Book Title: Jina Poojan
Author(s): Oshwal Associations of The UK
Publisher: Oshwal Associations of The UK

View full book text
Previous | Next

Page 27
________________ પૂજા અને પૂજન વિભાગ-૧ પરિચય અને ભૂમિકા : સહુ પહેલા આપણે જાણી લઈએ કે જિનપૂજા કરવાના અનેક માધ્યમો છે. તમે અહીં જે વાંચશો અથવા પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન જે જોશો, એ જ માત્ર એક માધ્યમ નહીં હોય ! જૈન દર્શનનો અનેકાંતવાદ સિદ્ધાંત નજર સમક્ષ રાખીને અમે એટલી સ્પષ્ટતા કરીએ છીએ કે કોઈને પણ દુભવવાનો અમારો ઇરાદો નથી. જૈન ધર્મમાં વિધિ-વિધાન તથા અનુષ્ઠાનો ઃ જૈનધર્મનો પરમ અને ચરમ ઉદ્દેશ્ય છે મોક્ષ પામવાનો, જન્મ મરણના ચકરાવાથી મુક્તિ પામવાનો અને શાશ્વત આનંદ મેળવવાનો. મોક્ષમાર્ગના રસ્તે વિધિવિધાનો, અનુષ્ઠાનો, વગેરે નાના પણ મહત્ત્વપૂર્ણ કદમો મનાયા છે. સાથે સાથે એ શ્રાવકના દૈનિક જીવન સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. વિધિ-અનુષ્ઠાનોમાં પરમાત્મ ભક્તિ અને આરાધના, ઉપાસના જોડાયેલી છે. અલબત્ત તમામ જૈન અનુષ્ઠાનો સંવરભાવ (પાપોના આગમનને રોકવાની પ્રક્રિયા) સાથેના છે કારણ કે આપણું ચરમ લક્ષ્ય તો સર્વશ્રેષ્ઠ અને શાશ્વત શાંતિ પામવાનું છે. સામાન્ય રીતે દુન્યવી ભોગસુખોની પ્રાપ્તિની ઝંખના સાથે, વિવિધ દેવોને રીઝવવા, ચમત્કાર સર્જવા કે ભૌતિક સિદ્ધિઓ મેળવવા માટે જે વિધિ-અનુષ્ઠાન, પૂજા-જાપ વગેરે કરવામાં આવે છે તેવું જૈન ધર્મમાં નથી. જૈન ધર્મમાં મોક્ષને પ્રાપ્ત થયેલા તથા વિશ્વને મોક્ષનો માર્ગ બતાડનારા પરમાત્મા પ્રત્યે આદર-અહોભાવની અભિવ્યક્તિરૂપે તમામ અનુષ્ઠાનો કરવામાં આવે છે. સાધક પરમાત્મ પદ મેળવવાની પ્રેરણા સાથે, આંતર શાંતિ અને ચિત્ત પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે અનુષ્ઠાનો કરે છે. એના દ્વારા પોતાના કષાયો (રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ વગેરે) ને ઓછા કરે છે, આછા કરે છે. ભક્તિ અને આરાધના સાધકના હૈયા ઉપર જૈન ધર્મના સિદ્ધાંતોની અમિટ છાપ મૂકનારી હોવી જોઈએ. મનમાં પવિત્રતા તથા અહિંસાના સિદ્ધાંતને દિમાગમાં રાખીને અનુષ્ઠાનો-આરાધના કરવી જોઈએ જેથી એવી સમજણ મળે કે મોક્ષ માર્ગ માટે સમ્યગ્દર્શન – જ્ઞાન- ચરિત્ર અનિવાર્ય છે. જેના દ્વારા સાધક ધીમી પણ મક્કમ ગતિએ મોક્ષ માર્ગ ઉપર પોતાની યાત્રા આગળ વધારે છે. મુક્ત બન્યા પહેલા તીર્થંકરો પણ આપણા જેવા જ મનુષ્યો હતા.. આપણે પણ એમના પગલે ચાલીને મોક્ષ મેળવી શકીએ, એમના જેવા બની શકીએ. જૈન ધર્મમાં અત્યંત મહત્ત્વપૂર્ણ આરાધના છે. (૧) સામાન્ય (દૈનિક) પૂજા - આરાધના (૨) વિશેષ (પર્વીય) પૂજા - આરાધના પ્રતિમાની દૈનિક પૂજા : પ્રશ્ન ઉત્તર 25 : જિન પૂજા શા માટે જરૂરી છે ? : જિનપૂજા એ શ્રાવક માટે ઘડાયેલું આધ્યાત્મિક અનુષ્ઠાન છે. તીર્થંકરની પ્રતિમા મનને શાતા-શાંતિ અને સંવાદિતા આપે છે. સાથે સાથે સાધકને દુન્યવી સુખભોગથી દૂર રાખીને અનાસક્ત બનાવે છે. પૂજા સાધકને સ્વઅનુશાસનની પ્રેરણા પણ આપે છે મોક્ષમાર્ગ તરફ આ પ્રારંભિક અને સાચું પગલું મનાયું છે. Jain Education International આપણે તીર્થંકર ભગવંતોને પ્રાર્થના કરીએ.આપણે તીર્થંકરોને એટલા માટે પૂજીએ છીએ, અહોભાવ અર્પીએ છીએ કારણ કે એઓ મુક્ત છે, એઓએ મુક્તિનો માર્ગ બતાવ્યો છે, આપણે એમની પાસેથી એમના જેવા બનવાની પ્રેરણા મેળવી શકીએ. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52