Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 45
________________ " 43 (અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ.)ની સ્થાપના કરવામાં આવે છે. અન્ય ચાર પાંદડીઓમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની સ્થાપના કરવામાં આવે છે. સિદ્ધચક્ર યંત્રની રચના સ્વચ્છ, મંગલકારી અને પવિત્ર જગ્યાએ થતી હોય છે. યંત્રની રચના ચોખા તથા વિવિધરંગી અનાજ જેમ કે મગ, અડદ, ચણા, દાળ, ચોખા વગેરેથી કરવામાં આવે છે. એની આરાધના અલગ અલગ મંત્રોચ્ચાર, ધ્યાન, પૂજા, દ્રવ્ય સમર્પણ પૂર્વક કરાય છે. આ ઉપરાંત અન્ય આઠ વર્તુળો એકબીજાની ઉપર લપેટાયેલા હોય છે. જેમાં અનેક દેવદેવીઓ.. ૧૬ વિદ્યાદેવીઓ, ક્ષેત્રપાળ, જ્યાદિ આઠ દેવીઓ, ૪૮ લબ્ધિપદ, નવગ્રહ, નવ નિધાન, દશદિક્ષાલ, અષ્ટ મંગળ, ગુરુપાદુકા, વિમલેશ્વર-ચક્રેશ્વરીદેવી વગેરેના આલેખન સાથે યંત્રની પૂજા કરવામાં આવે છે. આ યંત્ર તાંબાના પતરા ઉપર કોતરવામાં આવે છે. પૂજન વખતે જમીન ઉપર એના મંડલનું આલેખન કરાય છે. અષ્ટપ્રકારી પૂજા, ૧૦૮ દીવાની આરતી, મંગળદીવો, શાંતિકળશ વગેરે પણ કરવામાં આવે છે. દિવસ - ૪ સોમવાર - ૨૨ ઓગષ્ટ, ૨૦૦૫ શ્રી ભગવતી મંડળ પૂજન: આ પૂજન વિશેષ રૂપે રક્ષક દેવ દેવીઓની આરાધના માટે કરવામાં આવે છે. સૌ પ્રથમ સ્નાત્રપૂજા ભણાવાય છે. ત્યારબાદ દેવોની સ્થાપના મંડળની જમણી બાજુ તથા દેવીઓની સ્થાપના મંડળની ડાબી બાજુ કરવામાં આવે છે. ત્યારબાદ પૂજન વિધિ કરવામાં આવે છે. જે જગ્યાએ આ પૂજન કરવાનું હોય.. વિવિધ મંત્રોચ્ચાર તથા નિર્મળ પાણી છાંટીને એ ભૂમિને શુદ્ધ કરવામાં આવે છે. ભગવતીદેવીના મંત્રો બોલાય છે. આત્મરક્ષા સ્તોત્ર દ્વારા શરીર રક્ષણનું ચિંતન કરવામાં આવે છે. ણી તરફ કાચી ઈંટો દ્વારા ત્રિકોણ ફંડની રચના કરાય છે. લાકડા દ્વારા અગ્નિ પટાવાય છે. મંત્રોચ્ચાર, શ્લોકોના ઉચ્ચારણપૂર્વક ઘી, સાકર, ગૂગળ વગેરે ઉત્તમ દ્રવ્યોને લાકડાના ચમચામાં રહીને કુંડમાં આહૂતિ આપવાની હોય છે. મંડલ સમક્ષ યંત્રની સ્થાપના કરવામાં આવે છે. પ્રારંભમાં ક્ષેત્રપાળનું પૂજન તથા અન્ય પૂજનો ક્રમથી કરવામાં આવે છે. ૧૮૩ દેવદેવીઓના નામ-સ્મરણપૂર્વક મંત્રોચ્ચાર કરીને એમના ક્રમ મુજબ આહુતિ દ્વારા પૂજા કરવામાં આવે છે. પર વીર અને ૬૪ જોગણીઓ અને ૯ ગ્રહ, ૧૦ દિક્યાલોનું પૂજન પણ આ દરમ્યાન કરવામાં આવે છે. દિવસ - ૫ મંગળવાર, ૨૩ - ઓગષ્ટ, ૨૦૦૫ શ્રી ભક્તામર પૂજન : નવસ્મરણમાં ભક્તામર અત્યંત દિવ્ય પવિત્ર અને પ્રભાવી સ્તોત્ર છે. આચાર્ય માનતુંગસૂરિ જેઓ પોતાના સમયના મહાન આચાર્ય હતા, મંત્ર, તંત્ર અને ચમત્કારોમાં નિષ્ણાત હતા. એમણે રાજા હર્ષદવના રાજ્યમાં જૈન ધર્મની મહાન શાસન પ્રભાવના કરવાના હેતુથી મંત્ર - તંત્રમય આ સ્તોત્રની રચના કરી હતી. આચાર્ય સ્વયં તીર્થકરના પ્રત્યે સમર્પિત અને જ્ઞાની પુરુષ હતા. રાજા જાણવા માંગતાં હતાં કે જૈન ધર્મના મંત્ર દ્વારા કોઈ ચમત્કાર સર્જી શકાય છે? આચાર્યે રાજાના પડકારનો સ્વીકાર કર્યો... અને રાજાને કહીને પોતાને ૪૪ સાંકળો દ્વારા બાંધીને રાજાના મહેલના ભોયરાના ૭ માં ઓરડામાં રખાવ્યા. રાજાએ ચમત્કારની અપેક્ષા સાથે પૂરી સતર્કતા રાખી. માનતુંગસૂરિ ધ્યાનના ઉંડાણમાં ઉતરી ગયા. ભગવાન ઋષભદેવ એમના માનસપટ પર ઉભરી આવ્યા. ઋષભદેવ સિવાય બીજું કશું એમને દેખાતું નહોતું. જ્ઞાનની દેવી સરસ્વતી આચાર્યશ્રી જિહવાએ આવીને વસી ગઈ અને મંત્રાક્ષરોથી ગર્ભિત પરમાત્મા ઋષભદેવની સ્તવનાના શ્લોકો રચાતા ગયા.. અને સાંકળોના બંદન તૂટતા ગયા. છેલ્લા શ્લોક વખતે આચાર્યશ્રી રાજાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52