Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 44
________________ 42 દિવસ - ૩ શ્રી સિદ્ધચક્ર પૂજન (સિદ્ધચક્ર યંત્રની આરાધના ) જૈન અનુષ્ઠાનોમાં સિદ્ધચક્ર મહાપૂજન અત્યંત પ્રભાવશાળી અને માંગલિક મનાયું છે. એની આરાધના કર્મોનાં બંધનોને દૂર કરીને આત્માને પોતાના ઉચ્ચ ધ્યેય તરફ લઈ જાય છે. ભૌતિક અને આધ્યાત્મિક બંને દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવે છે. જો કે તમામ આરાધના-ઉપાસના પાપકર્મોને રોકવાની વૃત્તિ સંવરભાવ સાથે જ કરવાની છે. આ પૂજન વધારે તો એટલે લોકપ્રિય બન્યું. કેમ કે ૨૦લાખ વર્ષ પહેલા ૨૦ મા તીર્થંકર મુનિસુવ્રત સ્વામી ભગવાનના વખતમાં મયણા અને શ્રીપાલે ગુરુદેવ શ્રી ચંદ્રર્ષિના માર્ગદર્શન મુજબ શાસ્ત્રોક્ત રીતે એની આરાધના કરી હતી. ગૌતમસ્વામીએ આ વાત મગધ સમ્રાટ શ્રેણિક સમક્ષ કરી હતી. મયા અને શ્રીપાળે આયંબિલની ઓળી (નવ દિવસ સ્વાદહીન ભોજન લેવું.) સાડા ચાર વરસ સુધી કરી હતી. એની પૂર્ણાહૂતિ વખતે એમણે બહુ ભવ્ય રીતે સિદ્ધચક્ર યંત્રની પૂજા કરી હતી. શ્રીપાલણાની કથાનો રાસ દર વરસે નવપદની ઓળી દરમ્યાન વંચાય છે, જેમાં નવપદની આરાધના દ્વારા શ્રીપાલે મેળવેલી સિદ્ધિઓની વાત આવે છે. સિદ્ધચક્ર યંત્રમાં મુખ્યત્વે નવ પદ છે. માટે એ નવપદજી તરીકે પણ ઓળખાય છે. કેન્દ્રના વર્તુળમાં આલેખાયેલા નવપદ આ પ્રમાણે છે. ૧. અરિહંત ૨. 3. .. ૫. ૬. 9. ૮. ૯. સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન સભ્યશ્ચારિત્ર સભ્ય તપ Jain Education International રવિવાર, ૨૧ ઓગષ્ટ - ૨૦૦૫ (મોક્ષમાર્ગ બતાવનાર - કેન્દ્રમાં સ્થિત). (મુક્ત આત્મા - અરિહંતના ઉપરના ભાગમાં), (ચતુર્વિધસંઘના અગ્રણી - અરિહંતની ડાબી બાજુ) (શાસ્ત્રોનું જ્ઞાન આપનારા – અરિહંતની ઉપર તરફ ), (સાધના કરનાર તથા સહાયક બનનાર - અરિહંતની જમણી બાજુ.) (સાચી સમજણયુક્ત શ્રદ્ધા - સિદ્ધ અને આચાર્ય વચ્ચે) (સાચું જ્ઞાન, આત્માનું જ્ઞાન - આચાર્ય અને ઉપાધ્યાય વચ્ચે ) (સંયમ ત્યાગમય જીવન – ઉપાધ્યાય અને સાધુની વચ્ચે (૧૨ પ્રકારની તપશ્ચર્યા. ૬ બાહ્ય + ૬ આશ્ચંત્તર – સાધુ અને સિહની વચ્ચે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન સચ્ચારિત્ર સમ્યગ્ર તપ તથા નવપદનાગુણો રંગ ૧૨ ઉજ્જવલ શ્વેત. ८ લાલ. ૩૬ પીળો. ૨૫ લીલો. ૨૭ કાળો. ૬૮ ઉજ્જવલ શ્વેત. ૫૧ ઉજ્જવલ શ્વેત. ૭૦ ઉજ્જવલ ચેન ૫૦ ઉજ્જવલ શ્વેત. સિદ્ધચક્ર યંત્રની રચના વિશિષ્ટ પ્રકારના આઠ મોટા પાંદડાવાળા કમળના રૂપે કરવામાં આવે છે. કેન્દ્રમાં અને આજુબાજુની ૪ પાંદડીઓમાં અત્યંત મહત્વપૂર્ણ પાંચે પરમેષ્ટિ ભગવંતો For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52