Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 34
________________ 32 મી સદી આરતી શબ્દના ઘણા બધો અર્થો છે. એક અર્થ છે બધી બાજુએથી આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરવી. (આ એટલે બધી બાજુએથી, રતિ એટલે આનંદ - ઉલ્લાસ !) જયારે કોઈપણ ધર્મકાર્ય કે અનુષ્ઠાન સંપન્ન થાય ત્યારે આપણે હૃદયના આનંદને વ્યક્ત કરવા માટે આરતી કરીએ છીએ. આરતિ એટલે બધાજ સાંસારિક દુઃખોથી છૂટકારો મેળવવા માટે પ્રાર્થના કરવી. આરાધક-પૂજક પોતાની જાતને સંસારના દ્વન્દ્રો તથા દુઃખોથી દૂર કરવા માટે આરતી કરે છે. ત્રીજો અર્થ છે આપણા અંતરાત્માને આધ્યાત્મિક આનંદથી ભરવો અને માનસિક તાણ-તનાવથી દૂર રહેવું. સંસારના સુખ દુઃખની ઘટમાળમાંથી મુક્ત બનવા માટે ઉજ્જવળ અને પ્રકાશવાન પાંચ જાતના જ્ઞાનની આવશ્યકતા રહે છે. માટે એના પ્રતીકરૂપે પાંચ દીવાની વાતો પેટાવીએ છીએ. આ પાંચ દીવા પાંચ મહાવ્રતના પણ પ્રતીક બને છે. પાંચ સમિતિના પ્રતીક પણ બને છે. સમ્યગ્દર્શનના પાંચ આચારો તથા પાંચ ઇન્દ્રિયોની પાંચજાતની નિષેધાત્મ પ્રવૃત્તિઓને રોકવાનો પણ નિર્દેશ કરે છે. બીજી રીતે આરતી ના ઉદેશ્યને સમજીએ તો આપણા આત્માને સાંસારિક આધિ-વ્યાધિ અને ઉપાધિની જંજાળમાંથી મુક્ત કરવા માટે પંચ પરમેષ્ઠિભગવંતોની જેમ અનાસક્તિનો ભાવ કેળવવો જરૂરી છે. આપણા હૈયાની વિશેષ ભાવનાઓને પરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે અભિવ્યકત કરવા રુપે આપણે પાંચ દીપક પ્રગટાવીએ છીએ. આપણે માનસિક રીતે વિચારીએ કે "હું તમામ દુન્વયી પદાર્થોની આસક્તિને ખંખેરીને મારા આત્માને સાધુ અવસ્થા સુધી પહોંચાડવા માંગું છું." જેથી ચાર ગતિના ફેરા ટળી જાય અને પાંચમી ગતિ મોક્ષ મને પ્રાપ્ત થાય. મંગળ દીવો - મંગળ એટલે સંસારથી આપણા આત્માને મુક્ત કરવા માટે આત્મા ઉપર લાગેલા અશુભ કર્મોને દૂર કરવા. અજ્ઞાનતાનો અંધકાર દૂર કરવા, આત્માને ઉપકારક ધર્મમાર્ગ પર ચાલવાની ભાગ્યશાળી તક મેળવવી, મોક્ષમાર્ગને મેળવવા માટે કર્મો દૂર કરવા જ પડે! કર્મોના અંધકારને દૂર કરીને જ આપણા આત્માને કેવળજ્ઞાનનો પ્રકાશ આપી શકાય. મંગળદીપક એ એક અને અનુપમ કેવળજ્ઞાનનું પ્રતીક છે. કેવળજ્ઞાન દ્વારા અજ્ઞાનતાનો અંધકાર કાયમ માટે દૂર કરી શકાય છે. જન્મ-મૃત્યુની દુ:ખદાયી શૃંખલા હંમેશ માટે તોડી શકાય છે. આત્મા સાથે લાગેલા કર્મોનાં રજને દૂર કરી શકાય, આત્માના શુદ્ધ સ્વરુપને ઓળખી શકાય, અનુભવી શકાય. મંગળદીપક પરમાત્માના બતાવેલા એકમેવ મોક્ષમાર્ગનાં પ્રતીકાત્મક રુપે છે. મંગળદીવો કરતી વખતે આપણે મનમાં વિચારવું જોઈએ કે આ મંગળદીવાની જેમ મારા ભીતરનો દીવો પેટાવવાનો છે. પરમાત્માના બતાવેલા મોક્ષમાર્ગ પર ચાલીને પૂર્ણજ્ઞાનનો દીવો પ્રગટાવવાનો છે. શાંતિકળશ : આ અનુષ્ઠાન વિશ્વમાં સર્વત્ર, સહુને આંતર-બાહ્ય શાંતિ મળે એ ભાવનાથી કરવામાં આવે છે. પ્રારંભમાં નવકાર મંત્ર, ઉવસગ્ગહર સ્તોત્ર બોલાય છે, ત્યારબાદ મોટી શાંતિ બોલાય છે. આ દરમ્યાન કળશમાંથી કુંડીમાં અખંડપણે પંચામૃતની ધારા રેડવામાં આવે છે. આ વિધિ દ્વારા સર્વત્ર, સહુ જીવો માટે શારીરિક, માનસિક, આધ્યાત્મિક શાંતિ, પ્રસન્નતા, સ્વાથ્ય, અને દુઃખ-પીડાથી મુક્તિની કામના કરવામાં આવે છે. દેવો તથા ઇન્દ્ર મેરુપર્વત ઉપર પરમાત્માનો જન્માભિષેક કરતા જે રીતે અભિષેક કરે છે એ જ રીતે આ વિધિ કરવામાં આવે છે. આ વિધિ દ્વારા પૂજક ચોવીશ તીર્થકર ભગવંતો પ્રત્યે અહોભાવ-આદર વ્યક્ત કરે છે. ચતુર્વિધની શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. સમગ્ર વાતાવરણ-પર્યાવરણ શુદ્ધ બને, કોઈ પણ જાતના દુષ્કાળ, બીમારી, પીડા, ઉપદ્રવ, યુદ્ધ, રમખાણ, લડાઈ વગેરે ના થાય અને સહુ જીવો ભૌતિક, ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરે, બધા જીવો તમામ પ્રકારના ભયોથી મુક્ત બને ખાસ કરીને પાણી, અગ્નિ, ઝેર, પ્રાણીઓ, રોગ, યુદ્ધ, દુશ્મન, ચોર વગેરેના ભયથી મુક્ત બને એવી ભાવના ભાવવામાં આવે છે. બધા જીવો એકબીજાને સહાયક બનો, બધાના દોષો દૂર થઈ જાઓ અને શાશ્વત સુખના બધા સહભાગી બનો, એવી પ્રાર્થના કરવામાં આવે છે. નવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52