________________
શ્રી જિનની સાથે પૂજને અનુકૂળ છ વસ્તુ મેળવવા માટેની સમજૂતી શ્રી જિનબિંબ ભરાવનાર ધનિકને અનુકૂળ પ્રતિમા સ્થાપવામાં તથા શિષ્યનું નામ પાડવામાં મુનિઓએ નક્ષત્રની યોનિ વિગેરેનો વિશેષ ઉપયોગ કરવો. તેમાં શિષ્યના નામમાં નાડીવેલ શ્રેષ્ઠ છે તે જિનેશ્વરના નામમાં તઝવા યોગ્ય છે. અને તારાનો વિરોધ પ્રાયઃ કરીને જનબિંબના અધિકારમાં વિચારવાનો નથી. કહ્યું છે કે યોનિમણ, રાશીભેદ, લેણાદેણી, વર્ગ, નાડીવેલ આ ૬ પ્રકારનું બળ પંડિતોએ નવીન જિનબિંબ કરાવવામાં જોવું...
તેમાં જિનેશ્વરના જન્મ નક્ષત્રની જેમ ધનિકના જન્મનક્ષત્રની ખબર હોય તો તેના જન્મનક્ષત્ર સાથે યોની - ગણ - રાશિ અને નાડીવેલ આ ચાર બાબત જોવી. પણ વર્ગ અને લેણાદેણી એ બે બાબત જિનેશ્વરના નામની જેમ તે ધનિકને પણ પ્રસિદ્ધ નામવડે જોવાય છે... આ રીત સર્વત્ર લેવી. પરંતુ જન્મનક્ષત્રની ખબર ન હોય તો તેની યોનિ વિગેરે સર્વ પ્રસિદ્ધ એવા નામના જ નક્ષત્રવડે જોવું...
ધનિક અને જિનનું પરસ્પર યોનિવૈર - ગણવૈર અને વર્ગવૈર આ ત્રણે અવશ્ય તજવા. પરંતુ વૈર આવતું જ હોય તો ધનિકની યોનિ આદિ બલવાન હોય તો લેવામાં હરકત નથી અને વૈર ન આવતું હોય તો, જિનની યોનિ આદિ બલવાન હોય તો પણ વાંધો નથી. જેમકે - ધનિકની યોનિ બિલાડો હોય અને દેવની યોનિ ઉંદર હોય તો વૈર હોવા છતાં ધનિકની બળવાન યોનિ છે, માટે લેવામાં હરકત નથી. શાસ્ત્રમાં યોનિ અને વર્ગના જાતિવૈરને જ વર્યા છે અને લોકમાં પણ તે જ પ્રમાણે આદરવામાં આવે છે એટલે વૈર ન આવતું હોય તો જિનની યોનિ આદિ બલવાન હોય તો પણ વાંધો નથી. યોનિ આદિ વૈર ન આવતું હોય પરંતુ લૌકિકમાં વૈર ગણાતું હોય તોપણ વૈર સમજવું પરંતુ તેમાં બલાબલનો વિચાર કરી શકાય છે...
શિષ્યનું નામ પાડવામાં તો ગુરૂ શિષ્યનો પરસ્પર તારા વિરોધ તથા શુત્ર ડાષ્ટક વિગેરે સર્વ અશુભનો ત્યાગ કરવો યોનિ વિરોધ પણ તજવો. પરંતુ જે નાડીવેધ થયો હોય તો યોનિનો વિરોધ અશુભ નથી. કહ્યું છે કે નામ પાડવામાં ગુરૂ શિષ્યનું પરસ્પર બીયા-બારૂ, નવપંચમ, ષડાષ્ટક, ૩ જી, ૫ મી અને ૭ મી તારા આટલાં વાના તજવા, ગુરૂ-શિષ્યના પરસ્પર વિરૂદ્ધયોનિ વાળા નક્ષત્રમાં નામ કરવું નહિ. પરંતુ નાડીવેધ થયો હોય તો વિરૂદ્ધ યોનિ વાળા નક્ષત્રનો દોષ નથી.
