Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 106
________________ યોગ હંસયોગ કેંદ્રમાં ગુરુ સ્વગૃહી કે ઉચ્ચનો હોય ત્યારે. ફલિત: સ્માર્ટ, લોકપ્રિય, ધાર્મિક, સરળહૃદયી આ યોગ દશમ કેંદ્રમાં મહત્વનો બને છે પણ તુળ લગ્નમાં મહત્વ ઘટે. છે. મિથુન અને મીન લગ્નમાં આ યોગ સારો છે. ગજ કેશરી : ગુર, ચંદ્ર યુતિ કે એક બીજાથી દષ્ટ બને છે ત્યારે આ રાજયોગ છે, ભાગ્યયોગ છે. આ જ કેન્દ્રમાં બને તો મહત્વનો. મકર લગ્નમાં ગુરૂ ૩, ૬ નો સ્વામી હોવાથી સગાઓ, મિત્ર સાથે સંબંધ સારા ન હોય. ગુરૂ જો ૩, ૮, ૧૨ કે ૩, ૮ ૧૨ નો સ્વામી હોય તો સંસાર સુખ ન મળે. એ અધ્યાત્મમાર્ગમાં પ્રગતિ કરે. પણ ૬, ૮, નો ગુરૂ આર્થિક સહાય ઘણી આપે છે. કુંભ લગ્નમાં ગુરૂ કરતાં શનિની મહાદશા સુંદર ફળ આપે છે. ગુરૂની દષ્ટિએ અમૃત દષ્ટિ છે. શુભ, વક્રી બળ એ ગુરૂને સર્વાધિક હોવાથી ખરાબ કામ કરનારને પણ સફળતા મળે છે. સાધુઓની કુંડલીમાં ગુરૂ ઉચ્ચ કરતાં વક્રી હોય તો સારૂ કેમકે ઉચ્ચ ગુરૂ કરતાં વક્રી ગુરૂના ફળ સારા મળે છે,કુંડલીનો વિચાર કરતાં ગુરૂનો વિચાર ખાસ કરવો પડે. એનાથી કુંડલીની કિંમત ખ્યાલમાં આવે છે. वक्रीरस्तु महावीर्याः शुभग्रहा भाग्यप्रदा: ઉચ્ચનો ગ્રહ જે સ્થાને હોય તે સ્થાન કરતાં જે સ્થાનમાં તેઓ સ્વામી છે તે સ્થાનનું સુંદર ફળ આપે છે. (ડીસ્પોજીટર) અદલાબદલી. ગુરૂનું મહત્વ કેન્દ્ર અને ત્રિકોણમાં વિશેષ છે. શક્યતઃ શુભગ્રહ ૬, ૮, ૧૨ માં ન હોવો જોઈએ. ગુરૂના અસ્તિત્વ કરતાં એના દષ્ટિને વધુ મહત્વ છે. લગ્નસ્થ ગુરૂની દષ્ટિ ૫, ૭, ૯ ઉપર હોય છે. તેથી વિઘા, ભાઈ, ભાગ્ય સુંદર પ્રાપ્ત થાય છે. અષ્ટમમાં હોય તો તીર્થક્ષેત્રે વાસ હોય છે. માનહાની થતી નથી. ઉદ્યોગ ધંધા સારા ચાલે, મોક્ષ પ્રાપ્તિ થાય છે. ચતુર્થનો ગુરૂ ૮, ૧૦, ૧૨ સ્થાનને સુધારે છે. સપ્તમનો ગુરૂ બંધુસુખ સારૂ આપે છે. નવમનો ગુરૂ ૧, ૩, ૫ આ સ્થાનને સુધારે છે પણ ગુરૂના ફલિત વૃષભ, તુલ, મકર લગ્ન માટે સારૂ નથી. કેમકે વૃષભ લગ્નમાં ગુરૂ અષ્ટમેશ છે. તુલ લગ્નમાં ગુરૂ ષશ અને મકર લગ્નમાં વ્યયેશ છે. મિથુન કન્યાલગ્નમાં ગુરૂ બાધકેશ હોય છે. ધનુ લગ્નમાં ગુરૂ ધન કે ષષ્ટમાં સારો હોય છે. કુંભ લગ્નમાં ગુરૂ ૨, ૧૧ નો સ્વામી હોવાથી ધન માટે સારો પણ રાજયોગ નથી થતો. ગુરૂ ગમે ત્યાં કેવો પણ હોય તોય ઓછુ -વધતું સારૂ ફળ આપેજ છે. પણ બુધ માટે એમ નથી. શનિ એ પાપગ્રહમાં શ્રેષ્ઠ છે. વૃષભ અને તુલા લગ્નમાં યોગ કારક છે તોપણ ઉપાસના, ખટપટ વિના તે યોગકારક બની શકે નહીં. શનિ લગ્નેશ હોય તો પણ લગ્નેશના ઉત્તમ ફળ પ્રયત્ન વિના આપે. લગ્નેશને વિશેષ અધિકાર હોય છે. લગ્નેશ સદૈવ શુભગ્રહ હોય છે. શનિ કરતાં મંગળ ઓછો પાપગ્રહ છે; ગુરૂ વિપુલતા ધન્ય ધાન આપે છે. શુભશનિ પણ વિપુલતા ધન-ધાન્ય સુખ આપે છે. શનિના ઐહિક સુખ માનસિક પ્રસન્નતા આપતો નથી. ગુરૂ મેષ અને વૃશ્ચિક રાશિમાં બળવાન બને છે. ગુરૂ, બુધ કરતાં શુક્રના રાશિમાં સારા ફળ આપે છે. પાપગ્રહ સાથેનો કે દષ્ટિનો ગુરૂ બળહીન બને છે. પણ પાપગ્રહને સુધારે છે. કુંડળીમાં શનિ અશુભ હોય એ ઉપર ગુરૂની દષ્ટિ હોય તો શનિનો ત્રાસ ઓછો થાય છે. કોઈપણ ગ્રહ ઉચ્ચ કે સ્વગૃહે હોવા કરતાં ગુરૂ દષ્ટ હોય તો ઘણા સારા ફળો આપે છે. ગુરૂ જે ત્રિકોણમાં હોય તે ત્રિકોણ બળવાન કરે છે. ગુરૂની યુતિ કરતાં ગુરૂની દષ્ટિ વધુ શુભ ફળ આપે છે. પુનર્વસુ નક્ષત્રનો ગુરૂ બળવાન હોય છે. ગુરૂ વિપરિત ફળ ન આપે પણ નકારાત્મક ફળ આપે છે. ગુરૂની ૧૨ માં સ્થાન ઉપરની દષ્ટિ મોક્ષકારક હોય છે. તેના ઉપરજો શનિની દૃષ્ટિ આવે તો શ્રેષ્ઠ પ્રવ્રજ્યા યોગ બને છે અને જાતક ઘણી તપશ્ચર્યા કરે. આ યોગ શંકરાચાર્યની કુંડલીમાં છે. કન્યા રાશિમાં દોષિત ગુરૂ હોય તો જાડા થાય. તે સ્વાર્થી હોય છે. મકરનો ગુરૂ દરિદ્રતા આપે છે. દુર્બળ ગુરૂ શનિ સાથે હોય તો આળશી બને છે. ખાવું-પીવું મોજ કરવી કષ્ટ કરવું ન ગમે. ગુરૂ શનિથી દૂષિત પંચમમાં હોય તો સંતતિ થવી મુશ્કેલ છે. ગુરૂ-રાહુ કે ગુરૂ-કેતુ યુતિ પંચમમાં હોય તો વંધ્યાયોગ બને છે. અષ્ટમમાં ગુરૂ દ્વિતીયેશ સાથે હોય તો મુકયોગ બને છે. ગુરૂના વ્યયમાં રહેલ રાહ સુખનો અભાવ કરે છે. ગુરૂ-શુક્રનો અષ્ટક યોગ સંસાર ભંગ કરે છે. બુધ-ગુરૂનો ષઅષ્ટક યોગ જાતકને મુંઝવણ પેદા કરે છે. હોરા : પુનર્વસુ, વિશાખા, પૂ.ભાદ્વનો ચંદ્ર કે કર્ક, ધન, મીન, રાશિ હોય કે ગુરૂવારે ગુરૂનો હોરો ઉત્તમ હોય છે. ઈષ્ટ વ્યક્તિને મળવામાં આ હોરો શુભ છે. બૅન્કની મદદ, મોટા માણસને મળવું, ધર્મશાસ, જ્યોતિષ, અર્થશાસ્ત્રના પ્રારંભમાટે આ હોરો શુભ છે. પુસ્તક ખરેદી માટે પણ શુભ છે. વિદ્યાલય, ધર્મસ્થાન બાંધવામાં શુભ છે. પુત્રપ્રાપ્તિ માટે ગુરૂ હોરામાં રીસેવન કરવું. શનિના હોરામાં સંતતિ અભાવ, શુક્ર હોરામાં કન્યા પ્રાપ્ત થાય. (૧૦૧)

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113