Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 49
________________ રવિવાર - ૧૦ જૂલાઈ - ૨૦૦૫ Jain Education International અઢાર અભિષેક પૂજા (૧૮ વખત અભિષેક કરવા) અભિષેક એટલે માથે જળ સિંચવું ! શરીર - મન તથા વાતાવરણની શુદ્ધિના લક્ષ્ય સાથે આ વિધિ કરાય છે, ખાસ કરીને નવા પ્રતિમાજી તૈયાર થયા હોય, પ્રતિષ્ઠા કરવાની હોય, કોઈ વિધિ કે આશાતના થઈ ગયાનો ડર હોય એવી સ્થિતિમાં ૧૮ વખત જુદા જુદા દ્રવ્યો ઔષધિઓ વિશિષ્ટ પદાર્થો મેળવીને તૈયાર કરાયેલા અભિમંત્રિત પાણી કળશમાં ભરીને વિશેષ મંત્રોચ્ચાર પૂર્વક મૂર્તિ, પટ્ટ વગેરેને અભિષેક કરવા પૂર્વક આ પૂજન થાય છે. આત્મા પર લાગેલો કર્મોનો કચરો પ્રભુને કરાતા અભિષેકથી દૂર થઈ જાય છે, એવી ભાવના ભાવવાની છે. 47 આ ક્રિયા બહુ જ પ્રભાવશાળી હોય છે, અઢાર અભિષેકના જળ સિંચનથી ઘણા બધા રોગો દૂર થઈ શકે છે, વિઘ્નો ટળી જાય છે. અભિષેકની આવી ક્રિયા દ્વારા, એના નવા જળના છંટકાવથી 20 કોઢિયા માણસોના કોઢ રોગ મટી ગયા હતા. પ્રતિષ્ઠા મહોત્સવ વખતે આ અભિષેક પૂજા અવશ્ય કરાતી હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52