Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 108
________________ સ્થળઃ શયનગૃહ, નૃત્ય, ભોજનગૃહ, નાટક, સિનેમાગૃહ, ઉધાન, ક્લબ, સુગંધી દ્રવ્યના સ્થાનો, રેશમના કારખાના અને કલાકૌશલ્યના સ્થાનો. ધંધાઃ ગાયન, વાદન, નૃત્ય, નટ નટી, દિગ્દર્શન, ચિત્રકાર, દરજી, સરાફ, શૃંગાર દ્રવ્ય વેચનાર કે બનાવનાર, બળવત્તા ઉતરતા ક્રમે : ૧૨, ૭, ૨, ૩, ૧૧, ૧૦, ૮, ૯, ૪, ૫, ૬ ભાવ પ્રમાણે ઉતરતા ક્રમે : ૪, ૫, ૭, ૯, ૨, ૧, ૩, ૧૨, ૮, ૬ હોશ વૃષભ કે તુલા રાશિમાં ચંદ્ર કે ભરણી પૂર્વાષા, પૂ. ફા. આ નક્ષત્રમાં ચંદ્ર હોય કે શુક્રવારે શુક્રનો હોરા શ્રેષ્ઠ હોય છે. આ હોરામાં વિચિત્ર માણસને મળવું સંતાપેલ કે ઑફીસરને મળવું કેમ કે આ હોરામાં આ લોકો શાંત હોય છે. લગ્ન નક્કી કરવા માટે શુદ્ર હોરા શ્રેષ્ઠ છે. લગ્ન વિચ્છેદ કરવા માટે શનિ હોરા શ્રેષ્ઠ છે. ખુશમન કરવામાં આ શુક્ર હોરા સારે છે. રેશમીવ, સુગંધી દ્રવ્ય, વાહન આદિ ખરેઢી માટે સારો છે. ક્રિડા સ્થળોનું ઉદ્ધાટન આ હોરામાં સારૂ. શનિ વર્ષમાં ૪૧ દિવસ વક્રી બને છે. ૫ થી ૬ દિવસ સ્તંભી હોય છે. કુંભમાં ૧ થી ૨૦ મૂલ ત્રિકોણી હોય છે પછી સ્વગ્રહી બને છે. ૯ માં ભાવમાં દિબળી બને છે. શનિ ૧૨ મોં આવે એટલે સાડાસાતી શરૂ થાય છે. શનિ ૧૨, ૧, ર હોય તો સાડીસાતી હોય છે તેથી સામાન્યતઃ આ કાલ અશુભ હોય છે. પણ કુંડલીના શનિ, ચંદ્રના સંબંધ ઉપર સાડાસાતીની તિવ્રતા અવલંબીત હોય છે. શનિના ઉતરતા ક્રમે રાશિ : ૭, ૧૧, ૧૦, ૨, ૩, ૬, ૧૨, ૯, ૪, ૮, ૫ અને ૧. શનિના ઉતરતા ક્રમે ભાવ : ૧૧, ૬, ૭, ૧૦, ૭, ૯, ૫, ૪, ૩, ૮, ૧૨, ૧ ઉચ્ચનો શનિ હોય તો સ્વાભિપ્રાયો સ્પષ્ટ પણ કહે. અને ૧, ૫, ૯ રાશિનો શનિ કલહપ્રિય બનાવે છે. પણ પ્રામાણિક વૃત્તિ હોય છે. વૃષભ રાશિનો શનિ વ્યસનપ્રિય બને. કન્યા રાશિનો શનિ ચિકિત્સક બને છે. મકર રાશિનો શનિ વાદવિવાદી, કરકસરી અને પૂર્ત બને છે. ૪, ૮, ૧૨ રાશિમાં શનિ શુભ નથી. વૃશ્ચિકનો શનિ મસરી બનાવે છે. આવા વ્યક્તિ પર વિશ્વાસ ન મૂકાય. શનિ માટે તૂળ, કુંભ, ધનુ અને મીન શુભ રાશિ છે. ધનુનો શનિ ગુરૂ દષ્ટ હોય તો કોદંડશનિ કહેવાય આવો જાતક ઉત્તમ કુળનો હોય છે. મીનનો લગ્નસ્થ શનિ ગુરૂ દષ્ટ હોય તો રાજયોગ બનાવે છે. મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક રાશિના શનિના ફળ જે વ્યવસ્થિત ન જુવે તો ફલાદેશ ખોટો ઠરે છે. શનિથી જાતક રૂપ: શ્યામ વર્ણ, કડક વાળ, આગળ આવેલ દાંત, લાલ આંખ, આળસી અને પિત્તપ્રકૃતિ, ચંડ પ્રકૃતિ, સંધિવાત, ઠંડી સહન ન કરનાર, ક્ષય, ખાંસી, દમાદિનો રોગી હોય છે. જેને શનિ સારો એવો જાતક હુશાર, તત્વજ્ઞાની, સહનશીલ, કરકસરી, દીર્ઘ ઉદ્યોગી, શાંત, ગુપ્તતા જાળવનાર, સ્થિરત્વ આણનાર, આત્મસંયમનકારી, શિસ્તપ્રિય, અત્યંત સાવધ, સત્યપ્રિય, એકાગ્ર વૃત્તિ, ચિંતન, ધ્યાનધ્યાતા, પ્રામાણિક, દીક્ષાવૃત્તિ, આત્મસમર્પણ કર્તા, જમણો કાન, શરીરસ્થ દ્રવ પદાર્થ, મણકા, હાડકા ઉપર અમલ હોય છે. શનિ દ્રષ્કાણ કુંડલી નવમાંશકુડલી અને જન્મકુંડલીમાં મકર, કુંભ સ્વગૃહી બળવાન હોય છે. શનિવારે મકરના છેલ્લા અંશમાં કૃષ્ણ પક્ષમાં વક્રી હોય તો બળવાન હોય છે. ગુણ ન્યાયી, સ્વાર્થ ત્યાગી, વ્યવહારી, જબાબદારી વહનકતા, શીસ્તપ્રિય, વિરાગી, નમ્ર, ઇંદ્રયદમની, ઐહિક સુખનો વિરાગી, કષ્ટ ગમે, આયુષ્યદાતા, મરણ સારૂ આપે, ઉત્કર્ષકારી. અશુભ દુઃખ, દરિદ્ર, આશાભંગ, મનોભંગ, વિલંબકારી, નકાર આપનાર. ધીર, ગંભીર, ન્યાય નિપૂર, નાની વાતોમાં લક્ષ્ય આપનાર, કડક શાતા, કાર્ય પહેલા લાભાલાભ વિચારી, લોકશાહી વાદી, રાજકારણી, જનતા, આજ્ઞાધારક સેવક, ઉત્તમ સ્વામી, માનવતાવાદી, દયાળુ, કાર્યમાં અપ્રમાદી, નિશ્ચયી, ઈશ્વરનિષ્ઠ, રાજા, દેશ અને કર્તવ્યનિષ્ઠ આ સર્વ ગુણ શનિથી કહી શકાય. શુભશનિઃ સ્વચ્છમન, અંત:કરણ, મલીન વિચાર ન કરનાર, ઉચ્ચપદે લઈ જનાર, આ એકજ ગ્રહ છે. ગર્વ, અહંકાર, પૂર્વગ્રહનો નાશક, માનસાઈ શિખવનાર, ઉચ્ચ ગુણોની પ્રતીતિ કરાવનાર, મનુષ્ય પરીક્ષક, સત્યવાદી પણ નિપૂર; શનિ એ ઉત્તમ શિક્ષક છે પણ પહેલા પરીક્ષા કરીને ભણાવે. પુસ્તકીય શિક્ષણના બદલે અનુભવીક શિક્ષણ આપે. દુઃખથી દુઃખ નાશ કરે છે. અત્યંત શસ્તપ્રિય, જીવન મર્મજ્ઞાતા, કટુસત્ય પ્રગટ કરનાર, ગર્વકનો નાશ કરનાર. બેશીસ્ત લોકોને માર્ગે લાવનાર, ઉદ્ધત ને સરળ બનાવનાર, ધર્મવિરૂદ્ધ વર્તનારને કઠોર શિક્ષા કરનાર, શનિના તત્વ પ્રમાણે રહેનાને શનિ

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113