Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 26
________________ 24 પ્રસ્તાવના જય જિનેન્દ્ર, પ્રણામ ઓશવાળ સેન્ટરના પ્રાંગણમાં શિખરબંધી નૂતન જિનાલયના પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન ઘણી જુદી જુદી વિધિઓ અને પૂજનો કરવામાં આવશે. આ વિધિઓ અને પૂજાઓ મોક્ષને પ્રાપ્ત થયેલા તથા વિશ્વને મોક્ષનો માર્ગ બતાડનારા તીર્થંકર ભગવંતો પ્રત્યે આદર-અહોભાવની અભિવ્યક્તિરૂપે કરવામાં આવશે. આ પત્રિકામાં અમે અંગ્રેજી અને ગુજરાતીમાં દરેક વિધ-અનુષ્ઠાનોની માહિતી તેમજ તેનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરેલ છે. આ માહિતી એકઠી કરવા માટે અમુક ખંતીલા ભાવિકોએ પોતાના અમુલ્ય સમયનો ભોગ આપી ખુબ જ મહેનત કરી છે. ઓશવાળ એસોસિએશન ઓફ ધિ યુ. કે. ની મધ્યસ્થ કાર્યવહી સમિતિ તેમની સદાય માટે ઋણી છે. એસોસિએશનના ઈતિહાસમાં કદાચ પહેલી જ વાર વિધિઓ અને પૂજાઓ ને લગતી આટલી વિગતવાર અને ભરપૂર માહિતી તૈયાર કરવામાં આવેલ છે. અમને આશા છે કે આપ આ પત્રિકાને એક ધાર્મિક પુસ્તક જેટલું જ માન આપી અને તેને યોગ્ય રીતે સાંચવશો. માહિતી તૈયાર કરતી વખતે જૈન ધર્મના । મુળ સિદ્ધાંતોને લક્ષમાં રાખવાની પૂરી તકેદારી લેવામાં આવેલ છે. તેમ છતાં પત્રિકામાં કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય કે ક્ષતિ રહી ગઈ હોય તો અમે ક્ષમા ચાહીએ છીએ. પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ કરતી વખતે અમારે અમુક એવા નિર્ણયો લેવા પડ્યા છે કે જેનાથી કદાચ અમુક ભાવિકોની લાગણી દુભાઈ. અમે દરેક નિર્ણય સ્થાનિક હાલત, પરિસ્થિતિ અને સંજોગો તેમજ આ દેશના હેલ્થ અને સેફ્ટીના કાયદાઓને લક્ષમાં રાખી અને પછી જ લીધેલ છે. આ નિર્ણયો લેતા અમોને પણ રંજ થાય છે અને અમે પરમકૃપાળુ તિર્થંકર ભગવંતો પાસે આ માટે દયા ક્ષમાની યાચના કરીએ છીએ. અમોએ ભારતમાં પરમ પૂજ્ય મહારાજ સાહેબો સમક્ષ અમારા નિર્ણયો બાબત ખુલાસો કરેલ છે અને અમે તેમને આશ્વાસન આપેલ છે કે અમે કોઈ પણ કાર્ય જાણી બુઝીને જૈન શાસન વિરુદ્ધ નથી કરેલ. તેઓએ અમારી વ્યથા સમજી છે અને અમારા ખુલાસાઓનો સ્વીકાર કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52