Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 30
________________ 28 ૧. ૨. જલ - પૂજા જલ પૂજા કરતા પહેલા પ૨માત્માની પ્રતિમા પરથી બધા જ દ્રવ્યો દૂર કરવા જોઈએ. કદાચ સૂક્ષ્મ જીવ- જંતુ હોય તો તેને કાળજીપૂર્વક મોરપીંછથી દૂર કરવા જોઈએ. પરમાત્મા ઉપર શુદ્ધ જળનો અભિષેક કરવો જોઈએ. વાસી ચંદનને કાઢવા માટે ભીના કપડાનો ઉપયોગ અથવા જયણાપૂર્વક વાળાકૂંચીનો ઉપયોગ કરવો જોઈએ. જન્મ-પૂજા જુગતે કરો, ગેલ અનાદિ વિશ્વાસ જન્મ - પુજા ફલ મુજ ૪, માગો એમ પ્રભુ પાસ W ? આ પ્રમાણે પ્રતિમાને સ્નાન કરાવીને આપણે ઇચ્છીએ છીએ કે આપણા અશુભ કર્મો પણ દૂર થઈ જાય અને આપણો આત્મા નિર્મળ બને. " જ્ઞાન કળશ ભરી આતમા સમતા રસ ભરપૂર શ્રી જિનને નવરાવતા કર્મ થાયે ચકચૂર" પાણી એ જીવન સમુદ્રના જન્મ-મૃત્યુ અને દુઃખનું પ્રતીક છે. આ જિનપૂજા યાદ કરાવે છે કે દરેકે પોતાનું જીવન પ્રામાજિકતા, સત્ય પ્રેમ અને જીવો પ્રત્યે કરુણાથી ભર્યું ભર્યું જીવવાનું છે. સંસાર સાગરને સામે પાર જવાનો, મોક્ષ મેળવવાનો આજ એક માર્ગ છે. ચંદનપૂજા ઃ કપડાના ત્રણ અંગલૂછન્ના દ્વારા બધું જ પાણી સાફ કરીને પ્રતિમાજીને સૂકા કરવા જોઈએ . આ પૂજામાં નવ - અંગની પૂજા સમાઈ જાય છે . શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ- મુખરંગ । આત્મ શીતલ કરવા બન્ની, પુર્જા અરિહ-અંગ } { } નવાંગી પૂજા (૧) બે પગના બે અંગૂઠા : જલભરી સમ્પુટ પત્રમાં, યુગલિક - નર પૂજા । ઋષભ - ચરણ- અંગૂઠડે, દાયક ભવજલ-અન્ન || ૧ || ઓ અરિહંત ! અજ્ઞાની જીવોને પ્રતિબોધિત ક૨વા માટે આપ દૂર દૂર સુધી પગે ચાલ્યા. એમને જીવનનો સાચો અને સારો માર્ગ બતાવ્યો, માટે પ્રભુના ચરણ પૂજનીય છે. મને પણ આવી શક્તિ મળી જેથી હું મારા અને અન્યના જીવનમાં ગુણોની સમૃદ્ધિ લાવુ ! (૨) બે ઢીંચણ : જાનુ બને કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ ! ખેડા ખડા કેવલ લખું પૂજો જાનુ નરેશ / ૨ આ ઢીંચણના સહારે પ્રભુ, તમે દિવસો સુધી સ્થિર બનીને ધ્યાનસ્થ રહ્યા અને કેવળજ્ઞાન મેળવ્યું. તમારી પૂજા કરીને મને પણ એવી શક્તિ પ્રાપ્ત થાઓ. (૩) બે હાથ ઃ લોકાન્તિક વચને કરી, વરસ્યા વરસીદાન / કર - કાંડે પ્રભુ પુજના, પુો વિ બહુમાન | ૩ || Jain Education International તમારી પાસે બધા જ સુખના સાધનો અને સમૃદ્ધિ હતી. છતાંયે તમે બધું જ ત્યાગી દીધું, તમારા હાથે બધું આપી દીધું. આત્મ મેળવીને જગતને સત્યનો રાહ ચીંધવા માટે તમે બધું જ ત્યાગ્યું. તમારા હાથની પૂજા કરીને હું ઇચ્છું છું કે હું ક્યારેય પદાર્થોમાં આસક્ત ન થાઉં. અને સહુ જીવો પ્રત્યે અહિંસક વ્યવહાર કરું, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52