Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 48
________________ 46. કળશ, તથા પિત્તળના મનોહારી ધ્વજદંડ ઉપર લાલ – સફેદ રેશમી કાપડની ધ્વજા ચઢાવવામાં આવે છે. આ તમામ ક્રિયા અનેક વિધિ વિધાનો તથા મંત્રોચ્ચાર પૂર્વક સંપન્ન થાય છે. આના પહેલા પણ સ્નાત્રપૂજા તથા અઢાર અભિષેક પૂજા કરવી જરૂરી હોય છે. શિખર અને ધ્વજા એ પરમાત્માનું સર્વોચ્ચપણું સૂચવે છે તથા ઊંચે ગગનમાં લહેરાતી ધજા જીવનના ઉદેશ્યને ઉન્નત રાખવાની, જીવનને ઉન્નત બનાવવાની પ્રેરણા કરે છે. દેરાસરનું શિખર કે એની ધ્વજા નજરે પડતા જ હાથ જોડીને "નમો જિણાયું" કહેવું જોઈએ. આનાથી હૃદયપૂર્વક કરેલી વંદના પરમાતાના ચરણોમાં પહોંચે છે. શ્રી બૃહત્ શાંતિ સ્નાત્ર પૂજા (વિશિષ્ટ અભિષેકમય પૂજા) શાંતિ સ્નાત્ર એટલે પરમાત્માની પ્રતિમાનો વિશિષ્ઠ વિધિ, મંત્રોચ્ચાર, શ્લોક ગાન તથા અન્ય અનેક પ્રકારની ક્રિયાઓ સાથે કરાતી અભિષેક વિધિ. સામાન્ય રીતે દરેક મંગળ કાર્યમાં આ શાંતિસ્નાત્ર પૂજા ભણાવાતી હોય છે. ૨૭ વાર અને અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે ૧૦૮ વાર જુદા જુદા મંત્રગર્ભિત સંસ્કૃત – પ્રાકૃત શ્લોકોના ગાનપૂર્વક ગીત-વાજિંત્ર-નૃત્ય અને ભાવભર્યા વાતાવરણમાં આ પૂજા ભણાવાય છે. આની સાથે કુંભસ્થાપના, અખંડદીપ સ્થાપના, નવગ્રહ, દશદિક્પાલ અષ્ટમંગલ વગેરે પાટલા પૂજન તથા ૧૦૮ વખત દીવામાં ઘી પૂરવું, ૧૦૮ વખત ફળ-નૈવેદ્ય ચઢાવવા, થાળી વગાડવી, પ્રભુને વધાવવા, પછીથી ૧૦૮ દીવાની આરતી, મંગળદીવો, તથા શાંતિકળશ પણ કરવામાં આવે છે. દિવસ - ૧૦ રવિવાર - ૨૮ ઓગષ્ટ - ૨૦૦૫ ધારોદ્ધાટન - (પ્રથમદર્શન અને પૂજા) પ્રતિષ્ઠા મહોત્સવ પછી આ વિધિ અત્યંત મહત્વની અને પૂણ્યશાલી ગણાય છે. પ્રતિમાજીની પ્રાણપ્રતિષ્ઠા કર્યા પછી, ગાદી ઉપર પ્રતિષ્ઠિત કર્યા પછી બીજા દિવસે સકળ સંઘને પહેલા પ્રભુજીના દર્શન કરાવવા, સ્વયં પ્રભુના પહેલા દર્શન કરવા, પહેલી વખત પ્રભુની પૂજા કરવી.. આ બધી ક્રિયાઓ આ વિધિમાં સંકલિત છે. માટે આનું મહત્વ વધી જાય છે. આ અમૂલ્ય અવસર અને અણમોલ તક વારે વારે મળતા નથી.ક્યારેક જ ભાગ્યશાળી આત્માને આ લાભ મળે છે. સત્તરભેદી પૂજા: પ્રતિષ્ઠા વગેરે સારા કાર્યો થઈ ગયા પછી જાણતા-અજાણતા થઈ ગયેલી આશાતના, અવહેલના વગેરે માટે ક્ષમા માંગવા પૂર્વક ... શુદ્ધિ કરવા માટેની આ પૂજા છે. મહોત્સવના છેલ્લા દિવસે ગીત-સંગીત અને ભક્તિભાવપૂર્વક સત્તર વખત જુદા જુદા દ્રવ્યો - ભાવો સાથે પ્રભુની પ્રતિમાની પૂજા કરવામાં આવે છે. ની ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52