Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 47
________________ 45 રાજસભામાં પ્રભુનો રાજ્યાભિષેક થાય છે. રાજતિલક થાય છે. રાજનૃત્ય વગેરે કાર્યક્રમો યોજાય છે. ત્યારબાદ નવ લોકાન્તિક દેવો (આ દેવો બ્રહ્મલોકથી આવે છે. એ પછીના ભાવમાં મોક્ષે જનારા હોય છે.)પ્રભુને સંયમ ગ્રહણ કરીને ધર્મતીર્થના પ્રવર્તન માટે પ્રાર્થના કરે છે. પ્રભુ એનો સ્વીકાર કરીને ૧ વરસ સુધી વરસીદાન રુપે દરરોજ એક કરોડ અને ૮ લાખ સુવર્ણ મુદ્રાઓનું દાન આપે છે. પ્રભુના હાથે દાન લેનાર આત્મા ભાવિ હોય. મોક્ષે જનારો હોય! દિવસ - ૮ શુક્રવાર - ૨૬- ૮- ૨૦૦૫. વર્ષીદાન-વરસીદાન આપી ભગવાન વિશ્વકલ્યાણાર્થે સંપૂર્ણ ત્યાગમય અનગાર (સાધુ) ધર્મ સ્વીકારવા તૈયાર થયા. નંદિવર્ધન તથા ઇંદ્રાદિક દેવોએ ભગવંતનો ભક્તિભાવપૂર્વક છેલ્લો સ્નાનાભિષેક કર્યો. શ્રેષ્ઠ વસ્ત્રથી શરીર લુછી ઉત્તમ દ્રવ્યો વડે વિલેપન કર્યું. ભગવાન જરિયાને વસ્ત્રો, અલંકારો, અપ્લાન પુષ્પની માળા વગેરેથી સુંદર શોભવા લાગ્યા. પછી તેઓ સંયમ માટે દીક્ષાયાત્રા (વરઘોડા)માં જવા સુસજ્જ બન્યા. મહાસાધના દ્વારા પરમ સિદ્ધિ મેળવવા ભગવાને રાજમહેલમાંથી વિજય મુહૂર્ત અન્તિમ પ્રસ્થાન કર્યું. એઓ ભવ્ય અને દિવ્ય પાલખીમાં બેઠા. એમની સાથે કુટુંબની સ્ત્રીઓ પણ છત્ર ધારણ કરીને બેઠી. ઇંદ્રાદિક દેવોએ પાલખી ઉપાડી. કારતક વદ ૧૦ના દિવસે વિજય મુહૂર્ત આરંભાયેલી દીક્ષાયાત્રા ધામધૂમથી જ્ઞાતખંડ વનમાં આવી પહોંચી. ભગવાન શિબિકામાંથી બહાર આવ્યા. એમણે પહેરેલા વસ્ત્રાલંકારોને સ્વયં ઉતારી કુલવૃદ્ધ સ્ત્રીને સોંપી દીધા; બે દિવસના ઉપવાસી ભગવાન અશોકવૃક્ષ નીચે હજારો માણસોની સમક્ષ દીક્ષાની પ્રતિજ્ઞા લેવા ઊભા થયા. આ વખતે કુલવૃદ્ધાએ હિતશિક્ષા આપતાં અને શુભેચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે, "આપ સંયમમાર્ગમાં અપ્રમત્ત ભાવે સાવધાન રહી, અનંત મહાપ્રકાશની પ્રાપ્તિમાં વિધ્વરૂપ કર્મોનો નાશ કરી અન્તિમ સિદ્ધિને વરજો." પછી તુરત જ ભગવાને બંને હાથોથી પંચમુષ્ટિ લોચ કરતાં, ચાર મુષ્ટિથી મસ્તક ઉપરના અને એક મુષ્ટિથી દાઢી-મૂછના કેશ સ્વહસ્તથી ખેંચી દૂર કર્યા.તે કેશ ઇન્દ્ર મહારાજે ગ્રહણ કર્યા. ત્યાર બાદ ધીરગંભીર ભાવે પ્રતિજ્ઞાનો ઉચ્ચાર કરતાં ભગવાને પાપો સિદ્ધા" શબ્દ વડે સિદ્ધોને નમસ્કાર કરીને "ઋષિ " એ પ્રતિજ્ઞાસૂત્રનો ઉચ્ચાર કરી, સર્વ પાપના ત્યાગરુપ સામાયિકનો-સાધુધર્મનો માવજીવ સ્વીકાર કર્યો. ઈંદ્ર ભગવાનના ડાબા ખભે દેવદૂષ્ય નામનું બહુમૂલ્ય વસ્ત્ર સ્થાપન કર્યું. ભગવાનને મનવાળા પ્રાણીઓના વિચારોને જાણી શકાય તેવું મન:પર્યવ' નામનું ચોથું જ્ઞાન પ્રાપ્ત થયું. દિવસ ૯ શનિવાર ૨૦ ઓગષ્ટ - ૨૦૦૫ પ્રતિષ્ઠા (પ્રતિમાને પ્રતિષ્ઠાપિત કરવા) પ્રતિમાને એની ગાદી ઉપર બિરાજમાન કરવાની પ્રક્રિયા પણ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આ ક્રિયા કરનાર, કરાવનાર અને જોનાર લોકો ખરેખર પૂણ્યશાળી હોય છે. આ પ્રસંગે જ્યાં પ્રતિમાજી બિરાજમાન કરવાના હોય ત્યાં એ ગાદીમાં નાભિ પૂરવાની ક્રિયા પણ થાય છે. જે અત્યંત ગુપ્ત અને રહસ્યપૂર્ણ હોય છે. પ્રતિષ્ઠા કરાવનાર મંત્રશાસ્ત્રના તથા વિધિ વિધાનના જાણકાર પવિત્ર આત્મા હોવા જોઈએ. ગુરુભગવંતોની ગેરહાજરીમાં ગૃહસ્થ પંડિતો, યતિઓ પણ આ વિધિ કરાવતા હોય છે. શિખર - કળશ સ્થાપના - શિખર ધ્વજા સ્થાપના દેરાસરના મૂળ ગભારા ઉપરના ગોળ અથવા લંબચોરસ આકારના ભાગને શિખર કહે છે. સહુ જીવોને સુખી કરવાની ભાવના સાથે ધર્મતીર્થનું પ્રવર્તન કરનાર તીર્થંકર પરમાત્માના મંદિરમાં શિખરનો ભાગ મહત્વનો હોય છે. શિખર જે શિલ્પશાસ્ત્રના નિયમ મુજબ - એના નામ તથા આકાર સાથે બનાવવામાં આવે છે. એના ઉપર સોનાનો, તાંબા ઉપર સોનાનો ઢોળ ચઢાવેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52