________________
સામાન્યતઃ શ્રી સંઘના જિનાલયો શુદ્ધ ઉત્તર અથવા પૂર્વદિશા સન્મુખ રાખવા જોઈએ રાજમાર્ગ કે નગરવાસીઓના પ્રધાન આવાસોને પૂંઠ ન પડે એવા આશયથી શુદ્ધ પશ્ચિમ કે દક્ષિણ સંમુખ પણ શ્રી જિનાલય બંધાવી શકાય છે (ગૃહચૈત્ય માટે આથી વિપરીત નિયમ સમજવો...)
હવે કોઈ કારણવશ કોઈપણ દિશાના શુદ્ધ બિંદુ સન્મુખ જિનાલય ન બની શકે તો ઈષ્ટ દિશાના શુદ્ધ બિંદુથી ૨૨ ૩૦' (૨૨.૫) જેટલો ડાબો અથવા જમણો ખૂણો સંમુખ રાખી શકાય છે. બાવીસ અંશ ત્રીસ કલાથી વધુ ખૂણો રાખવાથી દિમૂઢ દોષયુક્ત પ્રાપાદ બને જે દોષ ટાળવો જોઈએ...
૫. આ. વિ. ઉઠયસૂરીશ્વરજી મ. ને પછાવેલા પ્રશ્નો અને મળેલા ઉત્તશે ૧) મહામહિનામાં ઘર મંદિરમાં પ્રભુ પ્રવેશ કરાવાય કે નહિ ? બિંબ પ્રવેશ વિધિમાં ગહમંદિરમાં પ્રભુ પ્રવેશ મહામહિનામાં
નિષેધ્યો છે માટે પ્રશ્ન ઉઠ્યો છે.. ઉત્તર : મહા મહિનામાં પ્રભુજીનો પ્રવેશ ન થાય...
૨) શ્રાવણમાં પ્રભુ પ્રતિષ્ઠા - પ્રવેશ વિ. કરાવાય ? કરાવાય તો આધાર જણાવશો ? ઉત્તર : શ્રાવણમાં પ્રવેશ – પ્રતિષ્ઠા રૂડી કહી છે...
૩) ઘરમંદિરમાં પ્રભુજીને કઈ દિશા સન્મુખ રાખવા જોઈએ ? એ અંગે આધાર હોય તો જણાવશો? ઉત્તર : પૂજા પૂર્વોત્તરી મુખી કાર્યા...
૪) ઘરમંદિર ઘરમાં હોય તે ઘરમંદિર શિખર સિવાયનું હોય તે ઘરમંદિર કહેવાય ? અથવા તો નાના ગામમાં સૌ તરફનું
એક નાનું મંદિર હોય તેને પણ ઘરમંદિર જ ગણવું ને? ઉત્તર : હાલનો વ્યવહાર એક માલિક પોતાના ઘરમાં અથવા બહાર, પોતાની માલિકીનું રાખેલ તેને ગૃહમંદિર કહેવાય,
બાકી સંઘની માલિકીનું દહેરાસર...
૫) મુંબઈ જેવામાં શ્રાવકોને પોતાના સ્થાનમાં ગૃહમંદિર કરવું હોય અને પોતાના મકાન ઉપર વસવાટ હોય તો તે ઘરમાં
ગૃહમંદિર કરી શકાય કે નહિ ? એ રીતે રહેનાર ગૃહસ્થને ગૃહમંદિર કરવું હોય તો કેવી રીતે કરવું ? ઉત્તર : આશાતના ન થાય અને અલગ ઓરડી કે જે સ્થળે શુદ્ધ થઈ જવાનું હોય ત્યાં થઈ શકે...
૬) મણિનાથ, નેમિનાથસ્વામી અને મહાવીરસ્વામીની મૂર્તિ ગૃહમંદિરમાં રખાય કે નહિ ? ન રખાય તો કેમ ? ઉપરોક્ત
પ્રભુજીની મૂર્તિઓ રખાય નહિ તો ૨૫ ઘર વચ્ચે ગૃહ મંદિર કર્યું હોય તો તેવા ઠેકાણે પણ ઉપરોક્ત પ્રભુજીની મૂર્તિઓ
રખાય કે નહિ? ઉત્તર: ઘર મંદિરમાં મહ્નિ, ને ૧, વીરપ્રભુ ન રખાય તેવો પાઠ વાસ્તુસાર પા. ૯૧ માં છે.
૭) મંદિરના શિખર ઉપરના ધ્વજદંડની પાટલી ભાંગી ગઈ હોય તો તે પાટલો બદલતાં ખાસ વિધિ કરવી પડે છે? ઉત્તર: ધ્વજદંડ અભિષેક કરવા પડે...