જેમાં દેવની રાશિથી ધનિકની રાશિ સમીપમાં હોય અને ધનિકની રાશીથી દેવની રાશિ દૂર હોય એવું પ્રીતિષડાષ્ટક વિ. ગ્રહણ કરવું તે સિવાય અપ્રીતિવાળું ગ્રહણ કરવું નહિ તથા તેવા પ્રકારનું બીજું કોઈ શુદ્ધ ન મળે તો દૂરની રાશિવાળું પ્રીતિષડાષ્ટક લઇ શકાય છે...
ગણ અને વર્ગનો વિરોધ તો તજવા યોગ્ય છે. લેણાદેણી પણ પરસ્પર જેવા યોગ્ય છે. પરસ્પરની રાશિથી મૈત્રી વિગેરેનો અભાવ હોય તો રાશિનું વયપણું ગ્રહણ કરવું. કેમકે વશ્યપણું હોવાતી શત્રુ ધડાકાદિનો પણ વિશેષ દોષ સંભવતો નથી. પુત્ર વિગેરેના નામ પાડવામાં પણ પ્રાયઃ કરીને સર્વ બાબતો શિષ્યના નામ પ્રમાણે જ જાણવી...
પૂર્ણભદ્ર: પહેલાં અક્ષરની ગોચરશુદ્ધિથી ગુરૂ-ચંદ્ર અને સૂર્ય એ ત્રણે બલવાન હોય ત્યારે માણસનું નામ કરવામાં આવે છે. નામ પાડનાર આચાર્યાદિને જેટલાં અક્ષરો મૈત્ર ભજનારો હોય તે વર્ગોમાંથી જે વર્ણના ગુરૂ, ચંદ્ર અને સૂર્ય ગોચર શુદ્ધિવડે બલવાન હોય તે વર્ણને નામાદિકમાં રાખીને શુભદિવસે શિષ્યાદિકનું નામ પાડવું...
વર્ગોમાંથી પરસ્પર ૫ મો વર્ગ યત્નથી વર્જવા યોગ્ય છે. એટલે કે ગુરૂ-શિષ્ય કે પૂજ્ય-પૂજકના નામના પહેલાં આકાર જે જે વર્ગમાં આવતાં હોય તે વર્ગ એકબીજાથી પાંચમો હોય તો તેમના સ્વામીઓનું જાતિવૈર હોવાથી તે તજવા ચોગ્ય છે. (આ. સિ. વિ. ૩ બ્લો. ૨૬)
લભ્ય મેળવવા માટે બંન્નેના નામના આદિ અક્ષરવાળા વર્ગની સંખ્યાને અથવા એક જ વર્ગના હોય તો તે નામના પહેલાં અક્ષરોની જોડે જોડે મૂકવાં. પછી તેને આઠે ભાગવા. જે બાકી રહે તેનું અર્ધ કરવું. જે આવે તેટલાં વસા પહેલા આંકના વર્ગવાળો બીજા વર્ગનો દેવાદાર છે, એમ જાણવું. એ રીતે કર્મ અને ઉત્કર્મવડે જેમ ઘટે તેમ લેણું-દેણું યથાયોગ્ય વાળવું અને બાકીનું દેણું નક્કી કરવું અને જે પરસ્પર લેણું કે દેણું ન આવે તો -
પૂજ્ય અને પૂજકનો પરસ્પર એક જ ગણ આવતો હોય તો શ્રેષ્ઠ છે એટલે કે દેવ-દેવ, મનુષ્ય-મનુષ્ય, રાક્ષસરાક્ષસ ઓવે તો શ્રેષ્ઠ છે. એકનો મનુષ્ય અને બીજાનો દેવગણ હોય તો મધ્યમ-પ્રીતિ રહે છે. એકનો દેવગણ બીજાનો રાક્ષસગણ હોય તો પરસ્પર દ્વેષ રહે છે અને એકનો મનુષ્યગણ અને બીજાનો રાક્ષસગણ હોય તો મૃત્યુ થાય છે... ઉદાહરણ પ્રશ્ન : નાંગલપર ગામ માટે કયાં ભગવાન અનુકુળ આવે ?
નાંગલપરનું નક્ષત્ર - અનુરાધા, રાશિ - વૃશ્ચિક, શ્રેયાંસનાથપ્રભુનું નક્ષત્ર - શ્રવણ, રાશિ - મકર.