Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 32
________________ 30 ૩. પુષ્પ - પૂજા સુરભી અખંડ કુસુમે ગ્રહી, પૂજો ગત સત્તાપ / સુમ(ન)જનું ભવ્ય જ પરે, કરીએ સમકિત છાપ / ૩ // સુગંધિત અને ખીલેલા ફૂલો પરમાત્માને ચઢાવીને આપણે મૃદુ હૃદય અને સુવાસિત આચરણ માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. ૪. ધૂપ - પૂજા ધ્યાન -ઘટા પ્રગટાવીએ, વામનયન જિન ધૂપ મિચ્છત દુર્ગન્ધ દૂરે ટલે, પ્રગટે આત્મસ્વરુપ / ૪ ll ધૂપ એ સાધુજીવનનું પ્રતીક છે. ધૂપ જેમ જાતે સળગીને બીજાને સુવાસ પૂરી પાડે છે, તેમ સાચા સાધુ પુરુષો, સાધ્વીજીઓ પોતાનું સમગ્ર જીવન અન્ય જીવોના ઉપકાર માટે વીતાવે છે. જિનપૂજા એ શીખવે છે કે આપણે સાધુ જીવનની ઝંખના કરવી જોઈએ. ધૂપ પ્રતિમાજીની ડાબી બાજુ રાખીને આપણે ધર્મધ્યાનમાં પ્રવેશીને મિથ્યાત્વની દુર્ગધ દૂર કરીએ છીએ અને એ રીતે આપણા આત્માને પવિત્ર કરીએ છીએ. ૫. દીપક પૂજા:દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક / ભાવ - પ્રદીપ પ્રગટ હુએ, વાસિત લોકાલોક // ૫ // દીપકની જયોત આપણા શુદ્ધ સ્વરૂપી આત્માનું પ્રતીક છે. એવો આત્મા કે જે કોઈપણ જાતના કર્મોના બંધનોથી રહિત છે. શુદ્ધ છે, અવિકારી છે. જિનપૂજા કરીને આપણે પાંચ મહાવ્રત અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ પ્રાપ્ત કરવાના છે કે જે આપણને પૂર્ણ મુક્તિ તરફ દોરી જાય. જ્યારે આપણે ઉપયુક્ત રીતે દીપક પ્રગટાવીએ છીએ ત્યારે આપણા તમામ દુઃખો દૂર થાય છે. આપણે કેવળ જ્ઞાનનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ, જે જ્ઞાન સમગ્ર લોકને અજવાળે છે. ૬. અક્ષત પૂજા:શુદ્ધ અખંડ અક્ષત રહી, નન્દાવર્ત-વિશાલ7. પૂરી પ્રભુ સંમુખ રહો, ટાલી સકલ જંજાલ // ૬ // ચોખા અક્ષત છે. એ વાવવાથી ફરી ઉગતા નથી. એ અંતિમ જન્મનું પ્રતીક છે. જિનપૂજા કરીને આપણે એવા પ્રયત્નો કરવાના છે કે જેથી આ જન્મ આપણો અંતિમ જન્મ બની જાય ! હવે પછી નવા જન્મો કરવા ન પડે ! એ અક્ષય સુખને પણ સૂચવે છે. ચોખાનો શ્રેત-શુભ રંગ આત્માની પવિત્રતાને સૂચવે છે. ૭. નેવૈદ્ય પૂજા : અણાહારી પદ મેં કર્યા વિન્ગ્રહ ગઈ અનન્તા દૂર કરી તે દીજિએ, અાહારી શિવ સત્ત // ૭ / નેવૈદ્ય એ સ્વાદનું પ્રતીક છે. જિનપૂજામાં નેવૈદ્ય ચઢાવીને આપણે સ્વાદની આસક્તિને ઓછી કરવાની સાધના કરવાની છે. તંદુરસ્ત અને પોષણયુક્ત ખોરાક જરૂરી છે.. પણ સ્વાદ અને શોખ માટે ખાવાનું નથી. જીવનનું ચરમ લક્ષ્ય તો મોક્ષને પામવાનું છે કે જયાં ખાવાનું છે જ નહીં! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52