Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 31
________________ 29. લોકોના (૪) બે ખભા - માન ગયું હોય અંસથી, દેખી વીર્ય અનન્તી. ભુજાબલે ભવજલ તય, પૂજો અન્ય મહત્ત / ૪ / તમારી પાસે અખૂટ અને અતુલ શક્તિ હોવા છતાયે તમે એનો દુરુપયોગ ન કર્યો. ન એનો અભિમાન કર્યો. બધાનો યોગક્ષેમ કર્યો. હું પણ ક્યારેય અભિમાની ન બનું અને મારા કર્તવ્યોનું સારી રીતે પાલન કરું. (૫) મસ્તક : સિદ્ધ શિલા ગુણ ઉજલી, લોકાત્તે ભગવત્તા વસિયા તિણે કારણ ભવિ, શિર શિખા - પૂજન્ત / ૫ ll પ્રભો, તમે હંમેશા આત્મ-ધ્યાનમાં લીન રહ્યા અને સહુ જીવોને સુખી બનાવવા મથ્યા. મને પણ બીજાના હિતનો વિચાર કરવાની શક્તિ મળે. સિદ્ધશિલા ચૌદ રાજલોકની ઉપર છે. મારે મસ્તક શરીરના ઉપર છે. મારે સિદ્ધશિલાએ પહોંચવું છે. લલાટ :તીર્થકર - પદ - પુણ્યથી, ત્રિભુવનજન સેવત્તા ત્રિભુવન-તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવત્ત /૬ // તીર્થકર નામ કર્મના કારણે ત્રણે જગત તમારી સ્તવના કરે છે. તમારા લલાટની પૂજા સૌભાગ્યને લાવે છે. તમે સુખ દુ:ખમાં સમભાવે રહ્યા... હું પણ એવી શક્તિ પ્રાપ્ત કરું ! (૭) કંઠ: સોલ પહોર પ્રભુ દેશના, કચ્છ વિવર વર્તુલા મધુર ધ્વનિ સુરનર સુણે, તિણે ગલ તિલક અમૂલ / ૭ તમારી સુમધુર અને સુકોમળ વાણી દ્વારા તમે અગણિત જીવોના હૈયાને સ્પર્યા અને એમને સ્વાનુભૂતિ મેળવવામાં સહાય કરી. મારી વાણી પણ સહુનું કલ્યાણ કરનારી બને. (૮) હૃદય : હૃદય-કમલ-ઉપશમ બલે, બાલ્યા રાગ ને રોષ7. હિમ કહે વન-ખંડને, હૃદય તિલક સન્તોષ ll ૮ / વીતરાગ પરમાત્માનું હૃદ્ય મૈત્રી, પ્રમોદ-કરુણા-દયાથી સભર હોય છે. મારું હૃદય પણ આવી ભાવનાઓથી ભર્યું ભર્યું બને. નાભિઃરત્નત્રયી ગુણ ઉજલી, સકલ સુગુણ વિશ્રામ/ નાભિકમલની પૂજના, કરતાં અવિચલ ધામ // ૯ // "નાભિ" એ ધ્યાન દરમ્યાન એકાગ્રતા-સ્થિરતા માટેનું કેન્દ્રબિંદુ છે. હું આત્માનુભૂતિ માટે શ્રેષ્ઠ ધ્યાન સુધી પહોંચવા માંગું છું. જેવું પ્રભુ આપે કર્યું! આપની નાભિની પૂજા દ્વારા મને એવી શક્તિ મળો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52