Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 39
________________ 37 મંગલ દીવો ઉતારીને દેવતાઓ જયજયના નાદ સાથે પ્રભુને વધાવે છે. ત્યાર પછી ભગવંતને હાથમાં ધારણ કરી ભેરી, શરણાઈ, વિગેરે વાજીંત્રના અવાજ સાથે, વાજતે ગાજતે માતા પાસે જઈ પુત્રને સોંપી આ પ્રમાણે બોલે છે. આ તમારો પુત્ર છે પરંતુ તે અમારો સ્વામી છે, અમો એમના સેવક છીએ. તે પછી પ્રભુને રમવા માટે ગેડી-દડો મુકીને બત્રીશ ક્રોડ સોનૈયા, મણી, માણેક, વસ્ર વિગેરેની વૃષ્ટિ કરીને આનંદ પૂરો કરવા માટે નંદીશ્વરદ્વીપ જાય છે. પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન પૂજા અને પૂજન - (વિભાગ - ૨) જૈન ધર્મમાં પૂજા અને પૂજનોને બહું જ મહત્ત્વ અપાયું છે. પૂજનોમાં બહુ લાંબા સમય સુધી વિવિધ મંત્રોચ્ચાર, મુદ્રાઓ તથા વ્યસમર્પણ દ્વારા વિદ્વાન અને યોગ્યતા સંપન્ન વિધિકા૨ક પંડિતો સંસ્કૃત-પ્રાકૃત શ્લોકોના શુદ્ધ ઉચ્ચારણ પૂર્વક બધું કરતા હોય છે. કોઈપણ વિશિષ્ટ કાર્યક્રમ જેમ કે પ્રતિષ્ઠા મહોત્સવ, દ્વારોાટન, વરસીતપ જેવી તપશ્ચર્યાની પૂર્ણાહૂતિ પ્રસંગે જુદા જુદા પૂજનોનું આયોજન થાય છે. કેટલાક પ્રચલિત અને લોકપ્રિય પૂજનો નીચે પ્રમાણે છે : શ્રી સિદ્ધ ચક્ર મહાપૂજન · શ્રી ભક્તિમર પૂજન - શ્રી શાંતિસ્નાત્ર પૂજન શ્રી ઋષિમંડલ પૂજન આ બધા પૂજનો વિધિકા૨ક અથવા ઘણી વખતે પૂજ્ય મહારાજ સાહેબોની ઉપસ્થિતિમાં પણ ભણાવાય છે. પૂજાઓ મોટાભાગે જુની ગુજરાતી ભાષામાં ગીત-ગેય સ્વરૂપે રચાયેલ છે. ઘણી વખતે અમુક પૂજાઓ અમુક પ્રસંગે જ ભણાવાય છે. જ્યારે સત્તરભેદી પૂજા પર્યુષણ પછી કે પ્રતિષ્ઠા મહોત્સવ પછી અનિવાર્યપણે ભણાવાતી હોય છે. પૂજન કરનાર, પૂજનમાં ભાગ લેનારા આરાધકોએ સંવરભાવથી યુક્ત રહેવાનું છે. આશ્રવભાવમાં વહી જવાનું નથી. કારણ કે આપણો ચરમ અને ૫૨મ ઉદ્દેશ્ય તો શાશ્વત શાંતિ, અને સમતા પ્રાપ્ત કરવાનો જ છે. દિવસ ૧ શુક્રવાર, ૧૯ ઓગષ્ટ, ૨૦૦૫ Jain Education International સ્નાત્ર પૂજા : સ્નાત્રપૂજા કરવાના આધ્યાત્મિક કારણો અને પૂજાની માહિતી આગળ પાના નંબર ૩૩ થી ૩૭ માં સમજાવવામાં આવેલ છે. શ્રી કુંભસ્થાપન પૂજા : આપણી સમૃદ્ધ ભારતીય પંરપરા પ્રમાણે નવા ઘર, દુકાન, ઓફિસ કે મકાનમાં રહેવા જતા પહેલા આપણે કુંભ મૂકીએ છીએ. કુંભ મૂકવો, કુંભની સ્થાપના એ શુભ શુકન અને શુભારંભ મનાય છે. એક માન્યતા પ્રમાણે જે યુગલ (કપલ) અથવા વ્યક્તિ પોતાના હાથે નવી જગ્યાએ કુંભ મૂકે છે એ ભાગ્યશાળી ગણાય છે. એવી જ રીતે આપણા શાસ્ત્રોમાં પ્રતિષ્ઠા પ્રસંગે કુંભ સ્થાપના કરવાનું વિધાન છે. એ વખતે નવકાર, ઉવસગ્ગહરં અને મોટી શાંતિ બોલવા દ૨મ્યાન અખંડપણે કુંભમાં પવિત્રજળની ધારા યુગલના હાથે કરાતી હોય છે. આ એક શુભ વિધાન છે અને આના દ્વારા આંતર શાંતિ તથા બાહ્ય પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52