Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 99
________________ ગ્રહ છે. પછી દર ૫ - ૫ દિવસે શુભત્વ ઓછુ ઓછુ થાય છે. સુદ ૧ થી ૧૦ આ વૃદ્ધિગત ચંદ્ર હોવાથી શુભ બને છે. વદ ૫ થી ૧૦ આ સામાન્યથી શુભ અને આગળ ૧૦ થી અમાવસ્યાના ચંદ્રની પાપગ્રહ તરીકે મનાય છે. શુભ ચંદ્રઃ લગ્ન, પંચમ અને નવમાં સ્થાનમાં અત્યંત શુભ ફળ આપે છે પણ એ શનિથી દષ્ટી યુક્ત અથવા જન્મસ્થ સાડાસાતી ન હોય તો અષ્ટમસ્થાન ૧૨, ૬, ૨, ૧૦, ૫, ૯, ૭, ૩, ૧૧, ૪ આ સ્થાનમાં શુભત્વ ક્રમશ: વધે છે. ૮ માં સ્થાને આયુ ઓછું કરે છે. ચંદ્ર અમલ વર્ષાઋતુ ઉપર ચંદ્ર ડાબી આંખનો કારક છે. કારકત્વ બુદ્ધી, સુવાસ, આળસુ, કફ, ઉપવાસી, ફીટ, પથરી, માનસિક પ્રવૃત્તિ, સ્ત્રી, નિદ્રા, સુખ, ચાંદી, પ્રવાહી, મોતી, પ્રવાસ, માતા, ટી. બી., લવણ, કર્તૃત્વ, સફેદ વર્ણ, ચેહરો તેજસ્વી, ચપલ વિકાર, સૌંદર્ય, કીર્તિ, રેશમીવરસી, લોકમત, સ્પર્શજ્ઞાન, ભોળપણું, સ્મૃતિભ્રંશ, કુંડલીમાં જે દોષિત ચંદ્ર તો બચપણ બિમાર અને વૃદ્ધાવસ્થામાં કોઈક ઇન્દ્રય નાશ પામે છે. ગર્ભાશય, મુત્રપિંડ, માસિકપાળી, સ્તન આના ઉપર ચંદ્રનો અમલ હોય છે. એથી કૅન્સર આદિની શક્યતા હોય છે. બાહ્યકારકત્વ : માતા, સ્ત્રી, નોકરાણી, નર્સ, પ્રવાહી, ખલાશી, માછીમારી, દારૂના ધંધા, પાણીનજીકના શહેર, પ્રવાસ, વાહન, સ્નાનગૃહ, ચાંદણી, ચાંદી અને મોતીના વ્યાપારી. અંત:કારકત્વ : ચેતના, ફુર્તિ, સ્વજનપ્રિય, પ્રેમ વ્યવહાર્ય, કલ્પના, સાવધાની, કરકસર, માનસ પરીક્ષા, નમ્રતા, અવસરે બીજાનો બદલો લેનાર, આરામપ્રિય, મિત્ર પરિવાર મોટો, લોકપ્રિયતા. દિયા, ભાવના અને વિચાર ઉપર ચંદ્રનો અધિકાર હોય છે. જેનો ચંદ્ર સારો એની બુદ્ધિ સર્વગામી વ્યવહારી હોય છે. ઉદ્યોગ, ઘરના કાર્ય અને સમાજમાં સાવધાનીથી વર્તનાર હોય છે. પ્રસંગાનુસાર નમ્ર કે કડકાઈ પણ કરે. સહસા બીજાને દુઃ ખ આપવાની વૃત્તિ ન હોવાથી લોકપ્રિય બને છે. લીણ ચંદ્ર હોય ત્યારે મરણ પ્રમાણ વધે છે. એથી જ્યોતિષી માંદાં માણસને અમાસ પસાર થઈ એટલે ધોકો ગયો એમ કહે છે. આવા પરિણામ પૉર્ણિમાએ પણ કેટલાક અંશે જોવા મળે છે. પુનમે જન્મ પામનાર જાતક પુષ્ટ હોય છે પણ બદ્ધીમાની હોય છે. અમાસે એ જન્મ પામનાર જાતક બળ હોય છે પણ બુદ્ધિમાની હોય છે. મન એ મહત્તત્વની જ્ઞાનેન્દ્રિય છે એના કારક ચંદ્ર છે. જેટલાં