Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 33
________________ ૮. જન્મ-મરણના ચકરાવામાં હું ઘણી વખતો ભૂખ્યો રહ્યો છું. પણ એ બધું ક્ષણિક હતું. . અસ્થાયી હતું.. ઓ અરિહંત ! હવે મને એવી અક્ષયસ્થિતિ આપો કે જ્યાં ભોજનની ઇચ્છા જ ન રહે ! ફળપૂજા ઃ ઇન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ । પુરુષોત્તમ પૂજા કરી, માર્ગે શિવલ-ત્યાગ II ૮ / ફળ એ મોક્ષ–મુક્તિનું પ્રતીક છે. જો આપણે કોઈ પણ જાતના દુન્યવી આકર્ષણ કે આસક્તિ વગર જીવીએ, આપણા કર્તવ્યોનું પાલન કોઈપણ જાતની અપેક્ષા કે બદલાની આશા વગર કરીએ, આસપાસમાં બનતી ઘટનાઓમાં સાક્ષીભાવ કેળવીએ, સાધક જીવન જીવીએ, તમામ જીવો પ્રત્યે મૈત્રી, પ્રમોદ અને કરુણાનો ભાવ કેળવીએ, આપણે અવશ્ય મુક્તિના ફળ મેળવી શકીશું. આ અંતિમ જિનપૂજા આપણા જીવનના ચરમ લક્ષ્યને સૂચવે છે. અરિહંત પરમાત્માની પૂજા માટે દેવો વગેરે ભક્તિભાવપૂર્વક દિવ્ય ફળ લાવે છે. અને પ્રભુ પાસે મોક્ષફળની યાચના કરે છે. 31 સ્વસ્તિકની રચના અને એનું મહત્ત્વ ઃ સ્વસ્તિકની રચના એ સંસારની ચાર ગતિને સૂચવે છે. (૧) દેવગતિ, (૨) નરક ગતિ (૩) તિર્યંચગતિ, (૪) મનુષ્ય ગતિ, આત્મા આ ચાર ગતિઓમાં અંતહીનરુપે પરિભ્રમણ કર્યા કરે છે. જિનદર્શન અને પૂજા કર્યા પછી પૂજક પરમાત્માની સમક્ષ આસન લગાવીને બેસે છે. લાકડાના પાટલા ઉપર ચોખાથી સ્વસ્તિકની રચના કરે છે જે ચાર ગતિનું સૂચક છે. ત્રણ ઢગલી અને ત્રણ રત્ન, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પ્રતીક છે. આ ત્રણ સ્વસ્તિક રુપ ચાર ગતિથી મુક્ત બનવા માટેના સાધન છે. અર્ધચંદ્ર તથા બિન્દુની આકૃતિ એ સિદ્ધશિલા તથા મુક્ત આત્માના પ્રતીક છે. આરતી અને મંગળદીવાની પરંપરા ૧૨ મી સદી આસપાસ, એટલે કે ૯૦૦ વર્ષ પહેલા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી અસ્તિત્વમાં આવી છે. એ વખતે ઘણા બધા જૈનો અન્ય પરંપરાઓ-ધર્મો તરફ ખેંચાવા લાગ્યા હતા, અને વૈદિક યજ્ઞ-યાગથી પ્રભાવિત થઈને બલિદાન વગેરે આપવા લાગ્યા હતા. એવે વખતે હેમચંદ્રાચાર્યે રાજા કુમારપાળને પ્રતિબોધિત –પ્રભાવિત કરીને અહિંસાનો સંદેશો આપ્યો હતો. ધર્મની સાચી સમજણ આપી હતી. રાજા કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કર્યો અને આરતી-મંગળદીવાની પ્રથા પ્રારંભ થઈ. એ વખતે સમગ્ર ગુજરાત અહિંસક રાજ્ય તરીકે ઘોષિત થયું. મંગળદીવાના ગીતમાં રાજા કુમારપાળનું નામ ગૂંથાયેલું છે. વર્તમાનમાં ગવાતી આરતીની રચના શેઠ મૂલચંદ નામના શ્રાવકે લેવા (વર્તમાન-કેશરીયાજી તીર્થ, રાજસ્થાન)માં કરી હતી. કેશરીયાજી તીર્થમાં કાળા પાષાણની ભગવાન આદિનાથની સુંદર પ્રતિમાં હતી. શેઠ મૂળચંદ પોતે પ્રામાણિક અને ભલા વ્યાપારી હતા. દરરોજ કેશરીયાજી દેરાસરમાં પૂજા-આરતી વગેરે કરતા હતા. જ્યારે વૃદ્ધાવસ્થામાં એઓ બીજે ગામ પોતાના સગાને ત્યાં રહેવા ગયા ત્યારે એ કેશરીયાજીના આદિનાથની પ્રતિમા સાથેનો પોતાનો જે લગાવ હતો એની જુદાઈ સહી ના શક્યા. એમની અત્યંત આર્દ્ર પ્રાર્થનાથી અધિષ્ઠાયક દેવે મૂળમૂર્તિનો એક નાનકડો હિસ્સો સાથે લઈ જવા માટે આપ્યો. શેઠ મૂળચંદની અત્યંત ભક્તિ ભાવના અને પ્રભુ પ્રેમની ઉત્કટતાને અભિનંદવા માટે આજે પણ એમની રચેલી આરતી જૈન સંઘમાં ગવાય છે. કેશરીયાજીમાં દરરોજ આરતી વખતે ખૂબ જ આહ્લાદક અને મનોહારી વાતાવરણમાં સુંદર સંગીત અને તાલ સાથે આરતી ગવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52