Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 59
________________ પ્રકારોતર : प्राषादव्याभानेन, दण्डो ज्येष्ठः प्रकीर्तितः । मध्यहीनो दशांशेन, पंचमांशेन कन्यसः ॥ પર્વ અને ચહી અંગે : पर्वभिषिमैः कार्य: समग्रंथी सुखावहः દંડમાં પર્વ વિષમ અને ગાંઠો સમ રાખવી... પાટલી ? दण्डदैर्य - षडांशेन, मध्यर्दैन विस्तृता। अर्द्ध चन्द्राकृतिः पार्थे, घण्टोऽर्चे कलशस्तथा।। દંડની લંબાઈના છઠ્ઠા ભાગ જેટલી પાટલી કરવી અને લંબાઈ અર્ધી વિસ્તારવાળી કરવી. પાટલીના મુખભાગમાં બે અર્ધ ચંદ્રના આકાર કરવા. બે બાજુ ઘંટી લગાડવી અને મધ્યમાં કળશ રાખવો. અર્ધચંદ્રાકારવાળા ભાગને પાટલીનું મુખ માન્યું છે આ પાટલીનું મુખ અને પ્રાસાદનું મુખ એકદિશામાં રાખવું અને મુખની પાછળ ધ્વજા લગાડવી જોઈએ. . . बरिससयाओ उड्द, जं बिंब उत्तमेहिं संठवियं । विअलंगु वि पूइज्जई, तं बिंब निष्फलं न जओ॥३९॥ જે પ્રતિમા ૧૦૦ વર્ષ પહેલાં ઉત્તમ પુરૂષોએ સ્થાપના કરી હોય તે ને વિકલાંગવાળી (બેડોળ) હોય અથવા ખંડિત હોય તો પણ તે પ્રતિમા પૂજવી જોઈએ પૂજનનું ફળ નિષ્ફળ જતું નથી. मुह-नक्क-नयण-नाही-कडिभंगे मूलनायगं चयह। आहरण-वत्थ-परिगर-चिण्हायुहभंगि पूजा ।।८०॥ | મુખ-નાક-નયન-નાભિ અને કમર આ અંગોમાંથી કોઈ અંગ ખંડિત થઈ જાય તો મૂળનાયક તરીકે સ્થાપન કરેલી પ્રતિમાનો ત્યાગ કરવો જોઈએ પરંતુ આભરણ, વસ્ત્ર પરિકર, ચિહ્ન અને આયુધ આમાંથી કોઈનો ભંગ થઇ જાય તો પૂજન કરી શકાય છે.. धाउलेवाइ बिंब, विअलंगं पुणवि कीरइ सज्ज ! कव-रयण-सेलमयं, न घुणो सज्जं च कड्यावि ॥४२॥ ધાતુ (સોનું, ચાંદી, પિત્તળ વિ.) અને લેપ (ચૂનો, માટી, ઈંટ, વિ.)ની પ્રતિમા જો અંગહીન થઇ જાય તો તેને બીજીવાર બનાવી શકાય છે. પરંતુ કાષ્ઠરત્ન અને પત્થરની પ્રતિમા જો ખંડિત થઈ જાય તો તેને ક્યારે પણ બીજીવખત બનાવી શકાય નહિ. આચાર દિનકરમાં કહ્યું છે કે धातुलेप्यमयं सर्व, व्यंगं संस्कार - मर्हति । काटपाषाणनिष्पन्नं, संस्काराह पुनर्नहि।। प्रतिष्ठित पुनर्दिबे, संस्कार: स्यान्न कर्हिचित्। संस्कारे च कृते कार्या, प्रतिष्ठा तादृशी पुनः॥ संस्कृते तुलिते चैव, दुष्टस्पृष्टे परीक्षिते । इते बिंबे च लिङ्गे च, प्रतिष्ठा पुनरेवहि ॥ ધાતુની પ્રતિમા અને ઈંટ, ચૂનો અને માટી વિ. ની લેપમય પ્રતિમા જો વિકલાંગ થઈ જાય અર્થાત્ ખંડિત થઈ જાય તો તે ફરી સંસ્કાર કરવા યોગ્ય છે. અર્થાત્ તેને ફરી બનાવી શકાય પણ કાષ્ટ અથવા પત્થરની પ્રતિમા ખંડિત થઈ જાય તો ફરી સંસ્કાર યોગ્ય નથી. એવી રીતે પ્રતિષ્ઠા થાય પછી કોઈપણ પ્રતિમાનો કદી સંસ્કાર થાય નહિ. જો કારણવશ કંઈ સંસ્કાર કરવો પડે, તો ફરી પૂર્વવતુ પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. કહ્યું છે કે ‘‘પ્રતિષ્ઠા થયા પછી જે મૂર્તિનો સંસ્કાર કરવો પડે, તોલવું પડે, દુષ્ટ મનુષ્યનો સ્પર્શ થઈ જાય, પરીક્ષા કરવી પડે, અથવા તો ચોર ચોરી જાય તો ફરી એ મૂર્તિની પૂર્વવત્ પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. .. ગૃહમંદિરમાં પૂજવા યોગ્ય મૂર્તિનું સ્વરૂપ : पाहाणलेवकट्ठा, दंतभया चित्तलिहिय जा पडिमा ! अप्परिगरमाणाहिय, न सुंदरा पूयमाणगिहे ।।१२।। પાષાણ, લેપ, કાષ્ટ, દાંત અને ચિત્રામની જે પ્રતિમા છે, તે જો પરિકર રહિત હોય અને ૧૧ મંગલ પ્રમાણથી અધિક હોય તો પૂજનારના ઘરમાં સારું નહિ... પરિકરવાની પ્રતિમા અરિહંતની અને પરિકર વિનાની પ્રતિમા સિદ્ધાવસ્થાની છે. સિદ્ધાવસ્થાની પ્રતિમા ધરમંદિરમાં ધાતુ સિવાય પત્થર, લેપ, દાંત, કાષ્ટ અથવા ચિત્રામની બનેલી હોય તો રાખવી જોઈએ નહિ. અરિહંતની મૂર્તિને માટે પાર શ્રી સકલચંદ્ર ઉ. કૃત પ્રતિષ્ઠાક૯૫માં કહ્યું છે કે – (૫૪)

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113