Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 35
________________ 33 સ્નાત્ર પૂજા "સ્નાત્ર પજા" ની રચના, ઉપાધ્યાય સકલચંદ્રજી, ઉપાધ્યાય વીરવિજયજી વગેરે મહાપુરુષોએ કરી છે. આમાં જુદા જુદા પ્રભાવી તીર્થંકરો (મુખ્યત્વે ૫- આદિનાથ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી) ની સ્તવનાની સાથે વિવિધ દ્રવ્યો પાણી, પુષ્પ, ચંદન, અક્ષત, ધૂપ-દીપ વગેરે દ્વારા પ્રતિમાજીને અભિષેક-પૂજા કરવામાં આવે છે. મોટાભાગે શ્વેતાંબર દેરાસરોમાં સ્નાત્રપૂજા દરરોજ સવારે ભણાવાતી હોય છે. એક જણ અથવા એકથી વધારે લોકો ભેગા મળીને ભણાવતા હોય છે. ક્યારેક પૂજારી (દેરાસરમાં પૂજા કરનાર)ને કહીને એના દ્વારા પણ ભણાવી શકાય છે. દરેક – પૂજા-પૂજનના પહેલા સ્નાત્રપૂજા અનિવાર્યપણે ભણાવાય છે. પ્રતિમાજીને સ્નાન કરાવવાની ક્રિયા જે સ્નાત્ર તરીકે ઓળખાય છે. દેવો-ઇન્દ્રોએ તીર્થકરના જન્મ વખતે મેરુ પર્વત ઉપર આ પ્રમાણેનો સ્નાત્ર-અભિષેક મહોત્સવ યોજયો હતો. સ્નાત્રના પાણીને નવણ તરીકે ઓળખવામાં આવે છે. જેને શ્રદ્ધાળુઓ માથે, આંખે લગાડતા હોય છે. તીર્થકરોનું અપૂર્વ પૂણ્ય એમના પાંચ કલ્યાણક દરમ્યાન સુખ, પ્રસન્નતા અને પ્રકાશને રેલાવે છે. સૃષ્ટિના તમામ જીવો પળભર માટે સુખાનુભૂતિ કરે છે. આમાં નરકના જીવો પણ સુખ અનુભવે છે. આપણે તીર્થંકર ભગવંતના પાંચે કલ્યાણકો (૧) ચ્યવન કલ્યાણક, (૨) જન્મ કલ્યાણક, (૩) દીક્ષા કલ્યાણક, (૪) કેવળજ્ઞાન કલ્યાણક, (૫) નિર્વાણ કલ્યાણકની આરાધના સ્નાત્ર મહોત્સવ દરમ્યાન હૃદયના અહોભાવ તથા પૂર્ણ આદર સાથે કરવાની હોય છે. સ્નાત્રપૂજાના ગીતોમાં ચ્યવન અને જન્મની ક્રિયાઓને વિસ્તારથી વર્ણવવામાં આવી છે. પ્રત્યેક તીર્થકરના જન્મકલ્યાણ ઉજવણી, મેરુપર્વત ઉપર ઇન્દ્ર-દેવો વગેરે અભિષેક વિધિ દ્વારા કરે છે. અભિષેક પછી અષ્ટપ્રકારી પૂજા તથા આરતી - મંગળદીવો પણ કરવામાં આવે છે. છેલ્લે "શાંતિકળશ" કરવા દ્વારા સહુ જીવોની આંતર-બાહ્ય શાંતિ માટે, તથા સમગ્ર ચતુર્વિધ સંઘ, અને સૃષ્ટિના જીવમાત્રનો સુખ શાંતિ માટે કામના કરવામાં આવે છે. સ્નાત્રપૂજાનું આધ્યાત્મિક કારણ : આ એક માધ્યમ છે કે જેના દ્વારા આપણે જિનેશ્વર દેવો પ્રત્યે આપણા હૃદયનો અહોભાવ આદરભાવ વ્યક્ત કરી શકીએ છીએ. ભક્તિ એ મોક્ષ સુધી પહોંચવાનો સીધો અને સરળ રસ્તો છે. જિનેશ્વરના ગુણોને વધાવવા, આપણામાં લાવવા માટે બહુમાનપૂર્વક, નમ્રભાવે પ્રભુની પ્રતિમાને સિંહાસન ઉપર બિરાજમાન કરીને અભિષેક કરવામાં આવે છે. અનંત અનંત જન્મોથી આત્મા ઉપર લાગેલા કર્મોના મેલને ધોવા માટે, કષાયો અને મન-વચન કાયાની પ્રવૃત્તિ દ્વારા ભેગો કરેલો કર્મોનો કચરો દૂર કરવા માટે પરમાત્માની કૃપાનો સતત ધોધ વહેતો રહે અને આત્મા સ્વચ્છ બને, સાફ બને, પવિત્ર બને અને પવિત્ર થયેલો આત્મા મોક્ષમાર્ગે ગતિ કરે ! એવી ભાવના સાથે સ્નાત્રપૂજા કરવાની છે. સ્નાત્રપૂજાનો અર્થ (૧) સરસ શાંતિ :- શાન્ત સુધારસના સમુદ્ર, અતિ પવિત્ર ગુણરૂપ રત્નના ભંડાર અને ભવ્ય પ્રાણીઓરૂપી કમલોને ઉલ્લસિત કરવામાં સૂર્ય સમાન એવા શ્રી જિનેશ્વર ભગવંતને નિરંતર હું નમસ્કાર (૨) કુસુમાભરણ :- ભગવંતના શરીર ઉપરથી આભૂષણ તથા વાસી ફુલ ઉતારીને વિનયપૂર્વક ભગવંતને હાથમાં ધારણ કરી સ્નાત્રપીઠ ઉપર ભગવંતને પધરાવવા અને પછી જળવડે પ્રક્ષાલ કરવો. - જિનેશ્વર ભગવંતના જન્મ સમયે મેરૂ પર્વતના શિખર ઉપર દેવોએ રત્નના અને સુવર્ણના કલશો વડે જે પ્રભુનો અભિષેક કર્યો છે, એવા પ્રભુનું દર્શન કરનારાઓને ધન્ય છે. (૩) જિન જન્મ સમયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52