Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK
View full book text
________________
40
પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજામાં એના રચનાકાર પંડિતશ્રી વીરવિજયજી મહારાજે શંખેમાર પાર્શ્વનાથ ભગવાનના મંગળમય નામસ્મરણ પૂર્વક પાર્શ્વનાથના પાંચે કલ્યાણકોની વાત વિગતવાર માંડી છે. એક એક કલ્યાણકની વિશેષતાઓના વર્ણન સાથે પ્રભુના ગુણગાનપૂર્વક અષ્ટપ્રકારી હૌથી પ્રભુની પૂજા કરવાની હોય છે.
ચ્યવન કલ્યાણક :
આ કલ્યાણકમાં તીર્થંકરનો આત્મા દેવલોકથી ચ્યવીને માતાની કુક્ષિમાં ગર્ભરુપે ઉત્પન્ન થાય છે. ભગવાનની માતા રાણી વામાએ ૧૪ સ્વપ્ર (શ્વેતાંબર મત પ્રમાણે) જોયા હતા.
જન્મ કલ્યાણક ઃ
તીર્થંકરનો જન્મ થતા જ છપ્પન્ન દિક્કુમારીઓ, દેવો-ઇન્દ્રો વગેરે મેરુ પર્વત ઉપર એમનો જન્માભિષેક કરે છે. પાર્શ્વકુમાર એવું નામ રાખવામાં આવે છે.
દીક્ષા કલ્યાણક :
તીર્થંકર તમામ વૈભવ, સુખ-સગવડતા, પરિવાર, ધન સંપત્તિ તથા સંબંધોનો ત્યાગ કરીને શ્રમણ બને છે. એના એક વરસ પહેલા નવ લોકાન્તિક દેવો એમને સંસારત્યાગ માટે પ્રાર્થના કરે છે. એક વરસ સુધી દાન આપીને તીર્થંકર સર્વત્યાગી બને છે.
કેવળજ્ઞાન કલ્યાણક (સર્વજ્ઞત્વની પ્રાપ્તિ )
પોતાના તમામ ઘાતી કર્મોનો ક્ષય કરીને તીર્થંકર સર્વજ્ઞ બને છે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. દેવો સમવસરણની રચના કરે છે. જ્યાં બેસીને તીર્થંકર સહુ પ્રથમ દેશના (પ્રવચન) આપે છે. આ પ્રસંગ અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે કારણ કે ત્યારે જ તીર્થંકર ત્રિપદી દ્વારા દ્વાદશાંગીની રચના કરવા પૂર્વક તીર્થની સ્થાપના કરે છે અને તમામ જીવોને શાશ્વત સુખ-શાંતિનો માર્ગ દેખાડે છે.
નિર્વાણ કલ્યાણક (મુક્તાવસ્થા)
તીર્થંકરનું આયુષ્ય જ્યારે પૂર્ણ થાય છે ત્યારે બાકીના ચાર અઘાતી કર્મોનો નાશ કરીને, શરીરના બંધનથી મુક્ત બનીને વિદેહ બને છે, મુક્ત બને છે. સિદ્ધ બને છે. શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે.
દિવસ - ૨
શનિવાર - ૨૦ ઓગષ્ટ, ૨૦૦૫
-
શ્રી નવગ્રહ પાટલા પૂજન
જેમ આપણે વીતરાગ પરમાત્માના ઉપાસક છીએ તેમ નવ ગ્રહો સૂર્ય-ચંદ્ર-મંગળ-બુધ-ગુરુ શુક્ર શનિ-રાહુ-કેતુ પણ પરમાત્માના આરાધક છે, એ ગ્રહો બહુ બળવાન છે, શક્તિશાળી છે. જેમ આપણે અન્ય સંધોને પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા નિમંત્રિત કરીએ છીએ તેમ થોડાક શાસ્ત્રીય વિધિ વિધાન કરીને નવગ્રહોને પણ નિયંત્રિત કરીએ છીએ. વિવિધ મંત્રોચ્ચારપૂર્વક
Jain Education International
અષ્ટપ્રકારી પૂજા દ્વારા નવે ગ્રહોને પૂજીએ છીએ, સંઘની શાંતિ, સુખ, સમૃદ્ધિ, પ્રેમ અને મૈત્રીભાવની વૃદ્ધિ માટે એમને પ્રાર્થના કરીએ છીએ. જુદા જુદા નિશ્ચિત રંગની સૂતરની કે રત્નોની માળા દ્વારા એમનો જાપ કરીને પ્રભાવશાળી મંત્રોચ્ચાર કરવાપૂર્વક નવગ્રહની આરાધના કરવામાં આવે છે. આ અનુષ્ઠાન એના કરનાર તથા એમાં સહભાગી બનનાર તમામ માટે શુભ અને મંગળકારી નીવડે છે. લાભદાયી બને છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52