Book Title: Jyotirmahodaya
Author(s): Akshayvijay
Publisher: Akshayvijay

View full book text
Previous | Next

Page 90
________________ ત્યારબાદ લગ્ન પૂર્વેના આંકમાં ૧ રાશિ ઉમેરીને તે આંક લગ્ન પછીના રેખા ઉપર લખવો. પછી ક્રમશઃ ૨ થી ૬ સુધી ઉમેરતાં આવતાં અંક સ્પષ્ટ ચતુર્થ ભાવ સુધી લખવો. પછી દશમ ભાવના અંકમાં ૬ રાશિ ઉમેરતાં પંચમભાવનો આદ્ય પ્રાપ્ત થાય. આ રીતે ૬-૬ રાશિ ઉમેરતાં સક્ષમ ભાવ સુધી આવવું. આ રીતે ૬-૬- રાશિ ઉમેરતાં દશમ ભાવનો આધ આવે તેથી ઇઝ સમયનો ઈષ્ટ સ્થળનો નકશો તૈયાર થાય છે. - ત્યાર બાદ ગણિતાનુસાર કાઢેલા સ્પષ્ટ રહો જ્યાં બેસે ત્યાં લખવાં જેથી ગ્રહોનું આકાશ સ્થળ સમજાય છે. તેમજ ચલિત થયેલ ગ્રહ - ભાવમધ્ય અને ભાવસન્ધિનું પૃથક્કરણ થવા સાથે ગ્રહોનું બળ પણ ધ્યાનમાં આવે છે. * ભાવ સંશ્વિમાં આવેલ ગ્રહ બન્ને ભાવનું ફળ આપવામાં નિર્બળ બને છે. * ચલિત ગ્રહ પાછળના ભાવનું ઓછુ ફળ આપી ચલિત ભાવનું વધુ ફળ આપે. * ભાવ મધ્યમાં આવેલ ગ્રહ સંપૂર્ણ ફળ આપવા સમર્થ બને છે. * ભાવમધ્ય – બાણ નીચેના અંકના ૫ અંશ આ તરફ કે પેલી તરફ પછી એ ભાવસન્ધિમાં જાય છે. ત્યાં એનું બળ ઓછું થાય છે. આ કુંડલીને ભાવચલિત કુંડલીમાં દશમ ભાવ કુંડલી કહેવાય છે. સ્પષ્ટ ચંદ્ર કાઢવાની રીત ૧) ઈષ્ટ સમય કયા નક્ષત્રમાં છે એની નોંધ કરવી. ઈષ્ટ નક્ષત્રનો અંત સમય/ ઈઝ નક્ષત્રનો આદિ સમય = નક્ષત્ર ચલન આવે. ૨) ઈષ્ટ સમય નક્ષત્રનો પ્રારંભ સમય = ઈઝ નક્ષત્રનું ચલન આવે. પછી સંપૂર્ણ નક્ષત્ર ચલન અને ઈષ્ટ નક્ષત્ર ચલન = બન્નેને મિનિટોમાં રૂપાંતર કરવું. ૩) સંપૂર્ણ નક્ષત્રના ચલનોના મિનિટોને જો ૮૦૦ કલા તો ઈઝ નક્ષત્રના ચલનોના મિનિટોને કેટલી કલા એમ ગણિત કરવું અને આવેલી કલાનું અંશ કલામાં રૂપાંતર કરવું. ૪) ઈષ્ટ નક્ષત્રના પહેલાના નક્ષત્રના જે રાશિ અંશ કલા હોય એમાં આવેલ અંશ કલા ઉમેરવાથી ઈષ્ટ સમયનો સ્પષ્ટ ચન્દ્રમાં આવશે. ૫) ઉપર આવેલી કલાઓ ૦ થી ૨૦૦ પ્રથમ ચરણ; ૪૦૦ સુધી ૨ જી ચરણ; ૬૦૦ સુધી તૃતીય ચરણ અને ત્યારબાદ ૮૦૦ સુધી ૪થુ ચરણ સમજવું. મહાદશા નક્ષત્ર ઉપરથી સ્પષ્ટચંદ્ર કાવ્યા પછી ગણિતની સરળતા માટે તુર જ નક્ષત્ર ઉપરથી મહાદશા કાઢવી. જન્મનક્ષત્ર : ઈષ્ટ નક્ષત્ર એના આધારે સ્પષ્ટ નક્ષત્ર કાવ્યો છે તે નક્ષત્ર ઉપરથીજ હવે સ્પષ્ટ મહાદાશા કાઢવાની છે. ૧) જે નક્ષત્રના જન્મ હોય એનો સ્વામી લખવશે અને એ સ્વામીની મહાદશાનો કાળ એના સામે લખી પછી સંપૂર્ણ નક્ષત્ર ચલનના મિનિટ એ જે ઈષ્ટ મહાદશાના આટલા વર્ષો જેમ કે ચન્દ્રના ૧૦ વર્ષ તો ઈષ્ટ નક્ષત્રના ચલનના મિનિટોએ કેટલા વર્ષ-માસ-દિવસ આવે એ ગણિતાનુ સાર કાઢવા. તે ભક્ત કાળ આવશે. પછી સંપૂર્ણ મહાદશાના વર્ષમાંથી ગણિતથી આવેલ વર્ષ-માસ-દિન ઓછા કમ્યા ને શેષ આવે તે મહાદશાનો - ભોગ્યકાળ આવશે, તે ભોગ્ય વર્ષ-માસ-દિનમાં જન્મતારિખના વર્ષ-માસ-દિન + ઉમેરવા જેથી જન્મસ્થ મહાદશા પૂર્ણ થવાની તારિખ આવશે. એ તારિખમાં કોઇ પ્રમાણે આગળના મહાદશાના ક્રમશ: વર્ષો ઉમેરતા જવું. સામાન્યતઃ ૭ મહાદશામાં આયુ પુરૂ થાય છે. તેથી ૭ મી મહાદશાને વય મહાદશા કહેવાય છે. પ્રાયઃ ૭ મી મહાદશામાં સાડીસાતી આવવાથી વય મર્યાદા પૂરી થાય છે.

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113