Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 104
________________ શુભ બુધઃ વિચારીને કામ કરનાર, વૈઘક તત્ત, બુધને અનંગત દોષ અલ્પ હોય છે. બુધ રવિથી આગળ હોતા બુદ્ધિ સારી હોય છે. તેથી બુધાદિત્ય યોગમાં રવિ થી બુધ આગળ હોતા સારો બને છે. કુંડલીમાં ગમે તેટલા રાજયોગ હોય પણ બુધ જે બગડેલો હોય તો રાજયોગનું ફળ ન મળે. વિપરિત ફળ પણ મળે. બુધ એ ગુરૂનો શત્રુ છે પણ ગુરૂને સમ માને છે. બુધ એ તાર્કિક અને વિદ્વાન છે એમાં શનિનું ડહાપણ નથી તેથી ગુરૂને બુધ ઉપર વિશ્વાસ નથી. બુધ કે શનિના શત્રુ રાશિમાં જો બુધ +શનિની યુતી હોય તો જીવન નિષ્ફળ જાય છે. ગુરૂ મહાદશામાં બુધની અંતર્દશા ખરાબ જાય છે. બુધ +શનિ યુતિ લગ્નમાં હોય તો લુચ્ચો બને છે. બુધ +શુક્ર યુતિ મિથુન, કન્યા લગ્નમાં સારા ફળ આપે છે. બુધ +રાહુ યુતિ જાતકને વક્રગામી બુદ્ધિ આપે છે. પંચમનો બુધ વિઘા સારી આપે છે. બુધના ધંધા : વકૃત્વ, લેખન, છાપખાના, સ્ટેશનરી, ચિત્રકલા એકાન્ટન, કૅશીયર, પુસ્તક વિક્રેતા. iદગી : ગાંડપણ, માનસિક વિકતિ, મૂકો, તોતડો, અપષ્ટ વાણી, મજજાતંતુના વિકાર, નિદ્રાનાશ, શ્વાસો દોષ, દમ, વાત, પિત્ત, કફ આ ત્રણેય ઉપર સત્તા, વિટામિન સી નો પ્રતિક છે. નાક, મેંદુ, બે હાત, જીભ, આંતરડા ઉપર બુધનો અમલ છે. - બુધ જે કેંદ્રનો સ્વામી હોય તે અર્થાત ૩, ૬, ૧૨ લગ્ન હોય અને તે જે કેંદ્રમાં ન હોય તો જાતકને કેદ્રાધિપત્ય દોષ લાગે છે. મેષમાં દોષિત બુધ હોય તો જાતકને માનસિક ત્રાસ થાય. વૃશ્ચિકમાં દોષિત બુધ હોય તો જાતકને ગુસેન્દ્રિયના રોગ કરે છે. મકર-કુંભનો બુધ જે શનિ દષ્ટ હોય તો વાણી દોષ થાય છે. ક્ષીણ ચંદ્ર સાથે બુધ શનિ દષ્ટ હોય તો પાગલ કરે છે. મંગળ બુધ યુતિ આક્રમક વૃત્તિ આપે છે. કયારેક ગુન્હેગાર બનાવે છે. બુધ-શનિ યુતિ શત્રુરાશિમાં હોય તો ફસાવનાર બનાવે છે. બુધ-શનિ બંન્ને કુંડલીમાં અશુભ હોય તો જાતક નિરાશાવાદી બને છે. સપ્તમને દોષિત બુધ વધ્યા કે નપુંસક બનાવે છે. લગ્ન કે ૪ નો દોષિત બુધ સંતતી ચિંતા કરાવે છે. ષષ્ટનો શેષિત બુધ જીવનભર માંદો બનાવે છે. માનસિક વિકૃત બને. ભદ્રયોગ : કેંદ્રમાં મિથુન કે કન્યાનો બંધ હોય તો આવો જાતક વિદ્વાન કે ધનવાન બને છે પણ યા યોગ દુષિત ન હોવા જોઈએ. હોરા : બુધવાર, મિથુન-કન્યા, ચંદ્રની રાશી કે આશ્લેષા, જ્યેષ્ઠા અને રેવતિ એમાં ચંદ્ર હોય તો બુધહોરા બળવાન બને છે આમાં સ્કૂલ પ્રવેશ, અધ્યયન, પ્રવચન આપવું. શિક્ષકની જગા