Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 97
________________ શવ રવિ રહોનો રાજા અને આત્મકારક છે. પૃથ્વીથી ૯ ક. ૨૭ લા. મૈ. દૂર છે. આરોગ્યકારક, આયુર્દાયક છે. દેહસ્થ અને પૃથ્વી પરની ઉષ્ણાતા રવિથી હોય છે. અને આ ઉષ્ણતા જીવન માટે અત્યંત જરૂરી છે. આવો પ્રભાવ મંગળનો નથી, રવિની ઉષ્ણતા સાત્વિક તેજ પેદા કરે છે. મંગળ ઉષ્ણતા પીડા-માસ ઉપદ્રવકારક હોય છે. રવિનો સંબંધ હાડકાથી છે. રવિ એ સિંહ એ રાજ રાશી લીધી છે. સિંહ રાશિમાં રવિ ૧ તે ૧૦ અંશ સુધી મૂલ ત્રિકોણ તે પછી તે સ્વગૃહી હોય છે. મેષ રાશિમાં ઉચ્ચ અને ૧૦ માં અંશે પરમોચ્ચ થાય છે. રવિની મહાદશા. ૬ વર્ષની છે. દૈનિકગતિ પ૭', ૧૧ વિકલા થી ૬૧', ૧૧ વિકલા હોય છે. ઉત્તરાયણમાં રવિ મહાબળવાન હોય છે. ૨૨ ડીસે. થી ૨૧ જુન મધ્યમગતિ પ૯'-૧૧ વિકલા હોય છે. રવિ અધ્યાત્મિક, માનસિક, શારિરીક વ નૈતિક જીવન ઈશ્વરભક્તિ, શુદ્ધ સાત્વિક આચાર, વિચાર , અંર્તજ્ઞાન, અંત:સ્કૃર્તિ, સાહસી, ધ્યાનધારણા, ગ્રીષ્મઋતુધર, સત્તા, વર્ણ, લાલાસ, કેશરી, રક્તાભિસરણ ઉપર રવિની સત્તા છે. રવિ મેષ, સિંહ અને ધનુરાશિનો બળવાન છે. અગ્નિતત્વની નીચે જલરાશિમાં ૪-૮-૧૨ માં સુંદર ફળ આપે છે. મિથુન, તુલા, કુંભમાં રાશિ બળહીન હોય છે. તુલા એ રવિની નીચ રાશિ હોય છે. રવિના આગળ પાછળ વિશિષ્ટ અંશમાં રહેલ ગ્રહ અસ્તગત હોય છે. રવિ ઉત્તરના ક્રમે શુભત્વ ૧૦, ૧૧, ૬, ૩, ૧, ૯, ૫, ૭, ૪, ૨, ૮, ૧૨ માં ક્રમશ: ાણવો. રવિ પિત્તપ્રકૃતિ જણાવે છે. જાતકને ટાળ હોય છે. રજાભાવનો રવિ હોય તો કુટુંબ સુખ ઓછું. ૧૨ મો રવિ ધન નાશ. ૬ કો રવિ શત્રુ પીડા, ૮ માં ધનનાશ અને શારિરીક ક8, ચતુથાંત ચિંતા, તૃતીયમાં વડીલપણાનો અધિકાર બજાવે. રવિ કારકત્વઃ આત્મા, પિતા, અધિકાર, સામર્થ્ય, તીવ્રકડકાઈ, બલવત્તા, ઉષ્ણતા, તેજસ્વિતા, ઉદાત્તાપણું, ભક્તિ, કટુતા, સત્તા, રાજમાન્યતા, સાક્ષાત્કાર, વરિષ્ઠ અધિકારી, વડિલપણું, પ્રયત્ની, નેત્રરોગ, માનસિક શુદ્ધતા, ક્રોધ, મધ્યાધી, કેશર, શત્રુત્વ, વિરોધ, અહંકાર, નેત્ર, હાડકા, પથરી. જ્યારે રવિ રાશીથી કે ભાવબળથી કે દષ્ટિથી શુભ હોય છે ત્યારે કારકત્વના ફળ શુભ આપે છે. પણ જો અશુભ હોય તો વિપરિત ફળ આપે છે અને કુંડળીનું મહત્વ ધટે છે. રવિ માટે શનિ, રાહુ, કેતુના નક્ષત્ર સારા નથી કેમકે તે બળહિન થાય છે. પુષ્ય, અનુ, ઉ.