દ્વન્દો છે. એ બધા સાપેક્ષ છે. ચદ્ર બગડેલો હોય તે અનુકૂળબાબત પણ પ્રતિકૂળ ભાસે છે જ્યારે ચંદ્ર સારો હોય તો પ્રતિકૂળ બાબત પણ સારી ભાસે છે કારણ કે એનો કારક મન છે. ચંદ્ર માતૃકારક છે. રાત્રે જન્મ હોય તો ચન્દ્ર માતૃક કારક હોય અને દિવસે હોય તો શુક્ર માતૃકારક હોય. બંન્ને બાલારિષ્ટયોગ ચંદ્રથી થાય છે. ચંદ્ર હમેશા મધ્યસ્થી ઈચ્છે છે. ચંદ્રએ સ્ત્રી ગ્રહી, દ્રતગ્રહ, ડરપોક, ચંચળ છે. માનસિકવિદ્યા, અંત:સ્કૃર્તિ, નજરબંધી, ગૂઢવિઘા, સુખદુઃખ એ ચંદ્રાધારિત હોય છે. ચંદ્રનક્ષત્ર ઉપરથી રડી - પુરૂષ ગુણમિલન, ગુરુ-શિષ્ય ગુણ મીલન, ભાગીદાર, મિત્ર ગુણ મીલન જોવું. | ચંદ્ર પત્ની કારક છે. રવિ પતિકારક છે. તેથી રવિચંદ્ર શુભયોગ લગ્નસુખ સારૂ આવે છે. ચંદ્ર કરતાં બુધ એ બુદ્ધિમાટ શ્રેષ્ઠ છે. બુધ કરતાં ગુરૂ એ બુદ્ધિમાટે શ્રેષ્ઠ છે અને ગુરૂ કરતાં શનિ એ બુદ્ધિમાટે શ્રેષ્ઠ છે. મુહર્તમાં વધુ મહત્તા છે. કશા ઉપર પણ ચંદ્રની અસર હોય છે. ચંદ્ર એ મનનો કારક હોવાથી ચિંતા કરનાર ગમે તેટલો શ્રીમંત હોય તોય ઉદાસી હોય છે. એને રોગ થયા કરે છે. જે ચંદ્ર સારો હોય એવો જાતક દુઃખદ પરિસ્થિતિમાં સહુજ દુઃખ સહન કરી પ્રસન્ન રહે છે. કુડલીના ૭ માં સ્થાને વૃશ્ચિક ચંદ્ર અનેક વિખો પેદા કરે છે. વૃશ્ચિક રાશિમાં ૩ અંશી ચંદ્ર એ કુંડલીના બધા રાજયોગ ભંગ કરે છે. દુષિત ચંદ્ર૪ થા સ્થાને માતૃસુખ નષ્ટ કરે છે. વૃશ્ચિક રાશિમાં કર્ક નવમાંશનો ચંદ્ર ભગંદર, હિરાણીયા, ગુસરોગ, પેદા કરે છે. કન્યા રાશિમાં ચંદ્ર શનિ અને મંગળ વચ્ચે હોય તો ક્ષય રોગ પેદા કરે છે. મકર કુંભ રાશીનો ચંદ્ર શનિ અને મંગળ વચ્ચે હોય તો આત્મહત્યા કરે છે. ચંદ્ર મંગળથી દૂષિત હોય તો બોલવામાં અવિચારી બને છે. માનહાની થાય છે. ચંદ્ર મંગળ યુતી ઉતાવળો સ્વભાવ અને વિપરીત માર્ગે પૈસા કમાવાની વૃત્તિ થાય છે અને માતા સુખ ન મળે. બઢાઈખોર બનાવે છે, અપધાત યોગ બને છે. ચંદ્ર અને શનિ યુતિ એ અત્યંત ખરાબ યુતિ છે. આ યુતિનો જાતકની કુંડલી ફેંકી દેવા જેવી હોય છે. આ જાતકને દુઃખ આશાભંગ ત્રાસ સંદેવ થયા જ કરે છે. પ્રયત્ન કદી સફળ ન થાય આ શનિ ચંદ્ર યુતિ મંગળથી યુક્ત કે દષ્ટ હોય તો પાગલ બને છે પણ એમાં સ્વરાશિ કે ઉચ્ચનો ગ્રહ ન હોય તો. (૯૪)

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113