સ્વીકારવી. હિશાબ તપાસવા, પુસ્તક પ્રગટ કરવું, પુસ્તકને પ્રસિદ્ધિ આપવી, કાગળ ધંધો દલાલી કરવી, મધ્યસ્થી કરવી, મહત્વના પત્ર ઉપર સહિ કરવી. ગુરૂ ગુરૂ ઉપગ્રહ ૪ છે. સ્વયંપ્રકાશી છે. ધનુરાશિનો ગુરૂ પ્રથમના ૨૦ અંશ મૂલ ત્રિકોણી ૨૦ થી ૩૦ સ્વગૃહી. શુક્રનો વિલાસ ગુરૂને ગમતો નથી. બંધનું ડહાપણ ગુરૂને ગમતું નથી તેથી ગુરૂ એ બુધ-શુક્રને શત્રુ માનેલ છે. શનિની વ્યવહારી સમજ ગુરૂને ગમે છે તેથી શનિને સમ માનેલ છે. ગુરૂનું પુનર્વસુ નક્ષત્ર દેવગુણી છે. વિશાખા રાક્ષસગુણી છે અને પૂર્વ ભા. નક્ષત્ર મનુષ્યગુણી છે. તેથી ગુરૂ પુનર્વસ નક્ષત્રમાંજ સારો હોય છે. આ નક્ષત્રના ૪ થા ચરણનો ગુરૂ ખૂબ સારા ફળ આપે છે. ગુરૂનો રવિ-ચંદ્ર સાથે ષડુ અષ્ટક હોતા જીવન નિષ્ફળ જાય છે. ગુરૂનો અર્તગત દોષ ખૂબ ખરાબ હોય છે. ગુરૂના સહવાસ કરતાં ગુરૂની દષ્ટિ અમૃતકારક હોય છે. ગુરૂ ગમે તેવો દોષિત હોય તો પણ એની દષ્ટિ અત્યંત શુભદા હોય છે. તો બળવાન ગુરૂની શી વાત કરવી? ૩, ૬, ૯, ૧૨ માં લગ્નમાં ગુરૂ જો કેંદ્રમાં ન હોય તો કેંદ્રાધિપત્ય દોષ લાગે છે. આ દોષથી જાતક પ્રગતિ કરી શકતો નથી. ગુરૂ ૫, ૯ સ્થાને ખૂબ સારો. કર્ક લગ્નમાં ચંદ્ર શુભ હોય તો અને ચંદ્ર કેંદ્રમાં ન હોય તો પણ કેંદ્રાધિપત્ય દોષ લાગે છે. | સર્વ ગ્રહોમાં ગુરૂનો કેંદ્રાધિપત્ય દોષ સૌથી વધુ છે. ગુરૂની દષ્ટિ માટીને સોનું બનાવે છે. સગુણ પ્રાપ્ત થાય. નૈતિકતા વધે. સુસંતતિ પ્રાપ્ત થાય તેથીજ બાળકો આજ્ઞાધારક, સગણી અને માતાપિતાને સુખ આપે છે. વ્યયસ્થાનમાં ગુરૂની દષ્ટિ પ્રવજ્યા યોગ આપે છે. ગુરૂ બળવાન હોય તો સંતતિ પ્રેમાળ બને છે. શુક્ર બળવાન હોય તો પત્ની લાડકી મળે છે. કારકત્વ કર્તવ્ય, ધર્મશાસ્ત્ર, તત્વજ્ઞાન, મિમાંસા, દીર્ઘ દેહ, શૌર્ય, કીર્તિ, તર્કશાસ્ત્ર, જ્યોતિષ, વડિલબન્યુ, ઠંડી ઋતુ, સાથળ, કફ, ધાર્મિકવૃત્તિ, પરોપકાર, નિ:સ્પૃહતા, નિઃપક્ષપાતતા, રાજસન્માન, સુખ, શાંતિ, મંત્ર વિદ્યા, પવિત્ર સ્થળ, બુદ્ધિ, વિદ્યા, વાડ્મય, ગળપણ, બીજાના મન જાણવા, સૂવર્ણ અલંકાર, બેંક એકાઉન્ટ, પુખરાજ રત્ન. ગુરુ વર્ચસ્વ વાળો જાતક ઉંચુ શરીર, સ્થલ દેહ, કફ પકૃતિ, હાડકા મજબૂત, ગહુવર્ણ, મેદવૃદ્ધિકર, પેટ આંતરડા, લીમ્ફર. સ્થળ: વિદ્વાન સંમેલન, ભંડાર, સોનુચાંદી, સુવર્ણખાન, વિદ્યાલય, પાર્લામેન્ટ અધ્યાત્મિક, દવાખાનું, નાટક, સંસ્થા, ધર્મસ્થાન મંદિર ન્યાયાલય. (૯૯)

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113