ભાદ્ર, સ્વાતિ, શતતારક, અશ્વિની, મઘા અને મૂળ આ ૯ નક્ષત્રો રવિ માટે ખરાબ છે. રવિ + રાહુની યુતી જે સ્થાને હોય તે સ્થાનને ખરાબ કરે છે. સુભાષચંદ્ર બોસના કુંડળીમાં રવિ + રાહુ દશમમાં હતા તેથુ રાજકારણ છોડવું પડ્યું. રવિ + રાહુ યુતી જો સસમાંત હોય તો સમાજવિરોધ, પત્નીનું સહકાર્ય ઓછું. અષ્ટમસ્થાનમાં રવિ + રાહુની યુતિ હોય તો અંતકાળ ખરાબ હોય. સ્ત્રી કુંડલીમાં રવિ + શનિ, રવિ + રાહુ, રવિ + કેતુ સક્ષમ કે અરમમાં હોય તો વૈધ્યવ્યની શક્યતા હોય છે. ૬ ઉસ્થાને રવિ શનિ, રાહુ કે કેતુથી યુક્ત હોય તો રાશિભેદથી નીચેના રોગ થાય છે. નેત્ર, હૃદયવિકાર, મેંદુરોગ, પેટના રોગ, અપેન્ડીસ, મળવ્યાપ, મેંદુ ઉપજ સૂજન, મસ્તકપીડા, આધાશિશી, નિદ્રાનાશ, લુલાગવી. રવિની સત્તા અ અને ડ જીવનસત્ત્વ ઉપર હોય છે. રવિ અશુભ હોય તો હાડકા કમજોર હોય છે. નીચેનો રવિ પિતૃસુખ હાનિકારક હોય છે. રવિ જો શનિ, રાહુથી યુક્ત હોય તો પિતા વહેલા મટે છે. રવિ ૮ માં હોય તો પિતૃસુખ નાશ પામે છે. રવિ ૩-૬-૯ રાશિમાં દોષિત હોતા ક્ષય રોગની શક્યતા હોય છે અને અમાવસ્યા યોગમાં હોય કે પાપગ્રહથી દષ્ટ હોય તો આ રોગ ચોક્કસ થાય છે. રવિ + ચંદ્ર યુતી હોય તો નિર્બળ દેહી હોવા છતાં અત્યંત બુદ્ધિમાન સ્ત્રીયોને ૮ માં રવિ + ચંદ્રવુતી પાપગ્રહતી દષ્ટ હોય તો વૈધવ્ય યોગ થાય છે. રવિ + ચંદ્રયુતી તો ૧૨ મે હોય તો ધંધો ન કરવો. ૬ ફામાં રવિ + ચંદ્ર યુતિ પ્રકૃતિને વિશ્વાંતક બને છે. દષ્ટિદોષ થાય છે. રવિ-ચંદ્રનું મૃત્યુષડાષ્ટક હોય તો કુંડલી પ્રભાવહીન બને છે પણ રવિ- ચંદ્રનો નવ પંચમ યોગ એ રાજયોગ બને છે. રવિ-ચંદ્રનો કેન્દ્રયોગ પણ રાજયોગ બને છે (રામચંદ્રના કુંડલીમાં). રવિ દશમમાં અને ચંદ્ર લગ્નમાં હોવાથી પ્રબળ રાજયોગ થયો. દરની કુંડલીમાં રવિ ચતુર્થમાં અને ચન્દ્ર લગ્નમાં કેન્દ્રયોગ થયેલ. રવિ અને શનિના ઉચ્ચસ્થાન અને સ્વસ્થાન સામ સામે આવવાથી રવિ અને શનિ બંન્ને ઉચ્ચના હોય તે કુંડલી અત્યંત સંઘર્ષમય હોય છે આવો યોગ રામચંદ્રની કુંડલીમાં હતો. રવિ + શનિ પતિ અથવા અન્યોન્યદૃષ્ટિ રવિ પાપગ્રહોનાં વચમાં હોય અથતુ પાપમધ્યમાં હોય તો પિતાનુ મરણ બચપણમાં થાય, રવિ-ચંદ્ર પરવિર્તન યોગ સારો ન ગણાય. કન્યાનો રવિ સપાતળ શરીર સૂચવે છે. મકર અને કુંભનો રવિ અભાગીનો સૂચક છે. રવિ-મંગળ (૯૨)

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113