Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 38
________________ 36 (૨૯-૩૦-૩૧) કુસુમ પુજી..નમીય કહે સ્વામી ગુણ :- પછી પુષ્પ વડે પૂજા કરી આભૂષણ પહેરાવે છે. પછી હાથે રાખડી બાંધી પલંગમાં પધરાવે છે. આ પ્રમાણે પોતાના લાયક ક્રિયાઓ કરી માતા તથા પુત્રને નમસ્કાર કરી આ પ્રમાણે કહે છે :- હે દેવાધિદેવ, આ જગતના જીવોના હિત માટે યાવચંદ્રદિવાકરૌ સુધી આપ જીવજો . આ પ્રમાણે પ્રભુના ગુણ ગાતી પોતપોતાના સ્થાનકે જાય છે. (૩૨) જિન જગ્યા જી :- જે જે વખતે તીર્થકર ભગવંતનો જન્મ થાય છે તે વખતે સૌધર્મ અને ઇશાન દેવલોકના દક્ષિણ ઉત્તરના ઇંદ્રોના સિંહાસનો કંપે છે. (૩૩) સુઘોષ આદે - તીર્થકર ભગવંતનો જન્મ થયો જાણી તરતજ હરિસેગમેષી નામના દેવતા પાસે સુઘોષા નામનો ઘંટ વગડાવે છે. અને બધા દેવોને ખબર આપે છે કે હે દેવો ! તીર્થકર ભગવંતનો જન્મ થએલો છે; માટે સર્વ દેવો જન્મોત્સવ કરવા મેરૂ પર્વત ઉપર આવજો . :- એ પ્રમાણે તીર્થકર ભગવાનના જન્મની ખબર પડતાની સાથે ક્રોડો દેવો એકઠા થાય છે. અને ભગવંતનો જન્મોત્સવ કરવા માટે મેરૂ પર્વત ઉપર જાય છે. સૌધર્મઇદ્ર દેવલોકમાંથી ભૂમિતલ ઉપર આવી જે ઠેકાણે તીર્થકર ભગવંતનો જન્મ થયો છે, ત્યાં જાય છે; અને ત્યાં જઈ માતા અને ભગવંતને નમસ્કાર કરી પ્રભુને વધાવે છે. (૩૫) મેરુ ઉપરજી - મેરૂ પર્વત ઉપર પાંડકવનમાં શિલા ઉપર સિંહાસન ગોઠવી ત્યાં ઇંદ્ર મહારાજે બેસીને ભગવંતને પોતાના ખોળામાં ધારણ કર્યો. અને બીજા ત્રેસઠ ઇંદ્રો ત્યાં આવ્યાં. (૩૬) મળ્યા ચૌસઠ :- તે ચોસઠઇંદ્રોએ આઠ જાતિના કળશા બનાવી તેની અંદર માગધ વિગેરે ઉત્તમ તીર્થોના સુગંધી પાણી ભર્યા. અનેક પ્રકારના સુગંધી ધૂપ કર્યો. ત્યારપછી અચ્યતેદ્ર બીજા દેવોને જિનેશ્વર ભગવંતના જન્મમહોત્સવમાં ગંગા વિગેરેના પાણી લાવવા માટે હુકમ કર્યો. (૩૭) આતમ ભક્તિ મળ્યા કેઈદેવા :- કેટલાક દેવો પોતાને પ્રભુ ઉપર ભક્તિ હોવાથી, કેટલાક મિત્રની પ્રેરણાથી, કેટલાક સ્ત્રીની પ્રેરણાથી, કેટલાક આ આપણો કુલ ધર્મ છે, એમ જાણી ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવો ત્યાં આવ્યા હતા. અને અય્યદ્રના હુકમથી કળશા ભરી પ્રભુને શ્વવરાવતા હતા. તે કળશાઓ આઠ પ્રકારના હતા. તે દરેક આઠ આઠ હજાર હતા એટલે બધા મળી ૬૪000 કળશાઓ હતા. અને તેને અઢીસે ગુણા કરવા. કારણ કે કળશા ૬૪૦૦૦પરંતુ અભિષેક કરનારા અઢીસો તે પ્રમાણે ગુણાકાર કરવાથી એક ક્રોડ આઠ લાખ અભિષેક થાય છે. હવે અઢીસે અઢીસે ક્યા ક્યા? બાસઠ ઇંદ્રના બાસઠ, સૂર્ય પંક્તિના છાસઠ, એક ગુરૂનો, એક સામાનિક દેવનો, સોળ સૌધર્મઇદ્ર અને ઇશાનંદ્રની ઇંદ્રાણીના, દસ અસુરેદ્રની ઇંદ્રાણીના, બાર નાગૅદ્રની ઇંદ્રાણીના, ચાર જ્યોતિષીઇદ્રના, ચાર વ્યંતરેંદ્રના, એક ત્રણ પર્ષદાનો, એક કટકપતિ, એક અંગરક્ષક કેરો, એક પરચૂરણ દેવનો આ પ્રમાણે અઢીસે અભિષેક જાણવા. ત્યાર પછી ઇશાનંદ્ર સીંધર્મ ઇંદ્રને કહે છે કે ; મને થોડી વાર પ્રભુજીને ખોળે બેસાડવા માટે આપો. આ પ્રમાણે તેની માગણીથી તેના ખોળામાં પ્રભુજીને બેસાડી પોતે વૃષભ રુપ ધારણ કરી શીંગડામાં જળ ભરી તે વડે પ્રભુજીને અભિષેક કરે છે. ત્યાર પછી આરતી - અલકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52