Book Title: Jineshwarstavan Chaturvinshtika Author(s): Buddhisagar Publisher: Jainoday Buddhisagar Samaj Sanand View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. કૃતાર્થ આત્માઓની સ્થિતિ જગત્ કરતાં વિલક્ષણ રહેલી છે અને જ્યારે તેમનું વર્ણન જગના ઉચકેટિના મહાત્માઓ કરે છે ત્યારે તેમાં જગની શુદ્ર લાલસાઓમાં કૃતાર્થતા માનનારાઓની ભાવનાએ દશ્યમાન થતી નથી. શુદ્ર ભાવનાઓનું બળ કમી કરીને ઉચ્ચ ભાવનાઓ વિસ્તારવી તે જનસમાજના ઉદ્ધારની સડક છે કારણ કે તે વાસ્તવિક કૃતાર્થતાને પરિફ્રેટ કરે છે. અનેક પ્રાચીન મહાત્માઓના તેવા વર્ણને પ્રસિદ્ધ છે અને તેમાં આ એક આધુનિક મહાત્માનું તેવી જ પ્રતિનું વર્ણન ઉમેરે પામેલું છે એ હર્ષને વિષય છે. જનસમાજ આ વિષયમાંથી વાસ્તવિક કૃતાર્થતા-દ્રવ્યાનુયોગના જ્ઞાનને રંગ લઈ આત્મન્નિતિ તરફ પ્રયાણ કરી શકે એટલું જ નહિ પણ તેની પદ્યમયતા તેમાં તલ્લીન બનાવી તેને રસ્તે સરળ કરી આપે એવી હૃદયની આકાંક્ષા છે. લુણાવાડા નિવાસી શા. વેલજીભાઈ મોતીભાઈ આ પુસ્તક પ્રસિદ્ધિના પુણ્યકાર્યમાં મદદગાર થવા માટે અમે તેમને સાંતઃકરણ આભાર માનીએ છીએ. શ્રી જેને દય બુદ્ધિસાગર સમાજ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 47