Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 37
________________ 35 જેમ માનસરોવરમાં હંસ શોભે છે. જે વખતે તીર્થંકર ભગવંત માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થાય છે, (૧૯) ઉતરતા ચૌદ સુપન :- રાત્રિએ સુખશયામાં સુતેલા તે માતાજી આવા પ્રકારનાં ચૌદ સ્વપ્રોને જુએ છે. (૨૦થી ૨૪) પહલે ગજવર દીઠો :- તે ચૌદસ્વપ્નમાં પહેલો હાથી દીઠો. બીજો વૃષભ, ત્રીજો કેસરિસિંહ, ચોથે શ્રીદેવી, પાંચમે ફૂલની માલા, છક્કે ચંદ્ર, સાતમે સૂર્ય, આઠમે ધ્વજ, નવમે પૂર્ણકળશ, દશમે પદ્મસરોવર, અગીઆરમે ક્ષીરસમુદ્ર, બારમે વિમાન, તેરમે રત્ન રાશી, ચૌદમે નિધૂમ અગ્નિશિખા. આવા પ્રકારના ઉત્તમ સ્વપ્રો દેખી માતાજી જાગીને રાજાજીની પાસે જઈને વિનયપૂર્વક સ્વપ્રની વાત કહે છે. રાજા પણ સ્વમને બરાબર સાંભળી, તેનો વિચાર કરી તે સ્વપ્રનું ફળ આ પ્રમાણે કહે છે. હે દેવાનુપ્રિયે ! ત્રણભુવનના સ્વામિ તીર્થકર તારા પુત્ર થશે કે જેના ચરણારવિન્દમાં સુરાસુરના ટોળાઓ નમસ્કાર કરશે અને સકળ સંઘની મનોવાંચ્છના પૂર્ણ થશે. (૨૫) અવધિ નાણે :- જે વખતે ભગવંત ગર્ભમાં ઉત્પન્ન થાય છે ત્યારથી જ મતિ, શ્રુત અને અવધિજ્ઞાનના ધણી હોય છે. જે વખતે તીર્થકર ભગવંત ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થાય છે, તે વખતે સમગ્ર જીવો શાંતિ પામે છે. જેમ સૂર્યના ઉદયથી તારાઓનું તેજ ચાલી જાય છે, તેવી જ રીતે સૂર્યસમાન દેવાધિદેવ તીર્થકર ભગવંતના ઉદયથી મિથ્યાત્વરૂપી તારાઓનો નાશ થાય છે. આવા ઉત્તમ તીર્થંકરરૂપી પુત્રના ગર્ભને ધારણ કરનારી માતા "મારો પુત્ર ત્રણ જગતમાં તિલક સમાન થશે" એમ જાણી મનમાં અત્યંત આનંદ પામે છે. (૨૬) શુભ લગ્ન - યોગ્ય ગર્ભકાળ પરિપૂર્ણ થતા દેવાધિદેવ તીર્થકર ભગવંતનો શુભ અવસરે જન્મ થાય છે. આ વખતે નારકીના જીવો પણ ક્ષણભર શાંતિ સુખ ભોગવે છે. ત્રણ ભુવનના સઘળા જીવો અત્યંત સુખ પામે છે અને ત્રણ જગતમાં ઉદ્યોત થાય છે. (૨૭) સાંભળો કળશ જિન :- જે વખતે દેવાધિદેવ અરિહંત પરમાત્માનો જન્મ થાય છે, ત્યારે દરેક દિશાઓમાંથી પોતાને યોગ્ય ક્રિયા કરવા માટે છપ્પનદિગિ કુમારિકાઓ ત્યાં આવે છે. ત્યાં આવી ભગવંતને અને તેમની માતાજીને નમસ્કાર કરી અત્યંત આનંદપૂર્વક આ રીતે કામો કરે છે. (૨૮) અષ્ટ સંવર્ત વાયુથી :- આઠદિશિકુમારિકાઓ સંવર્ત વાયુવડે ચાર દિશામાં એકેક યોજનનો સઘળો કચરો દૂર કરે છે. ત્યારપછી આઠ કુમારિકાઓ સુગંધીતું જળની વૃષ્ટિ કરે છે. આઠ કુમારિકાઓ હાથમાં પૂર્ણ કળશને ધારણ કરીને ઉભી રહે છે. આઠ . કુમારિકાઓ દર્પણ ધરે છે. આઠ કુમારિકાઓ ચમ્મર વીંજે છે. આઠ કુમારિકાઓ પંખા હાથમાં લઈને પવન નાંખે છે. ચાર કુમારિકાઓ હાથમાં રાખડી લઈને ઉભી રહે છે. અને ચાર કુમારિકાઓ દીપકને ગ્રહણ કરે છે. ત્યાં ઉત્તમ પ્રકારના કેળના પાંદડાઓનું સૂતિગ્રહ બનાવી તેની અંદર પુત્ર અને માતાજીને લાવે છે. અને કલશો વડે સ્નાન કરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52