૧૧) તો શુક્ર અનેકવિધ લાભ, વ્યયમાં શુક્ર ગુપ્તતાથી વિષયભોગ. કારકત્વઃ સ્ત્રી, પતી, લગ્ન, બ્રાહ્મણ, ખટાસ, વિલાસગૃહ, રતિ સુખ, આગ્નેય દિશા, વાહન, કીર્તિ, કામુકતા, મોતી, સૌંદર્ય, પ્રેમવિવાહ, જલાશય, નૃત્ય, ગાયન, તારૂણ્ય, સુગંધ, પુષ્પો, અલંકાર, વીર્ય, સફેત વસ્ત્ર, દીનતા, સભ્યતા, ગુસેન્દ્રિય અને કોમલ ભાવના. શુક્ર ભાવનાપ્રધાન હોવાથી મંગળ સાથે એ બગડે છે. મંગળ-શુક્ર યુતિ ઐહિક ઉપભોગ તે જ સર્વસ્વ માને છે. આ ઘણા યુતી છે, પણ મંગળ કે શુક્રના રાશિમાં આ યુતી હોય તો જીવન સફળ બનાવે છે. જે આ બન્ને અશુભ હોય તો કુંડલી ખરાબ બને છે. તુલા રાશીના જાતક જોવામાં સુંદર સભ્ય દેખાય. વર્તણુક સારી, શાંત, પરોપકારી, વિશ્વપ્રેમ ચાહક, દુશ્મન ઓછા આ જ વાત તુલા લગ્નને લાગુ પડે છે. તુલા લગ્નમાટે શનિ નિર્દોષ યોગ કારક બને છે તેથી શનિ જેવો ગ્રહ કુંડલીમાં સહાયક બન્યાં પછી અપાર કીર્તિ પ્રાપ્ત કરે છે તેથી તુલા લગ્ન સર્વમાં શ્રેષ્ઠ લગ્ન છે. મીન રાશિનો શુક્ર ઉંચનો બને છે. તેથી જો મનનો શુક્ર વ્યયસ્થાને હોય તો સૈયા સુખ યોગ્ય માર્ગે આપે છે. પણ આ દ્વિસ્વભાવી રાશિ હોવાથી એની નજર બીજી સ્ત્રી ઉપર ફર્યા જ કરે છે. વ્યય (૧૨) નો શુક્ર : ખાવું, પીવ, મજા કરવી. રાજકારણમાં બુધની બુદ્ધિ શનિની મુત્સદ્દીપણું જે કામ ન કરી શકે એ શુક્ર મીઠું બોલીને કરી લે છે. શુક્ર પ્રધાન જાતક સમાજપ્રિય હોય છે. ગુરૂથી દઇ શુક્ર અત્યંત શુભ બને છે. વૃષભ કે તુલા રાશિ કેંદ્ર હોય તો શુક્રને કેન્દ્રાધિપત્ય દોષ લાગે છે. પણ ત્રિકોણેશ નો શુક્ર કેટલીક બાબતોમાં શુભ બને છે. મકર અને કુંભ લગ્નમાં શુક્ર યોગ કારક બને છે. મિથુન અને કન્યા લગ્નનો શુક્ર શુભ હોય છે. ' યોગ માલવ્યઃ સ્વગૃહી કે ઉંચનો શુક્ર કેંદ્રમાં હોય તો આ યોગ પંચ મહાપુરૂષ નામે બને છે. ફલિત જાતક દેખણો, સુંદર, શ્રીમંત, પુત્રવાન, સારા કુટુંબનો હોય છે. વાહનસુખ અને કીર્તિવાળો થાય છે. ઐહિક સુખ પ્રચૂર પણ અધ્યાત્મમાં ઓછાસ રહે છે. સાહસ્ય ગરને મળે ત્યારે આ યોગ બને છે. આ યોગ ૨, ૫, ૯ સ્થાનમાં જ બને છે. (૧) શુક્ર કેન્દ્રનો સ્વામી કે કન્યા રાશિનો કે ૫૪માં હોય તો, અથવા ૧, ૮, ૧૦ આ રાશિમાં હોય કે શનિ, મંગળના નક્ષત્રમાં કે એની યુતીમાં હોય તો નિરૂપયોગી બને છે. અર્તગત શુક્ર હોય તો આ યોગ બનતો નથી. શુક્ર અસંગત હોય તો લગ્ન જીવન નિષ્ફળ બને છે. શુક્ર-ચંદ્ર યુતી એ ધૃણા યુતિ છે. આ યુતીથી નૈતિકપણે નાશ થવાની સંભાવના બને છે. માતૃસુખ અ૯૫; કુંડલીમાં બગડેલો શુક્ર એ ઐહિક સુખ નષ્ટ કરે છે. જનનિંદા સહન કરવી પડે. શુક્ર-શનિ યુતી એ મિત્ર યુતી છે પણ જો ગુરૂથી દષ્ટ ન હોય તો જાતક વામમાર્ગી બને છે. ભાગ્ય (૯) નો શુક્ર : જાતકને વિના કરે મોટાઈ આપે છે. દશમનો શુક્ર જાતકને બીજા પાસેથી મોટાઈ આપે છે. પંચમનો શુક્ર જાતકને કન્યા સંતતિ અધિક આપે. શુક્રનો આંખ, ગુસેન્દ્રિય, ગળુ, ગાલ, મુત્રપિંડ, વીર્ય ઉપર અધિકાર છે. રોગ : કંઠમાળ, પેશાબના રોગ, મૂત્રપિંડ, ગર્ભાશયના વિકાર, ખાંસી, શરદી, કફ, રક્તક્ષય, ખાવાથી થતી બીમારી, ગુમરોગ, નેત્રરોગ, ૨ અને ૧૨ સ્થાનમાં રવિ-શુક્ર જે અશુભ હોય તો નેત્રરોગ થાય. ચંદ્ર-શુક્ર મંગળ અશુભ હોય તો સ્ત્રીઓને માસિક વિકાર થાય. ચંદ્ર-શુક્ર બંન્ને શનિથી અશુભ થાય તો સંતતિ થવાની શક્યતા અલ્પ. રવિ, મંગળ શુક્રને શનિથી અશુભ થાય તો ગર્ભાશયનું ઑપરેશન થાય. બુધ, શુક્ર અનિષ્ટ યોગ હોય તો કે શનિથી અશુભ થાય તો મજ્જાતંતુના રોગ થાય. શુક્ર-કેતુ યુતીથી ત્વચારોગ થાય.

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113