Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 28
________________ 26 ભક્તિ અને પૂજા (ભક્તિ અને આરાધના) ભક્તિ અને પૂજા આ બંને જૈનની દૈનિક જિંદગી સાથે જોડાયેલા તથા દૈનિક વ્યવહારના હિસ્સા જેવા છે. દૈનિક અનુષ્ઠાન રુપે ભક્તિ અને પૂજાના માધ્યમથી આત્માના પવિત્ર રુપને અનુભવી શકાય છે. આ રોજબરોજનો વ્યવહાર આપણને નિશ્ચય તરફ લઈ જનારો હોવો જોઈએ કે જેના દ્વારા આપણા આત્માર્ના શુદ્ધ સ્વરુપ સુધી પહોંચી શકીએ. ભક્તિના નવ પ્રકારો નીચે પ્રમાણે છે. શ્રવણ કીર્તન સ્મરણ પૂજન વંદન અર્ચન શરણ મૈત્રી નિવેદનમ્ (પ્રભુનું નામ સાંભળવું.) ( ભજન-સ્તવન ગાવા) ( નામ સ્મરણ કરવું ) (પૂજા કરવી.) (વંદના કરવી.) (પ્રભુને શણગારવા.) (પ્રભુનાં શરણે જવું.) (પ્રભુ સાથે મૈત્રીનો ભાવ રાખવો.) (સર્વસ્વ સમર્પણ કરવું. ) આપણા મહાન આચાર્યોએ જિનપૂજાના વિકાસમાં આ નવે પ્રકારની ભક્તિને ભેળવી દીધી છે. જિનપૂજા બે પ્રકારની છે. સગુણ અને નિર્ગુણ, મૂર્તિનાં રુપમાં જિનેશ્વરની પૂજા કરવી એ સગુણ જિનપૂજા છે. જ્યારે અમૂર્તરુપે (આધ્યાત્મિક સ્વરુપે) જિનપૂજા કરવી એ નિર્ગુણ જિનપૂજા છે. પરમાત્મા જિનેશ્વરની સગુણ જિનપૂજા આઠ પ્રકારની બતાવવામાં આવી છે. જે અષ્ટપ્રકારી પૂજા તરીકે ઓળખાય છે. આપણે ૭માં ગુણસ્થાન સુધી પહોંચીએ ત્યાં સુધી તો પરમાત્માની આકૃતિનું આલંબન જરુરી બને છે. નિર્ગુણ ભક્તિભાવ પરમાત્માનું ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે સાધક અધ્યાત્મની ઊંચી કક્ષાએ (૮ મા ગુણસ્થાન કે પછીની કક્ષા) પહોંચે છે ત્યારે એને સગુણ પૂજાના આલંબનની આવશ્યકતા રહેતી નથી. પણ પ્રારંભમાં તો સ્થાપના નિક્ષેપ, માધ્યમની જરુરિયાત રહે છે જ. દ્રવ્યપૂજા કે જેમાં જલ, ચંદન, અક્ષત વગેરેનો સમાવેશ થાય છે એ કરતા કરતા ભાવપૂજા તરફ આપણે જવું જોઈએ. આમ તો પૂજાના અનેક પ્રકારો છે. જેમાં સામાન્ય રીતે - અષ્ટ પ્રકારી પૂજા - અઢાર અભિષેક પૂજા - સ્નાત્ર પૂજા - પંચ કલ્યાણક (પરમેષ્ઠિ) પૂજા વગેરે બહું જાણીતી છે. Jain Education International જિનપૂજામાં સંપૂર્ણપણે લીન થવા માટે સાધકે - તગત ચિત્ત (એકાગ્ર મન) રાખવું. · સમયવિધાન (ઉપયુક્ત સમય) સાચવવો. - ભાવવૃદ્ધિ (ભાવોનું વધવું) કેળવવી. - વિસ્મય (અહોભાવ) પાળવું. - પુલક (રોમાંચ - આનંદાતિરેક) રહેવું. - પ્રમોદ પ્રધાન (તીર્થંકરના ગુણો પ્રત્યે અહોભાવ) રહેવું. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52