Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 40
________________ કરવા , કલા પર કરા ! છે ! કર ર અરુ સાર 38 શ્રી અખંડ દીપક સ્થાપના: આપણા શાસ્ત્રો પ્રમાણે અત્યંત મંગળકારી પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અખંડ દીપકની સ્થાપના કરવી જોઈએ. કુંભની પાસે જ આ સ્થાપના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યાં આ સ્થાપના કરાય છે ત્યાં બાહરી વ્યવધાનો દૂર થઈ જાય છે. સમ્યગ્દષ્ટિ દેવો રક્ષણ માટે અદશ્ય રીતે ઉપસ્થિત રહે છે. દીપક એ ભીતરના પ્રકાશ, જાગૃતિ અને વિવેકનું પ્રતીક છે. એ સમ્યજ્ઞાનના પ્રકાશનું પ્રતિનિધિત્વ કરે છે અને અજ્ઞાનના અંધકારને દૂર કરે છે. શ્રી વારારોપણ: વિશ્વના સહુ જીવોના શુભ મંગળ અને કલ્યાણની કામના સાથે કુંવારી કન્યાના હાથે કુંડામાં પવિત્ર નિર્મળ માટીમાં જુદા જુદા અનાજના દાણા વાવવામાં આવે છે. કારણકે સારા બીજ વાવવાથી સુંદર મજાના લીલાછમ છોડ ઉગશે. આ મંગળ વિધાન દરમ્યાન પ્રાર્થના કરવામાં આવે છે કે સમગ્ર સંઘ આધ્યાત્મિક રીતે ઉજાત બનો અને પ્રભુ મહાવીરના વચનોને પ્રચારિત -પ્રસારિત કરે ! શ્રી માણેકસ્તંભ રોપણ: સુંદર નાનકડા લાકડાના નકશીકામવાળા સ્તંભને કુંભની સમીપે વિવિધ મંત્રોચ્ચારપૂર્વક, મંગળ શ્લોકોના ગાનપૂર્વક સ્થાપિત કરવામાં આવે છે. તે ભૂમિના ક્ષેત્રપાલ દેવને પ્રાર્થના કરવામાં આવે છે જેથી પૂજનના વિધિ-વિધાન દરમ્યાન કોઈ વિપ્ન કે તકલીફ ના પડે. અશુભને દૂર કરીને શુભના આશીર્વાદ આપવાની પ્રાર્થના કરવામાં આવે છે. શ્રી તોરણ બંધન: પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પરમાત્માની મૂર્તિ બિરાજમાન કરવાની સાથે અનેક મંત્ર વિધાનો, અનુષ્ઠાન કરવામાં આવે છે, એમાં એમ મહત્વપૂર્ણ વિધાન છે તોરણ બાંધવાનું. આમાં ભારતીય પરંપરાનું ચાંદી-સોને મઢેલું લાકડાનું કે ચાંદીના પતરાનું આકર્ષક કલાત્મક તોરણ મંદિરના દ્વારે બાંધવામાં આવે છે. જે શુભ - મંગળની નિશાની છે. શ્રી લઘુનંદાવર્ત પૂજન - નંદાવર્ત શબ્દ "નંદિ" અને "આવર્ત" બે શબ્દોનો બનેલો છે. નંદિ એટલે જ્ઞાન અને આવર્ત એટલે વર્તુળ, શાસ્ત્રોમાં પ્રકીર્ણક નામે ઓળખાતા નંદિસૂત્રમાં જ્ઞાન અંગેની સવિસ્તર જાણકારી આપવામાં આવી છે. આપણો આત્મા મિથ્યાજ્ઞાન-અજ્ઞાનના કર્મોના આવરણથી બંધાયેલો છે. એને દૂર કરવા માટે વ્યવસ્થિતપણે પૂજન કરવામાં આવે છે. નંદાવર્ત એ સામાન્ય સાથિયા કરતા મોટો હોય છે. એની ચાર ખુલ્લી દિશાઓ ચાર ગતિનો નિર્દેશ કરે છે. પૂજા અને પૂજન દ્વારા યંત્રમાં સ્થાપિત વિશિષ્ટ પદો... શક્તિઓ, વ્યક્તિઓને આપણે સમ્યજ્ઞાન દર્શન તથા ચારિત્ર માટે માટે પ્રાર્થીએ છીએ. સમવસરણમાં પ્રભુ જ્યારે દેશના ઉપદેશ આપે છે ત્યારે જ્ઞાન એ મહત્વનો વિષય બને છે એનો સંબંધ તીર્થકરના જ્ઞાનાતિશય સાથે જોડાયેલો છે. આ તીર્થકરની એક વિશેષ અને અદૂભૂત મહત્તા હોય છે. ૨૯૧ સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓને આ પ્રતિષ્ઠા પ્રસંગે આમંત્રિત કરીને આ પૂજન દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે. નંદવર્ત યંત્રના આલેખનમાં ૧૫ વર્તુળો એકબીજાના ઉપર રહેલા હોય છે. આ પૂજન નંદાવર્ત યંત્ર ઉપર કરવામાં આવે છે, જ્યારે જમીન ઉપર એના મંડલનું આલેખન કરવામાં આવે છે. અક્ષત - ચોખા પાથરીને આ મંડલની રચના કરાય છે. જે પરમાત્માની પ્રતિમા મંદિરમાં પ્રતિષ્ઠિત કરવાની હોય છે, એને યંત્રના મધ્યભાગમાં પધરાવવામાં આવે છે. બિરાજમાન થનારી તમામ અન્ય પ્રતિમાઓ એમના નામ સ્મરણપૂર્વક પછીથી સ્થાપવામાં આવે છે. વાસક્ષેપ (ચંદન ચૂર્ણ) ચંદન, પુષ્પો ..... વગેરેથી પૂજા કરવામાં આવે છે. ક્ષેત્રપાળ, ઇશાનંદ્ર, શક્રેન્દ્ર, (ડાબી બાજુ) તથા સરસ્વતી, શાંતિદેવતા અને આચાર્યશ્રી પાદલિપ્તસૂરિ તથા આચાર્યશ્રી વર્ધમાનસૂરિની ચરણપાદુકા સ્થાપવામાં આવે છે. (આ બંને આચાર્યોએ આ પૂજનની સંકલના કરી છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52